________________
૭૬
तत्र कोऽयं भीम इति ?, उच्यते,
તેમાં આ ભીમ કોણ છે ? તે કહેવાય છે.
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
ભીમનું કથાનક
પાંચાલ દેશમાં કાંપીલ્યપુર નામનું સુપ્રસિદ્ધ નગર છે. જ્યાં* તરુણીઓના સ્તનપ્રદેશથી ઉતારાયેલો હાર દુસ્થિત (નિર્માલ્ય) થાય છે. ત્યાં શ્રીદામ નામનો રાજા વિશાળ ભંડાર અને ઘણાં દેશોથી સમૃદ્ધ છે. જેની નિર્મળતા અને સરળતા મોતીના હારની જેમ શોભે છે. તેને શ્રેષ્ઠ રૂપવાળી પદ્માવતી વગેરે દેવીઓ છે. પદ્માવતીનો ભીમ નામનો મોટો પુત્ર છે. તે સ્વભાવથી ક્રૂર, અહંકારી, માયાવી તથા મહાલોભી, નિર્દય, નિર્લજ્જ, નિર્દાક્ષિણ્ય, ભયથી વિમુક્ત છે. (૪) શ્રીદામ રાજાને કમલિની નામની બીજી દેવી છે. ભાનુ, રામ, પદ્મ અને કીર્તિધન એમ અનુક્રમે તેના ચા૨પુત્રો છે. ચાર પુરુષાર્થની જેમ તે ચારેય લોકને અતિ ઇષ્ટ છે, તેઓ સાગરની જેમ ઘણા ગુણરૂપી રત્નોને ધારણ કરનારા છે તથા સાગરની જેમ ગંભીર છે. શ્રેષ્ઠ રૂપ અને લક્ષણને ધ૨ના૨ા છે તથા સત્ત્વરૂપી ધનને ધા૨ણ ક૨ના૨ા છે. અહીં વધારે શું કહેવું ? સર્વ લોકને માટે ભીમ વિષ સમાન છે જ્યારે આ ચારેય અમૃત સમાન છે. તે રાજાને મતિસાગર નામનો શ્રેષ્ઠ મંત્રી છે અને તે ઔપપાતિકાદિ* ચાર બુદ્ધિથી યુક્ત એવો નિપુણ શ્રાવક છે. મતિસાગરને સુમતિ, વિમલ, બૃહસ્પતિ તથા મતિધન નામના ચાર પુત્રો ઘણી બુદ્ધિથી યુક્ત છે તથા ગુણથી સમૃદ્ધ છે. (૯)
પછી મોટો થતો ભીમ સાવકા ભાઈઓને પીટે છે અને સામંત મંડલાધિપના પુત્રોને પણ ક્યાંય પણ છોડતો નથી. (અર્થાત્ તેઓને પણ મારે છે.) તથા મતિસાગરના સુમતિપુત્રને છોડીને બાકીના ત્રણને પણ તે એવો પીડે છે જેથી તેઓ સહન કરી શકતા નથી. હવે પ્રધાને ભીમની સર્વ દુશ્ચેષ્ટાને જાણી અને તેમાં શરીરના લક્ષણોને નિપુણ દૃષ્ટિથી જુએ છે. (૧૨) પછી અમાત્ય વિચારે છે કે અહો !-કેવું સંકટ આવી પડ્યું છે ? જે આ પુત્ર ખરેખર રાજાનો નાશ કરનારો થશે. જો હું વાત રાજાને ન જણાવું તો સ્વામી ઉપેક્ષા કરાયેલ થશે અથવા જો હું તેને વાત કરું તો નક્કી ભીમની માતાથી મારું મરણ થાય એવી શંકા કરું છું. તેથી અહીં મારે શું ક૨વું ઉચિત છે ? અથવા આ વિચારથી શું ? તો પણ સ્વામીની ઉપેક્ષા કરવી યોગ્ય નથી એ પ્રમાણે વિચારીને અમાત્ય રાજાને એકાંતમાં રાખીને કહે છે કે હે દેવ ! લોકમાં આવી નીતિ સંભળાય છે કે માણસે આપત્તિઓનો વિચાર પ્રથમથી જ કરવો જોઈએ કારણ કે ઘર બળે છતે કોઈ કૂવો ખોદવા સમર્થ થતો નથી અને ભીમ તમારી અને મારી મોટી આપત્તિનું નિમિત્ત બને એવી સંભાવના છે. તેથી જો હમણાં પણ આ દેશનિકાલ ન કરાય તો પછી અસાધ્ય થશે. સડતો કે ખવાયેલો શરીરનો અવયવ પણ કાપવામાં આવે છે તો આ પુત્રાદિ વિશે શું ? (૧૯) પોતાના શરીરમાં ઉઠેલો પણ વ્યાધિ શીઘ્ર દૂર કરાય છે. લોકમાં માટીથી અથવા પાઠાંતરથી જંગલી વનસ્પતિઓથી બનેલું પરમ ઔષધ શરીરમાં લેવાય છે. જે નિષ્કરુણ શંકા રહિત કૃત્ય અકૃત્ય કરે છે તે દુષ્ટોનો રાજાઓ વિશેષથી વિશ્વાસ કરતા નથી. રાજાઓ સુસંસ્કારિત, અવિકારી, અચેતન (પ્રાસુક) પણ ભોજન પાનને ગ્રહણ કરે છે પણ સુવિકારી સચેતન પુત્રાદિને શું ગ્રહણ કરે છે ? (૨૨) દોષ રહિત અને ધર્મ સહિત એવા દુશ્મનો સાથે પણ વસે પણ દોષવાળા સ્વજનનો પણ શંકા રહિત ત્યાગ કરે
કે
તે નગરના લોકો એટલા ધનવાન છે કે તેઓની સ્ત્રીઓના ઉતારાયેલા હારો નિર્માલ્યને પામે છે અર્થાત સ્ત્રીઓ વડે સોનાદિના હારો ઉતારાય છે ત્યારે નિર્માલ્યની જેમ ત્યજાય છે.
ઔપપાતિકી વૈનેયિકી, કાર્મિકી અને પારિણામિકી એમ બુદ્ધિના ચાર પ્રકાર છે.