________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
अथ स्पर्शगृद्धिविपाकमाह
હવે સ્પર્શની આસક્તિના વિપાકને કહે છે
सोवंति वज्जकंटयसेज्जाए अगणिपुत्तियाहिं समं । परमाहम्मियजणियाउ एवमाईउ वियणाओ । । १६२ ।। स्थापयन्ति वज्रकंटकशय्यायां अग्निपुत्रिकाभिः समं परमाधार्मिकजनिता एवमाद्याश्च वेदनाः । । १६२ ।।
ગાથાર્થ : પરમાધામીઓ અગ્નિની પૂતળીઓની સાથે વજની કંટક શૈય્યામાં સુવડાવે છે. ૫૨માધામીઓ નારકોને આવા પ્રકારની વેદનાઓ કરે છે. (૧૬૨)
परकलत्रतन्वादिकोमलस्पर्शगृद्धान् स्वापयन्ति, क्वेत्याह-वज्रकण्टकशय्यायां कथमित्याह-अग्निप्रतप्तास्ताम्रमयाः पुत्रिका:- पुत्तलिका: अग्निपुत्रिका: ताभिः सह । तदेवं परमाधार्मिकजनितवेदनानां दिङ्मात्रम् उपसंहरन्नाहपरमाधार्मिकजनिता एवमादिका वेदना अन्या अपि श्रुतसागरादवसेया इति शेषः, इह सर्वासामपि तासां प्रतिपादयितुमशक्यत्वात् ग्रन्थविस्तरप्रसङ्गाचेति ।
GG
ટીકાર્થ : પરસ્ત્રીના શરીરાદિ કોમલ સ્પર્શમાં આસક્ત થયેલાઓને સુવડાવે છે. કયાં સુવડાવે છે ? વજ્રકંટકની શૈય્યામાં સુવડાવે છે. કેવી રીતે સુવડાવે છે ? અગ્નિથી અત્યંત તપેલ તાંબાની પૂતળીઓની સાથે વજ્રકંટકની શૈય્યા પર સુવડાવે છે. આ પ્રમાણે પરમાધામીઓએ કરેલી વેદનાનું આ દિમાત્ર છે. આ પ્રમાણે પરમાધામીઓ વડે કરાયેલી આવા પ્રકારની બીજી પણ વેદનાઓ શ્રુતરૂપી સાગરમાંથી જાણી લેવી. ગ્રંથનો વિસ્તાર વધતો હોવાથી અને સર્વ વેદનાઓનું પ્રતિપાદન કરવું શક્ય ન હોવાથી અહીં કહેવાતી નથી.
अथ परस्परोदीरितवेदनामाह
હવે ના૨કોવડે પરસ્પર ઉદીરિત કરાયેલી વેદનાને કહે છે
-
एस मह पुव्ववेरित्ति नियमणे अलियमवि विगप्पेडं । अवरोप्परं पि घायंति नारया पहरणाईहिं । ।१६३ ।।
एष मम पूर्ववैरीति निजमनसि अलिकमपि विकल्प्य परस्परमपि घ्नन्ति नारकाः प्रहरणादिभिः । । १६३ ।।
ગાથાર્થ : આ મારો પૂર્વભવનો વેરી છે એમ પોતાના મનમાં જુઠાણાને પણ કલ્પીને નારકો શસ્ત્રાદિથી પરસ્પરનો પણ ઘાત કરે છે. (૧૬૩)
इदमिह तात्पर्यं यः पूर्ववैरिको नाभवत् तमप्यधिकृत्यापरनारकोऽयं मम पूर्ववैरिक इति कर्म्मवशादलीकमपि विकल्प्य अपि शब्दात् पूर्ववैरिकेऽपि कथमप्येकस्थानोत्पत्रे सत्यपि तत: परस्परमपि धन्ति नारकाः वैक्रियप्रहरणमुष्टिपार्यादिभिः ।।
ન
ટીકાર્થ : અહીં કહેવાનો ભાવ એ છે કે જે પૂર્વભવનો વૈરી ન હતો તેને પણ બીજા ના૨કો આ મારો વૈરી હતો એમ કર્મવશાત્ જુઠાણાને પણ કલ્પીને પછી શસ્ત્રો વિકુર્તીને તથા મૂઠી, પેની આદિથી પરસ્પરને મારે