________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
एवं संक्षेपेण निरयगतिः वर्णिता ततो जीवाः
प्रायो भवन्ति तिर्यंचस्तिर्यग्गतिं तेनातो वक्ष्ये ।।१७८।। ગાથાર્થ એ પ્રમાણે સંક્ષેપથી નરકગતિનું વર્ણન કર્યું ત્યાર પછી જીવો ઘણું કરીને તિર્યંચમાં ઉત્પન્ન થાય છે તેથી નરકગતિ પછી તિર્યંચ ગતિને કહું છું. (૧૭૮).
एवं संक्षेपेण नरकगतिर्वर्णिता, 'तओ' त्ति तस्याश्च नरकगतेरुद्वृत्ता जीवाः प्रायो-बाहुल्येन तिर्यञ्चो भवन्ति यतस्तेन कारणेन 'अओ' त्ति अतो-नरकगतिवर्णनादूर्ध्वं तिर्यग्गतिं वक्ष्ये, इत्यक्षरघटना । अत्र आह-ननु नरकगतेरुद्वृत्ताः किमिति बहवस्तिर्यसूत्पद्यन्ते, न मनुष्येषु ? उच्यते, नारका मनुष्येषु गर्भजपर्याप्तेष्वेव जायन्ते, ते च संख्यातमात्राः स्वल्पा एव सदैव प्राप्यन्ते, नारकास्त्वनुसमयमसंख्याता अप्युद्वर्त्तन्ते, अत एकसमयोवृत्तानामपि नारकाणां मनुष्येषु स्थानं नास्ति, किं पुनरन्येषां, ततो बहवस्तिर्यसूत्पद्यन्ते, तेषां नारकेभ्योऽसंख्येयगुणत्वात्, शुभभावेन च मनुष्येषूत्पत्तिः, अशुभभावाश्च ते प्रायो जीवा इति बहवस्तिर्यसूत्पद्यन्त इति । तेनेत्यभिधानाद्यत इत्याल्लब्ध, यत्तदोनित्याभिसम्बन्धादिति ।।
ટીકાર્થ એ પ્રમાણે સંક્ષેપથી નરકગતિનું વર્ણન કર્યું તો ઉત્ત' તે નરક ગતિમાંથી નીકળેલા જીવો પ્રાય: તિર્યંચો થાય છે તે કારણથી આ નરકગતિના વર્ણન પછી તિર્યંચગતિને કહું છું એ પ્રમાણે શબ્દાર્થ છે. અહીં પ્રશ્ન કરે છે. પ્રશ્નઃ નરકગતિમાંથી નીકળેલા ઘણાં જીવો તિર્યંચમાં કેમ ઉત્પન્ન થાય છે, મનુષ્યમાં કેમ નહીં ?
ઉત્તર : નારકો નારકમાંથી છૂટીને ગર્ભજ પર્યાપ્ત મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને તે ગર્ભજ પર્યાપ્તા મનુષ્યો હંમેશા જ સંખ્યાતામાત્ર પ્રમાણવાળા હોય છે જ્યારે નારકો પ્રતિ સમયે અસંખ્યાતા પણ ઉદ્વર્તન પામે છે. આથી એકસમયમાં ઉદ્વર્તન થયેલા પણ નારકોનું મનુષ્યમાં સ્થાન નથી તો પછી બીજા સમયમાં ઉદ્વર્તન થયેલાની શું વાત કરવી ? તેથી મોટા ભાગના જીવો તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. પ્રાય: તે નારક જીવો અશુભભાવવાળા હોય છે એટલે ઘણાં તિર્યચોમાં ઉત્પન્ન થાય છે.
ચત્ અને તત્ એ બે સર્વનામો એક બીજાની સાથે નિત્ય સંબંધવાળા હોય છે એટલે કે વાક્યમાં તત્ સર્વનામનું સ્વરૂપ વપરાયું હોય તો અવશ્ય યત્ સર્વનામનું સમાનરૂપ વાક્યમાં ગ્રહણ કરવું એટલે કહેવાનો ભાવ એ છે કે જે કારણથી પ્રાય: નારકો તિર્યંચગતિમાં ઉત્પન્ન થાય છે તે કારણથી હું તિર્યંચ ગતિને કહીશ.
(નરકગતિ ભાવના સમાપ્ત થઈ)
તિર્યંચગતિ ભાવના અથ પ્રતિસાતમેવદિહવે જે પ્રમાણે પ્રતિજ્ઞા કરી છે તેને કહે છે
एगिदियविगलिंदियपंचिंदियभेयओ तहिं जीवा । परमत्थओ य तेसिं सरूवमेवं विभावेज्जा ।।१७९।। एकेन्द्रियविकलेन्द्रियपंचेन्द्रियभेदतस्तस्यां जीवाः परमार्थतश्च तेषां स्वरूपमेवं विभावयेद् ।।१७९।।