________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
જરા અને મૃત્યુથી પરાભૂત થયેલ ત્રણ પુરુષોને મેં આજે સ્વયં જ રાજમાર્ગ પર જોયા અને કરુણાથી તેઓની આ હાથીના સમૂહાદિથી રક્ષણ કરવાની ચિંતા થઈ પરંતુ તે ત્રણ જણા તો દૂર રહો જેટલા અતિનિપુણતાથી હું વિચારું છું કે પોતાને પણ તેનાથી કોઈપણ રીતે રક્ષણ કરવાને શક્તિમાન નથી. તેથી હે તાત ! આવા પ્રકારનું શત્રુબળ ત્રાટકે છતે નીતિકુશલ, બુદ્ધિવાન પુરુષાર્થથી યુક્ત હોવા છતાં જો ઉપાય વિનાનો હોય તો શોભતો નથી. (૨૫) તેથી હું ઉપાયને (દીક્ષાને) વિચારું છું તેથી કૃપા કરીને મને દીક્ષાની અનુજ્ઞા આપો.
હવે શોકથી ગદ્ગદ્વાણીવાળા, અશ્ર ઝરતી નયનવાળા માતા અને પિતા કહે છે કે વત્સ ! અહીં જિનદીક્ષા વિના બીજો ઉપાય નથી અને તે દીક્ષા ભોગથી લાલિત સુકમાલ શરીરવાળા એવા તને પાળવી દુષ્કર જ છે કારણ કે માલતીનું ફુલ વજ જેવા કઠણ હાથના મર્દનને સહન કરતું નથી. પછી વસુદત્ત કહે છે કે તમે જેમ કહો છો તે તે પ્રમાણે જ છે. પરંતુ જેઓને વીર્યનો ઉલ્લાસ થયો છે તેવા ધીરોને જગતમાં દુષ્કર નથી. (૨૯) અને પરવશથી નરકમાં અનંત વેદનાઓ સહન કરી આલોકમાં પણ અહીં પ્રાપ્ત થયેલા દુ:ખને જીવ શું સહન કરતો નથી ? ઇત્યાદિ નિપુણ યુક્તિઓથી માતાપિતાને તેવી રીતે પ્રતિબોધ કર્યા જેથી માતાપિતા વડે અનુજ્ઞા અપાયેલા વસુદત્તે દીક્ષા ગ્રહણ કરી. ઉગ્ર તપ કરીને, રોગ-જરા-મરણ રૂપી વેલડીઓનો વિચ્છેદ કરીને, કર્મરજને નાશ કરીને વસુદત્ત સિદ્ધિસ્થાનમાં ગયો. (૩૨) - એ પ્રમાણે ગજપુર રાજપુત્ર વસુદત્તનું કથાનક સમાપ્ત થયું અને તેની સમાપ્તિમાં બીજી અશરણ ભાવના સમાપ્ત થઈ. .
यदि नाम स्वकृतकर्मफलविपाकमनुभवतां शरणं न कोऽपि सम्पद्यते, तथाऽपि तद्वेदने द्वीतीयः सहायमात्रं कश्चिद् भविष्यति, एतदपि' नास्तीति दर्शयितुमशरणत्वभावनाऽनन्तरमेकत्व भावना माह
અવતરણિકા : જો સ્વકૃત કર્મફળના વિપાકને અનુભવનારને કોઈપણ શરણ ન થાય તો પણ કર્મના વિપાકને વેચવામાં બીજો કોઈક સહાયમાત્ર થશે એવી શંકા રહેતી હોય તો તેને દૂર કરવા અશરણ ભાવના પછી તરત જ એકત્વ ભાવનાને કહે છે.
હિવે એકત્વ ભાવના एक्को कम्माइं समज्जिणेइ भुंजइ फलं पि तस्सेको । एक्कस्स जम्ममरणे परभवगमणं च एक्कस्स ।।५५।। सयणाणं मज्झगओ रोगाभिहओ किलिस्सइ इहेगो । सयणोऽवि य से रोगं न विरिंचइ नेय अवणेइ ।।५६।। एक: कर्माणि समर्जयति भुंक्ते फलमपि तस्यैकः । एकस्य जन्ममरणे परभवगमनं चैकस्य ।।५५।। स्वजनानां मध्यगतो रोगाभिहतः क्लिश्यतेऽथैकः ।
स्वजनोऽपि च तस्य रोगं न विभजति न चापनयति ।।५६।। ગાથાર્થ જીવ એકલો જ કર્મોને બાંધે છે તેના ફળને એકલો જ ભોગવે છે. એકલાને જ જન્મ ઉમરણ થાય છે અને એકલો જ પરભવમાં જાય છે. (૫૫)