________________
ભવ ભાવના પ્રકરણ ભાગ -૨
- इति जल्पन्तः वावल्लभल्लिशैलैः खड्गकुन्तेः निःसरन्तं तं विध्यन्ति तथा च छिंदन्ति निष्करुणाः । । १०० ।।
४७
ગાથાર્થ : અને આ નરકપાલો કલકલ કરતા ચારે તરફ દોડે છે. અરે ! અરે ! આ પાપીને જલદીથી મારો, ‘છેદો ભેદો’ એમ બોલતા વાવલ્લ (એક જાતનું શસ્ત્ર) ભાલા અને બાણ તથા ખડ્ગ અને ભાલાઓથી નીકળતા નારકને વીંધે છે અને નિષ્કરુણ પરમાધામીઓ છેદે છે. (૧૦૦)
सुगमे । नवरं पापं - पापिष्ठं " अन्नेऽवि निरयपाला" इति पाठोऽयुक्त एव लक्ष्यते, अनागमिकत्वाद्, अम्बादिपञ्चदशदेवजातिभ्योऽन्यस्य नरकपालस्यागमे क्वचिदप्यश्रवणाद्, अतः शोधनीयोऽसौ पाठ इति ।। घटिकालयान्निपतन्नारकस्तैः पापक्रीडारतैः देवैः क्व क्षिप्यत इत्याह
-
टीडार्थ: परंतु पावं खेटले पापिष्ठ 'अन्ने वि निरयपालां मे प्रभा ने पाठ हेजाय छे ते योग्य नथी खेम ટીકાકાર જણાવે છે કારણ કે તે પાઠ આગમિક નથી. અંબાદિ પંદર પરમાધામી દેવો સિવાય બીજા નરકપાલો આગમમાં ક્યાંય પણ સંભળાતા નથી તેથી પાઠ શુદ્ધ કરવો.
અવતરણિકા : પાપ ક્રીડાઓમાં રત તે દેવોવડે ખેંચાઈને ઘટિકાલયમાંથી નીકળતો ના૨ક પછી કયાં ફેંકાય છે તેને જણાવતા કહે છે.
निवडतोऽवि हु कोइ वि पढमं खिप्पड़ महंतसूलाए । अप्फालिज्जइ अन्नो वज्जसिलाकंटयसमूहे । । १०१ । । अन्नो वज्जग्गिचियासु खिप्पए विरसमारसंतोऽवि । अंबाईणऽसुराणं एत्तो साहेमि वावारं । । १०२ ।। निपतन्नपि कोऽपि प्रथमं क्षिप्यते महत्यां शूलायां, आस्फाल्यतेऽन्यो वज्रशिलाकंटकसमूहे । । १०१ । । अन्य वज्राग्निचितासु क्षिप्यते विरसमारसन्नपि, अंबादीनामसुराणां इतः कथयामि व्यापारान् । । १०२ ।।
ગાથાર્થ : નીકળતો એવો પણ કોઈક ના૨ક પ્રથમ પરમાધામી વડે મોટા શૂળ ઉપર પરોવાય છે. બીજો ના૨ક વજ્રશિલા કંટકસમૂહમાં અફળાવાય છે અને બીજો વિ૨સને રડતો વજ્રાગ્નિની ચિતામાં ફેંકાય છે, આથી અંબાદિ પરમાધામીઓના પ્રત્યેકના વ્યાપારને કહું છું. (૧૦૧-૧૦૨)
स्पष्टे । नवरमेते अम्बादिजातीया देवाः प्रायो भिन्नव्यापारेण नारकान् कदर्थयन्ति यतस्तेषां पृथग्व्यापारं द्वितीयसूत्रकृदङ्गादिषु तीर्थकरगणधरैः प्रतिपादितं कथयामि ।।
तत्राम्बजातीयानामयं व्यापारस्तद्यथा -
ટીકાર્થ : ગાથાર્થ સ્પષ્ટ છે પરંતુ આ અંબાદિ જાતિના દેવો ઘણું કરીને જુદા જુદા વ્યાપારથી નારકોને કદર્થના કરે છે કારણ કે તેઓનો પૃથક્ વ્યાપાર બીજા સૂત્રકૃતાંગાદિમાં તીર્થંકરો અને ગણધરો વડે કહેવાય છે તેને હું કહું છું.