________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
એવો રાજધર્મ છે. હિતૈષી એવા સચિવે એ પ્રમાણે નીતિમાર્ગનો ઉપદેશ કર્યા પછી રાજા કહે છે કે મારો પુત્ર આજે બાળ તથા ભોળો છે. હે સચિવ ! વિકારને (દોષને) જાણતો નથી. પછી સચિવ ભીમની દોષ પ્રચુરતાને લાખો યુક્તિઓથી જણાવીને સિદ્ધ કરે છે. પછી રાજા જેટલામાં કોઈપણ રીતે બોધ પામતો નથી તેટલામાં મંત્રી વિચારે છે કે એ પ્રમાણે જ નક્કી કંઈપણ બનવાનું હશે. સ્નેહથી વિમોહિત થયેલો આ રાજા ભીમની માતાથી ગભરાય છે અને તેને કંઈપણ કહેવા સમર્થ થતો નથી. પછી મંત્રી પણ વાતને ટાળીને રાજાને નમીને ગયો. (૨૭)
પછી ભીમ પણ કલાગ્રહણ કરતી વખતે સમગ્રપણ સહાધ્યાયીઓને તથા અધ્યાપકને નિશંક જ પીટે છે. રાજાના ભયથી કોઈપણ કંઈપણ ફરીયાદ કરતા નથી. પછી કંઈક કંઈપણ કુશિક્ષિત કલાને ભણેલો ભીમ અનુક્રમે યૌવનને પ્રાપ્ત થયો. અમાત્યપુત્રોની સહિત કમલિનીના પુત્રો પણ સર્વ કળાઓ યોગ્ય રીતે ભણીને ક્રમથી યૌવનને પામ્યા. પછી ભીમે સમગ્ર નગરને ઘણાં પ્રકારે ઉપદ્રવ કર્યો. નગરના લોકોએ પણ ભીમના રાવોની (ગેરવર્તણુકની) રાજાને ફરીયાદ કરી. રાજા કુમારભક્તિમાં (ભાગમાં) એક દેશ આપે છે અને ત્યાં ભીમને મોકલે છે. અને ત્યાં જતો ભીમ સચિવના મોટા પુત્રને બોલાવે છે અને આ બાજુ અમાત્ય પણ રાજાને તેવા પ્રકારનો વિમૂઢ જાણીને હંમેશા બીજા ઉપાયને વિચારતો કેટલામાં રહે છે તેટલામાં સુમતિ નામના પ્રધાનના મોટા પુત્રે આવીને પ્રધાનને કહ્યું કે મને ભીમ સાથે લઈ જવા બોલાવે છે તો તે વિશે મારા માટે આપનો શો આદેશ છે ? (૩૪) પછી પ્રધાને કહ્યું કે હે વત્સ ! તું ત્યાં જા અને ગુપ્ત રીતે જ તેની સર્વ હલચાલ (ખબર)ને જણાવજે તથા આ ભીમ ખરેખર રાજ્યને ગ્રહણ કરશે તેથી હે વત્સ ! તું શક્તિમાન થાય તો રાજાનું તથા મારું રક્ષણ કરજે. એ પ્રમાણે શિખામણ આપીને સુમતિ વિસર્જન કરાયો. પછી ભીમની સાથે સુમતિ પણ તે દેશમાં જાય છે અને ક્રમે ત્યાં પહોંચ્યો. પછી અમાત્યે પણ કમલિની દેવીના મોટા પુત્ર ભાનુને પોતાના પુત્ર વિમલની સાથે સમગ્રદેશોને જોવાને બહાને રાજા પાસેથી રજા અપાવી. પછી વિમલને ઘણાં મૂલ્યવાળા ઉત્તમરનો અને ભાથું આપીને કહ્યું કે જ્યારે તમે એમ સાંભળો કે ભીમકુમાર વડે અમે (હું તથા રાજા) પકડાયા છીએ ત્યારે જો શક્ય હોય તો અમને છોડાવજો. એ પ્રમાણે તે બંને પણ વિસર્જન કરાયા . અને બીજા પણ કમલિનીના પુત્રો અને પોતાના પુત્રો એ રીતે બીજે કયાંય પણ વિસર્જન કરાયા. (૪૦)
ભીમ પણ રાજ્યોને જીતવાની ઇચ્છાથી ચઢાઈ કરે છે અને પોતાને સ્વાધીન કરે છે. લોક પણ રાજાને ફરિયાદ કરે છે તો પણ રાજા ઉપેક્ષા કરે છે સુમતિ પણ તેનું (ભીમનું) સર્વ સ્વરૂપ પિતાને ગુપ્તરીતે જણાવે છે તો પણ અમાત્ય મૂઢ રાજાની સાથે શું કરી શકે ? (અર્થાતુ રાજા મૂઢ હોવાથી કોઈપણ ઉપાયો કરી શકતો નથી) પ્રાય: સર્વદેશોને પોતાને વશ કર્યા પછી ભીમ વિશાળ સૈન્યથી યુક્ત પિતાની પાસે આવે છે. અતિમૂઢ રાજા પણ તેવા પ્રકારના વિસ્તાર (સમૃદ્ધિ)થી યુક્ત પુત્રને આવતો સાંભળીને પ્રધાનના વારવા છતાં પણ પુત્રની સન્મુખ નીકળ્યો. (૪૪) પછી ભીમે અમાત્ય સહિત રાજાને હાથકડી પહેરાવી અને બંનેને પણ લાકડાના પાંજરામાં પૂર્યા. સ્વયં રાજ્ય પર બેઠો. સુમતિ પણ અમાત્ય પદને સ્વીકારે છે. પછી ભીમ સકલ દેશમાં વિલસે છે. હવે કોઈક દિવસે દૂર ભીમ કહે છે કે કાષ્ઠના પિંજરા સહિત આ બંનેને અગ્નિથી બાળો. હવે સુમતિ તેને કહે છે કે હે દેવ ! આ પ્રમાણે તો તમારી અપ્રસિદ્ધિ (અપજશ) થશે. એ પ્રમાણે પાંજરામાં પુરાયેલા રહેતા એવા તેઓના પ્રાણ શું ટકશે ? છતાં તે તેઓને મારવા માગે છે તો ભૂમિની અંદર (ભોંયરામાં) આ કાષ્ઠ પાંજરાને ગુપ્ત રીતે અમુક સ્થાનમાં મુકાવ જેથી ભોજનપાન અને પવનથી રહિત તેઓ સ્વયં મરે. આ સાંભળીને ભીમે તેમજ કર્યું. સુમતિએ પણ સુરંગ બનાવરાવીને