________________
१४
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
गतार्था । ता एव वेदनाः प्रदर्शयति - ગાથાર્થ સરળ છે. તે વેદનાઓને બતાવે છે.
उक्कत्तिऊण देहाउ ताण मंसाइं चडफडंताणं । ताणं चिय वयणे पक्खिवंति जलणम्मि भुंजेउं ।।१४७।। रे रे तुह पुव्वभवे संतुट्ठी आसि मंसरसएहिं । इय भणिउं तस्सेव य मंसरसं गिण्हिउं देंति ।।१४८।। उत्कर्त्य देहात् तेषां मांसानि स्पन्दतां तेषां चैव वदने प्रक्षिपन्ति ज्वलने भृष्ट्वा ।।१४७॥ रे रे तव पूर्वभवे संतुष्टिः आसीत् मांसरसकैः
इति भणित्वा तस्यैव च मांसरसं गृहीत्वा ददति ।।१४८।। . ગાથાર્થ તરફડિયા મારતા નારકોના શરીરમાંથી માંસને ઉતરડીને, અગ્નિમાં શેકીને તેઓના જ भुपमा नापे . (१४७)
અરે ! અરે ! પૂર્વભવમાં માંસ રસોથી તારી તૃપ્તિ થઈ હતી એમ કહીને તેના જ માંસ રસને 5ढीने मापे छे. (१४८)
स्पष्टार्थे । प्रकारान्तरेण वेदनोदीरणमाह - હવે બીજા પ્રકારથી વેદનાની ઉદીરણાને કહે છે
चउपासमिलिअवणदवमहंतजालावलीहिं डझंता । सुमराविजंति सुरेहिं नारया पुव्वदवदाणं ।।१४९।। । चतुष्पार्श्वमुक्तवनदवमहाज्वालावलिभिः दह्यमानाः
स्मार्यन्तेऽसुरैः नारकाः पूर्वदवदानम् ।।१४९।। ગાથાર્થ ઃ ચારે બાજુથી ઘેરી વળેલી વનદવની મોટા જ્વાલાઓના સમૂહોથી બાળતા નારકોને પરમાધામીઓ પૂર્વે કરેલા દવદાન કર્મને યાદ કરાવે છે. (૧૪૯).
वैक्रिय वनदवं स्वयमेव कृत्वा तत्र दह्यमानाः नारकाः क्रन्दन्तः परमाधार्मिकसुरैः पापादिकालप्रवर्तितं पूर्वभवदवदानं स्मार्यन्ते ।। तथा -
ટીકાર્થ: પરમાધામીઓ સ્વયં જ વનદવ વિક્ર્વીને તેમાં બળતા અને આક્રંદ કરતા નારકોને શિકારાદિ કાળ વખતે કરેલું પૂર્વભવનું દવદાન કાર્ય યાદ કરાવે છે. શિકારીઓ જંગલમાં શિકાર કરવા જાય છે ત્યારે જંગલની ગીચ ઝાડી આદિમાં પશુઓ છૂપાઈને રહેલા હોય છે તે બહાર નીકળે તે માટે ચારે બાજુથી અગ્નિ સળગાવે છે. અગ્નિના ભયથી અંદર ભરાયેલા પશુઓ બહાર નીકળે છે ત્યારે તેનો શિકાર કરે છે. આદિ શબ્દથી શિકાર સિવાયના બીજા પ્રયોજનો પણ જાણવા. તથા –