________________
૮૨
ભાવ ભાવના પ્રકરણ ભાગ- ૨
શિવ પણ ક્રમથી મરીને થોડો સંસાર ભમીને કોઈક કર્મના વશથી અહીં સિંહગિરિ રાજા થયો અને પૂર્વભવનો વૈરી કમલ પણ શ્રી સિંહગિરિ રાજાના પુત્રપણે ઉત્પન્ન થયેલ આ કુંજર રાજા છે. પછી નગરનો લોક પૂછે છે કે ત્યારે સ્વપ્નમાં સાપ એમ જે સૂચવાયું હતું તે હે ભગવન્! આ કુંજરરાજા તે શ્રેષ્ઠ એવા વીતરાગ મુનિનો શું પરાભવ કરશે ? પછી કેવલી ભગવંત કહે છે કે જો તે તેને જુવે તો પરાભવ કરે પરંતુ તે મહાભાગ સિંહગિરિ મુનિ કર્મો ખપાવીને મોક્ષમાં ગયા છે. આ સાંભળીને ઘણાં લોકો સંવિગ્ન થઈ દીક્ષા લે છે અને બીજા દેશવિરતિને સ્વીકારે છે અને બીજા કેટલાક મિથ્યાત્વનો ત્યાગ કરે છે. સંશય રૂપી વૃક્ષને સંપૂર્ણ ભાંગીને કેવળીએ ત્યાંથી વિહાર કર્યો અને પર્ષદા પોતાના સ્થાને ગઈ. પછી કુંજર રાજાએ આ વ્યતિકરને જાણ્યો અને સર્વલોક પર દ્વેષી થયો. દીક્ષિત લોકની ચિંતા કરવાથી મને શું ? એમ વિચારી રાજા અને શ્રીક સુંદર માંસનું આકંઠ ભોજન કરીને, વિસૂચિકાથી મરીને બંને પણ છઠ્ઠી નરકમાં ગયા.
અઘલ કથાનક છગલપુર નામનું નગર છે તેમાં મહાદેવની જેમ પશુપ્રિય લોક વસે છે અને તેમાં છાગલિક નામનો એક વાણિયો વસે છે. જે અત્યંત મહામિથ્યાદૃષ્ટિ છે. તેણે ક્યારેય સાધુઓના વચનો સાંભળ્યા નથી. જે અશુદ્ધ ધર્મને ગ્રહણ કરી બીજાઓને તેનો ઉપદેશ આપે છે તથા મહારંભમાં ડૂબેલો, નિત્ય મહારંભ કરવામાં રત, બકરીઓ, લાખ, ગુલિકા (દ્રવ્ય વિશેષ) અને હાથીદાંત વેંચે છે. (૩) ખાંડણિયા, દસ્તા, ઘંટી નિસ્સાહ (મસાલો વાટવાનો પથ્થર) વગેરે સર્વ શસ્ત્રોને, ચિત્તાનું ચામડું, કાષ્ઠ, મધ-મદન (માદક દ્રવ્ય), તલ અને ધાન્યોની લે-વેચ કરે છે તથા હંમેશા મદિરાનું વેંચાણ કરે છે, શેરડીના વાડ કરાવે છે, વેશ્યા સ્ત્રીઓને પોષે છે તથા ગાય મનુષ્યોને વેચે છે, વનખંડોને કપાવીને વેંચે છે તથા સેંકડો હળોને ખેતરોમાં જોતરાવે છે. (વહન કરાવે છે.) વણિકપુત્રો પાસે ગાડાઓ અને વહાણો વહન કરાવે છે. કોલસા પડાવે છે, ચમરી ગાયોના કેશ, સડેલી અને ભેળસેળવાળી વસ્તુ હંમેશા વેંચે છે. પછી લોક કહે છે કે જુઓ અસંતુષ્ટ એવો આ વણિક પાપાચારવાળા કોઈપણ આરંભથી વિરામ પામતો નથી. એ પ્રમાણે સકળનગરમાં પ્રવાદ થયો ત્યારે કોઈ વખત અત્યંત મહાલોભ વધે છતે તે પાપીએ વૃત્તિ (પગાર) આપીને ઘણાં પુરુષોને બહાર મોકલાવ્યા અને તેઓ કાગડી-ઢેલ-કુકડી-બગલી-સારસી-હંસી-શકુની-નેત્તરી-લાવકી-ચક્રવાકી આદિ તથા પોપટી વગેરેને લાવે છે અને પાંજરામાં પૂરીને ઘણું પડે છે. તેઓના જુદા જુદા પ્રકારના ઇંડાને કેટલાક કાચે કાચા, કેટલાક તળીને તથા કેટલાક શેકીને વેચે છે એ પ્રમાણે હંમેશા પાપોને કરતા એવા તેને જોઈને સકળ નગરનો લોક તેને અઘલ્લો (કુકર્મી) કહે છે જે આવા પ્રકારના અકાર્યમાં લાગેલો છે. પછી તે નગરમાં અઘલ એ પ્રમાણે તેનું નામ-પ્રસિદ્ધ થયું તો પણ તે હંમેશા સો પેટીઓ ઇંડાની વેંચે છે. પછી ઘણાં રોગોથી ગ્રસ્ત અહીં (આ ભવમાં) પણ વેદના સમુદ્ધાતમાં પડેલો, રૌદ્ર ધ્યાનમાં વર્તતો, રૌદ્રપરિણામી મરીને ત્રીજી નરક પૃથ્વીમાં સાત સાગરોપમના આયુષ્યવાળો નારક ઉત્પન્ન થયો. ત્યાંથી છૂટીને પછી ઘોર સંસારમાં પરિભ્રમણ કરશે. (૧૬) तदेवं नरकगतिमुक्त्वा उपसंहरन् तिर्यग्गतेः सम्बन्धं चोपदर्शयन्नाह - આ પ્રમાણે નરકગતિને કહીને ઉપસંહાર કરતા તિર્યંચ ગતિના સંબંધને બતાવતા કહે છે
एवं संखेवेणं निरयगई वत्रिया तओ जीवा । पाएण होंति तिरिया तिरियगई तेणऽओ वोच्छं ।।१७८।।