________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
૭૫
ગાથાર્થ આ પ્રમાણે શુભચિંતન તથા ઘણી વેદનાઓ સમભાવે ભોગવવાથી અશુભકર્મો ખપાવીને રાજભવનાદિમાં જન્મે છે અને ક્રમે કરી સિદ્ધ થાય છે. (૧૭૫).
सुगमा ।। मिथ्यादृष्टीनां तर्हि का वार्ता ? इत्याह -
તો પછી મિથ્યા દૃષ્ટિઓ નરકમાં કેવા ભાવથી દુઃખો સહન કરે છે અને ત્યાંથી ઉદ્વર્તન પામ્યા પછી શું સ્થિતિ થાય છે તેને કહે છે.
अन्ने अवरोप्परकलहभावओ तह य कोवकरणेणं । पावंति तिरियभावं भमंति तत्तो भवमणंतं ।।१७६ ।। अन्ये परस्परकलहभावतः तथा च कोपकरणेन
प्राप्नुवन्ति तिर्यग्भावं भ्रमन्ति ततो भवमनंतम् ।।१७६।। ગાથાર્થ : બીજા એટલે કે મિથ્યાદૃષ્ટિ નારકો પરસ્પરના કલહભાવથી તથા ક્રોધ કરવાથી તિર્યંચ ભાવને પામે છે અને ત્યાર પછી અનંતભવમાં ભમે છે. (૧૭૬)
अन्ये तु मिथ्यादृष्टिनारकाः परस्परकलहभावतः परस्परवेदनोदीरणेन तथा परमाधार्मिकादीनामुपरि गाढकोपकरणेनाशुभं कर्म बद्ध्वा मत्स्यादितिर्यसूत्पद्यन्ते, ततश्च पौनः पुन्येन तेष्वेव नरकादिषूत्पद्यमाना अनन्तभवं भ्रमन्ति केचिदूरभव्याः, आसनभव्यास्तु केऽपि कियन्तमपि कालं ततः सिद्ध्यन्ति, अभव्यास्तु भवमेव केवलं भ्रमन्तस्तिष्ठन्ति, न तु कदाचित् सिध्यन्ति । अत्राह विनेयो ननु प्राणिघातमांसभक्षणमहारम्भादिकैः प्रागुक्तहेतुभिः कियन्तो जीवास्तेषु नरकेषूत्पन्नपूर्वाः ?, उच्यते, सर्वेपि जीवाः प्रत्येकमनन्तशः, परं दिङ्मात्रोपदर्शनार्थमुदाहरणत्रयमुच्यते, તથા –
ટીકાર્થ ? અને બીજા મિથ્યાદૃષ્ટિ નારકો પરસ્પરના કલહ ભાવથી પરસ્પરની વેદનાની ઉદીરણા કરીને તથા પરમાધામીઓ પર ગાઢ કોપ કરીને અશુભકર્મોને બાંધીને માછલા આદિ તિર્યંચમાં ઉત્પન્ન થાય છે અને પછી ફરી ફરી તે જ નરકોમાં ઉત્પન્ન થતા તેમાંના કેટલાક દૂરભવ્યો અનંતભવ ભમે છે પણ કેટલાક આસન ભવ્યો કેટલાક કાળ પછી સિદ્ધ થાય છે અને અભવ્યો તો સંસારમાં ભમતા જ રહે છે પણ ક્યારેય સિદ્ધ થતા નથી. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે – પ્રાણિઘાત - માંસભક્ષણ મહારંભાદિ પૂર્વ કહેલ કારણોથી કેટલા જીવો કેટલીવાર નારકોમાં પૂર્વે ઉત્પન્ન થયેલ હોય છે ?
ઉત્તરઃ સર્વે પણ જીવો દરેક નરકમાં અનંત-અનંતવાર ઉત્પન્ન થયા છે. પરંતુ માત્ર દિશા સૂચન કરવા ત્રણ ઉદાહરણો કહેવામાં આવે છે તે આ પ્રમાણે
पाणिवहेणं भीमो कुणिमाहारेण कुंजरनरिंदो । आरंभेहि य अयलो नरयगईए उदाहरणा ।।१७७।। प्राणिवधेन भीमः कुणिमाहारेण कुंजरनरेन्द्रः ।
आरंभैश्च अत्थलो नरकगतावुदाहरणानि ।।१७७।। ગાથાર્થ : પ્રાણી વધથી ભીમ, માંસાહારથી કુંજર રાજા અને મહારંભથી અચલ નરકગતિને પામ્યા છે તેના ઉદાહરણો છે. ૧૭૭.