________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
૮૫
બાદર વાયુકાયિક : મંદ-પટુ-પટુતર-પટુતમ વાતોલિ, ઉત્કાલિકા ઝંઝાવાત, મંડલિક, ગુંજાવાત વગેરે પ્રસિદ્ધ પવનો જે લોકના પોલાણમાં સર્વત્ર થાય છે.
વનસ્પતિકાય ? તેમાં (૧) બાદર નિગોદ સર્વ કંદની જાતિ, સૂરણકંદ, વજકંદ તથા લીલીહળદર, આદુ તથા લીલોકરચૂરો વગેરે જાણવા તથા જે વૃક્ષના મૂળ કંદ-સ્કંધ-છાલ-ડાળી-પત્ર-ફુલ આદિને ભાંગતા એકાંતથી સરખા ભાગ થાય છે તે વનસ્પતિ અનંતકાય છે એમ જાણવું તથા તેને ભાંગવામાં આવે ત્યારે જ્યાં ગાંઠ હોય ત્યાંથી ભાંગે છે અથવા તે ગાંઠ ઉપર રજ લાગેલી હોય છે અથવા ભાંગવામાં આવતા પાંદડા વગેરેની ગાંઠ (પ) પૃથ્વીકાય ભેદની સમાન રજ વિનાની પણ હોય છે. સૂર્યના કિરણોના સમૂહથી ઘણા તપેલા ક્યારાની ઉપરના પડના ભાગની સમાન ભાગ થાય છે તેને અનંતકાય જાણવા. - ૧.
જે વૃક્ષના નસ, સાંધા અને પર્વ ગુપ્ત હોય, જેને ભાંગવાથી બે સરખા ભાગ થાય, જેમાં રેખાઓ ન હોય, ડાળી વગેરે કાપીને વાવવામાં આવે ત્યારે ફરીથી ઊગે છે તે સાધારણ વનસ્પતિકાય જાણવું અને આવા લક્ષણો જેમાં ન દેખાતા હોય તે પ્રત્યેક વનસ્પતિ કાય જાણવા. ૨ . એ પ્રમાણે આગમમાં કહેવાયેલ સ્વરૂપથી સૂચિત જાણવા તથા તૃણ, ઔષધિ (અનાજ વગેરે) લતા, ગુલ્મ, વેલડી, દ્રાક્ષ, ખજૂર, નાળીયેરી, લીંબડો, આંબો વગેરે તથા તેના મૂળ, કંદ, થડ, છાલ, ડાળી, પ્રવાલ (નવા અંકુરા) પાંદડા, ફુલ, ફળ અને બીજ વગેરે પ્રત્યેક શરીરી વનસ્પતિ કાય જીવો છે.
વિકસેન્દ્રિયઃ બેઈન્દ્રિય, ઈન્દ્રિય અને ચતુરિન્દ્રિયના ભેદથી ત્રણ પ્રકારે છે. તેમાં (૧) કૃમિ, શંખ, જલ્કા (જળો) અળસીયા, માતૃવાહક (એક જાતનો કીડો) વગેરે બેઇન્દ્રિય છે. (૨) કુંથુ, કીડી, પિશુક, - લીખ, ઉદ્દેહી, (ઉધય) મંકોડા, માંકડ વગેરે જીવો તે ઇન્દ્રિય છે. (૩) વીંછી, ભ્રમર, પતંગીયું, મચ્છર, માખી વગેરે ચઉરિન્દ્રિય છે.
પંચેન્દ્રિય સંમૂર્સ્કિન અને ગર્ભજ એમ બે પ્રકારે પંચેન્દ્રિય છે. તેમાં પ્રથમના સંમૂર્ઝિન પ્રથમ જળવૃષ્ટિમાં ઉત્પન્ન થતા દેડકાં વગેરે અને વાહિકા વગેરે જાણવા જ્યારે હાથી, ગાય, ભેંસ, ઊંટ, ઘોડા વગેરે ગર્ભજ જાણવા આ ભેદોથી ભિન્ન જીવો તિર્યંચ ગતિમાં હોય છે અને તેઓના સુખદુ:ખને આશ્રયી સ્વરૂપની (જે હમણાં કહેવાશે) પરમાર્થથી ભાવના કરવી.
किं पुनस्तत् स्वरूपमित्याह - હવે તેઓનું સ્વરૂપ શું છે તેને કહે છે
पुढवी फोडणसंचिणणमलणखणणाइदुत्थिया निझं । नीरं पि पियणतावणघोलणसोसाइकयदुक्खं ।।१८०।। अगणी खोट्टणचूरणजलाइसत्थेहिं दुत्थियसरीरा । वाऊ वीयणपिट्टणउसिणाणिलसत्थकयदुत्थो ।।१८१।। छेयणसोसणभंजणकंडणदढदलणचलणमलणेहिं । उल्लूरणउम्मूलणदहणेहि य दुक्खिया तरुणो ।।१८२।।