________________
૨૬
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
इति - पूर्वोक्तेन प्रकारेण रोगजरामृत्युविषयेऽशरणमात्मानं ज्ञात्वा रोगजरामरणवल्लीविच्छेदकारके यतस्व त्वं નિનધર્મ, વ્ઝ ડ્વ ?, 'નપુરરાનસૂનુરિવ।। : પુનરો ? કૃતિ, ગુજ્બતે –
ટીકાર્થ : પૂર્વે કહેવાયેલા પ્રકારથી રોગ-જરા-મૃત્યુના વિષયમાં પોતાનું અશરણપણું જાણીને ગજપુરરાજપુત્રની જેમ રોગ-જ૨ા મરણરૂપી વેલડીને નાશ કરનારા એવા જિનધર્મમાં તું પ્રયત્ન કર. પણ આ ગજપુર ૨ાજાનો પુત્ર કોણ છે ? તેથી કહેવાય છે
ગજપુર રાજપુત્રનું કથાનક
કુરુદેશમાં ગજપુર નામે પ્રસિદ્ધ નગર હતું જ્યાં ઉપવન કમળ સરોવરોમાં જ પક્ષીઓનો સંપાત (આગમન) હતો. ચંદ્ર જેમ કુમુદને આનંદ આપે તેમ તે નગરમાં પૃથ્વીને આનંદ આપનાર ભીમરથ નામનો રાજા હતો. તેને સુમંગલા નામે રાણી હતી તેઓને ગુણથી યુક્ત વસુદત્ત નામે પુત્ર હતો. તેણે થોડાં દિવસોમાં સર્વ પણ કળાઓને ગ્રહણ કરી. પોતાના ભાઈ મિત્રોથી યુક્ત કળાઓને વિશે સૂક્ષ્મ વિચારણા કરે છે. શુદ્ધ સિદ્ધાંતને સાંભળે છે. મુનિચરણોનું સેવન કરે છે અને જિનચૈત્યોને વાંદે છે. (૪) આમ શરીર અને બુદ્ધિના પ્રકર્ષથી વધતો, બુધજનને પ્રશંસનીય આ સુંદર યૌવનને પ્રાપ્ત થયો. રાજાએ તેને શ્રેષ્ઠ રૂપવાળી રાજપુત્રીઓ સાથે પરણાવ્યો અને રાજાએ તે સર્વને મહેલો બનાવી આપ્યા. પછી તે સર્વ રાજપુત્રીઓની સાથે વસુદત્ત અતિમોટા મહેલોમાં દેવલોકમાં અભિનવ દેવની જેમ વિપુલ ભોગોને ભોગવે છે. (૭)
-
આ પ્રમાણે કાળ પસાર થાય છે ત્યારે કોઈક વખત કુમાર નગરના માર્ગને જોતો ગવાક્ષમાં બેસે છે. પછી તે સર્વાંગે કુષ્ટ વ્યાધિથી પરિગ્રસ્ત થયેલા, માખીઓથી બણબણતા, ક્ષીણ સ્વરવાળા અને દીનભાવવાળા એક મનુષ્યને જુએ છે. તે મનુષ્યની પાછળ જતો ભંગાયો છે શ૨ી૨નો મધ્યભાગ જેનો, લાકડીના ટેકાવાળા, મોઢામાંથી લાળ ગળતા, ઝૂલતી શરીરની ચામડીથી વીંટાયો છે હાડપિંજરનો અવશેષ જેનો, કાન-આંખથી દુર્બળ, આડા અવળા પગ મૂકવાથી સ્ખલના પામતા એવા એક વૃદ્ધ પુરુષને જુવે છે અને તેની પણ પાછળ ચાર પુરુષોથી ખાંધ પર ઊંચકાતાં, વગાડાતો છે વિસ અવાજ જેની આગળ એવા કોઈપણ પુરુષને જુવે છે. પછી કુમાર વિચારે છે કે અહો ! લોકમાં અશરણતા કેવી છે ! ચોરાદિથી વિલુપ્ત લોક અમારા શરણને કહે છે અર્થાત્ અમારી પાસે રક્ષણની યાચના કરે છે પરંતુ આ રોગ-જરા-મૃત્યુથી વિલુપ્ત થતા શરીરવાળા એવા અમારે પણ કોઈ શરણ નથી તો પછી લોકોના શરણની શું વાત ક૨વી ? (૧૪) તેથી જો અંતરમાં આવો બળવાન શત્રુપક્ષ વિલાસ કરે છે ત્યારે વિષયોની મૂર્છાથી સંસારમાં પડ્યા રહેવું તે મૂઢપણું છે. એ પ્રમાણે વિચારીને કુમાર માતા-પિતાની પાસે ગયો. પછી અંજલિ જોડીને તેઓને કહે છે કે હે અંબા ! હું અશરણ છું. તેમ હે તાત ! ભય પામેલા મને તેવો કરો જેથી હું સનાથ થાઉં. પછી રાજાએ કહ્યું કે હે વત્સ ! તું આવું કેમ બોલે છે ? આ શત્રુ સૈન્યને મથન કરનારા હાથીઓના સમૂહો તને સ્વાધીન છે. આ સમુદ્રના મોજાઓ જેવા ભયંકર ઉપકરણો (શસ્ત્રો) તને સ્વાધીન છે તથા શ્રેષ્ઠી, ક્રોડો અભિમાની સુભટો અને રથિકથી* સનાથ આ ૨થો યુદ્ધમાં દુર્જેય છે. (૧૯) અને ઘરે નાશ ન પામે તેવી વિપુલ લક્ષ્મી તારા જ હાથમાં છે તેથી હે વત્સ ! તું અનાથ કેવી રીતે ? અથવા આ રાજ્ય હોતે છતે તું અશરણ કેવી રીતે ? બધું સ્વાધીન હોતે છતે તું જ નાથ છે અને જગતને તું જ શરણ છે, સ્ત્રીઓની સાથે નિશ્ચિંત વિપુલ ભોગોને ભોગવ. પછી કુમારે કહ્યું કે હે તાત ! આ હાથીઓના સમૂહાદિ છે પરંતુ શ૨ી૨માં ઉઠેલ શત્રુઓના રક્ષણમાં સર્વ અસાર છે. (૨૨) રોગ
રથિક = ૨થમાં બેસી લડાઈ કરનાર યોદ્ધો.