________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
ગાથાર્થ તે ભવમાં ગુરુ અને દેવનો ઉપહાસ કર્યો, આશાતના કરી, વ્રત ભાંગ્યું અને ગામના મુખી આદિ સત્તા સ્થાન વખતે લોકને સંતાપ આપ્યો ત્યારે હમણાં કેમ આક્રંદ કરે છે ? હવે ઉપસંહાર કરવાપૂર્વક પરમાધામી દેવો પોતાની નિર્દોષતાને બતાવતા કહે છે.
इय जइ नियहत्थारोवियस्स तस्सेव पावविडविस्स । भुंजसि फलाइं रे दुट्ठ ! अम्ह ता एत्थ को दोसो ? ।।१४५।। इवाइ पुव्वभवदुक्याइं सुमराविउं निरयपाला । पुणरवि वियणाउ उईरयंति विविहप्पयारेहिं ।।१४६।। इति यदि निजहस्तारोपितस्य तस्यैव पापविटपिन: भुझे फलानि रे दुष्ट ! अस्माकं तदाऽत्र को दोषः ? ।।१४५।। इत्यादिपूर्वभवदुष्कृतानि स्मरयित्वा निरयपाला:
पुनरपि वेदना उदीरयन्ति विविधप्रकारैः ।।१४६।। ગાથાર્થ આ પ્રમાણે પોતાના હાથે વાવેલા તે જ પાપરૂપી વૃક્ષના ફળોને ભોગવ હે દુષ્ટ ! અહીં
અમારો શું વાંક છે? એ પ્રમાણે પૂર્વભવમાં કરેલા દુષ્કતોને યાદ કરાવીને પરમાધામીઓ
ફરી પણ વિવિધ પ્રકારે નારકોને વેદનાઓની ઉદીરણા કરે છે. (૧૪૫-૧૪૯) इति रे दुष्ट ! यदि त्वं फलानि भुक्षे तदाऽस्माकं कोऽत्र दोषः ?, कस्य फलानीत्याह-पापान्येव विटपी-वृक्षः पापविटपी तस्य पापविटपिनः । कथंभूतस्येत्याह-'तस्यैव' 'नत्थि जए सव्वण्णू' इत्यादिपूर्वोक्तप्रकारप्रसिद्धस्यैव, पुनः कथंभूतस्येत्याह-निजहस्तारोपितस्य, स्वयंकृतस्येति भावः । एतानि च तैः स्मरितपूर्वभवदुष्कृतानि भवप्रत्ययजातिस्मरणेन नारकाः स्वयमपि जानन्ति, अवधिना तु न किंचिदवगच्छन्ति, तस्योत्कृष्टतोऽपि तेषां योजनमात्रत्वादिति, इत्याद्युक्तप्रकारेण पूर्वभवदुष्कृतानि स्मारयित्वा नरकपालाः पुनरपि नारकाणां यत् कुर्वन्ति तदाह -
ટીકાર્થ : અરે ! દુષ્ટ ! તું આગળ બતાવેલા ફળોને ભોગવે છે તો અહીં અમારો શું દોષ છે ? અર્થાત્ અમારો કોઈ દોષ નથી. તે ફળો કોના છે ? તે પાપરૂપી વૃક્ષના પાપફળો જ છે. વળી નત્યિ ના સબબૂ ઇત્યાદિ વચનો ગાથા ૧૨૬માં કહેવાયેલ છે તે પાપવૃક્ષ સ્વરૂપ છે. ફરીને પાપવૃક્ષ કેવા છે ? પોતાના હાથે જ વવાયેલા છે અર્થાત્ તેં સ્વયં આવા પાપો કરેલા છે તેનું આ ફળ છે એમ કહેવાનો ભાવ છે. અને પરમાધામીઓએ બતાવેલા આ પૂર્વભવના દુષ્કૃત્યોને ભવપ્રત્યય (ભવ સંબંધી) જાતિસ્મરણ જ્ઞાનથી નારકો સ્વયં પણ જાણે છે પરંતુ અવધિજ્ઞાનથી પૂર્વના દુષ્કતોને જાણતા નથી કેમકે તેઓના અવધિજ્ઞાનની મર્યાદા ઉત્કૃષ્ટથી એક યોજન પ્રમાણ ક્ષેત્રની છે.
આ પ્રમાણે આગળ કહેવાયેલાં પ્રકારોથી પૂર્વભવના દુષ્કૃત્યોને યાદ કરાવીને પણ ફરી નારકોને જે કરે ‘ છે તેને કહે છે