________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
ગયા. પિતાના મોટાભાઈ જિતશત્રુ સિદ્ધ થયા. મારા પિતા સુમિત્ર પણ દેવલોકમાં ગયા (૫૯) તેથી હે બ્રાહ્મણ ! અનંત જનને સાધારણ એવું મરણ અહીં તારા પુત્રને પ્રાપ્ત થયું છે તેથી તારે આ શોકથી સર્યું.
પછી બ્રાહ્મણે કહ્યું કે હે નરવર ! તો પણ મારો એક જ પુત્ર છે તેથી આનું મરણ અતિ દુ:સહ છે જેથી તું રક્ષણ કર. દીનોનું સમુદ્ધરણ, ભયમાં રક્ષા અને વડીલોનો વિનય, પ્રચંડ અભિમાનીઓનું શાસન, દારિદ્રયથી પીડાયેલાઓને દાન, સર્વની સાથે પ્રિય-આલાપ, ભાતૃસ્નેહ, કૃતજ્ઞતા, સત્ય લોકમાં સક્નોને આટલું સ્વભાવ સિદ્ધ હોય છે. પછી રાજાએ કહ્યું કે હે બ્રાહ્મણ ! મૃત્યુ રક્ષણનો વિષય નથી. જે અસાધ્ય કાર્યો છે તે મહાપુરુષોને પણ સિદ્ધ થતા નથી. (૬૪) ભુવનમાં એવો કોઈ જ નથી કે જે મૃત્યુના માહભ્યની અલના કરે. સ્વચ્છંદાચારી, ભુવનના વૈરી એવા યમરાજના સર્વ શસ્ત્રો સફળ થાય છે ત્યાં મંત્રો તંત્રો અસરકારક થતા નથી. જ્યારે મરણ ભાગ્યને હણે છે ત્યારે પુરુષાર્થ શું કરે ? અને વળી
જો યમરાજથી સંસારી એવા એક તારા જ પુત્રનું મરણ હોત અને બીજા જીવનું મરણ ન હોત તો તારું રડવું, પીટવું વગેરે ઉચિત છે પણ ભુવનમાં આ લોકને મરણ સામાન્ય જ છે તો પછી શોકથી શું.? પછી બ્રાહ્મણે કહ્યું કે હે નરવરિંદ ! જો આ પ્રમાણે છે તો તારે પણ સાઈઠ હજાર પુત્રના મરણનો શોક ન કરવો જોઈએ. પછી જેટલામાં ભાંગેલા હૈયાવાળો ચક્રી તેને વિચારે છે હા ! આ શું? તેટલામાં કરાયેલા સંકેતવાળા મંત્રી સામંતો ત્યાં આવ્યા. (૭૦) તેઓએ સર્વ પણ યથાર્થ હકીકત ચક્રવર્તીને જણાવી. તેને સાંભળીને મૂર્છાથી વિહ્વળ અંગવાળો રાજા પડ્યા પછી ચેતનાને મેળવીને ભુલાયો છે સર્વ પૂર્વ વૃત્તાંત જેના વડે એવો રાજા અંત: પુરની સહિત સામાન્ય પુરુષની જેમ કરુણ રડે છે. (વિલાપ કરે છે.) બ્રાહ્મણ કહે છે કે હે સુપુરુષ ! પોતાના બોલેલા વચનોને યાદ કર. ધીરપણાને ધારણ કર, આ બાલ ચેષ્ટાથી શું ? (૭૩) લોક પારકાના દુ:ખમાં સંસારનું અનિત્યપણું સુખપૂર્વક કહે છે (સમજાવે છે) પણ પોતાના બંધુજનના વિનાશમાં સર્વની મતિ ચલાયમાન થાય છે. હે સુપુરુષ ! તમારા જેવા પણ શોક રૂપી પિશાચથી જો કોળીયો કરાય છે તો તે ધીર ! તમે જ કહો કે ધૃતિમાન કોનો આશ્રય કરે ? (૭૫) સપુરુષ જ મોટા કષ્ટને સહન કરે છે ધીર મહિમાવાળી પૃથ્વી જ જગતમાં વજનિપાતને સહન કરે છે પણ તાંતણા સહન કરતા નથી. લોકમાં મોટાઓને મોટું કષ્ટ હોય છે પણ સામાન્ય પુરુષોને નહીં જેમ ચંદ્ર અને સૂર્ય રાહુ વંડે પ્રસાય છે પણ તારાઓ નહીં. કાળપણ રૃરિત તેજવાળા જ્ઞાની પુરુષોને વિકાર કરે છે. શિયાળામાં પણ અગ્નિ પોતાના ઉષ્ણ સ્વભાવને છોડતો નથી. હે સુપુરુષ ! પોતાના વિવેકને છોડીને બીજો કોણ સ્વયં પણ જાણેલા છે સર્વ ભાવો એવા તમારા જેવા પુરુષોને ઉપદેશ આપે ? પોતાના પ્રાણોથી જેઓ વડે જિનભવનની રક્ષા કરીને લોકમાં શાશ્વતી કીર્તિ પ્રાપ્ત કરાઈ છે તે તારા પુત્રો તને શોક કરવા યોગ્ય કેમ હોય ? (૮૦) એ પ્રમાણે બ્રાહ્મણના વચન સાંભળીને સગર ચક્રીએ કહ્યું કે આ સત્ય છે, અવિતથ છે, બાકીનું સર્વ મૂઢોની ચેષ્ટા છે.
આટલામાં ખાઈને પૂરીને બહાર ફેલાયેલા ગંગાના પાણીથી ત્રાસેલા અષ્ટાપદની નજીક રહેનારા લોકો સગરની આગળ પોકાર કરે છે. સગરે જહ્નના પુત્ર ભગીરથને સમજાવીને ત્યાં મોકલ્યો. સામત મંત્રીઓની સાથે ભગીરથ ત્યાં જઈ ત્રણ ઉપવાસ (અટ્ટમ) કરીને વલનપ્રભાદિ નાગકુમાર દેવોની આરાધના કરી. પછી તેઓની અનુજ્ઞાથી પર્વતને તોડતા અને ભૂમિને ફાડતા દંડર–વડે અષ્ટાપદથી લઈ જવાયેલી શ્વેતકૂટ પર્વતને ભેદતી, કૈલાસ ગંધમાદન - હીમંત પર્વતોને વિશે ક્રમથી વહેતી, પછી કુરુદેશના મધ્યથી વહેતી, દક્ષિણથી સાકેતપુરને, પશ્ચિમથી કોશલને, ઉત્તરથી પ્રયાગને, દક્ષિણથી કાશીને, મધ્યભાગથી વિંધ્યને સ્પર્શતી,