________________
૨૨
ભવ ભાવના પ્રકરણ ભાગ-૨
દાનરૂચિવાળો છે પરંતુ તેને ઘર-દુકાન આદિ વિશે પ્રમાણથી અધિક મૂચ્છ છે. તે દીનાદિઓને દાન આપે છે, શિવાદિના ભવનો કરાવે છે, કૂવા-તળાવ-પ્રપાદિમાં પોતાના ઘણાં દ્રવ્યનો વ્યય કરે છે. એ પ્રમાણે ક્યારેક માસખમણ પૂરું થયું ત્યારે તપ-જ્ઞાન-સંયમના ભંડાર એવા કોઈ મુનિવર તેના ઘરે આવ્યા. પછી ભદ્રકભાવવાળા આણે ભક્તિથી તે મુનિને એક સકોરો સત્નો તથા પ્રાસુક અને એષણીય પાણી આપ્યું. અને કંઈક સેવાસુશ્રુષા કરી. એ પ્રમાણે આરંભ કાર્યોમાં નિરત, અલકાદિ પાપોથી અવિરત ધર્મરૂચિવાળા એવા તેના કેટલાક દિવસો પસાર થાય છે. (૭)
હવે એકવાર સુલસે બંનેના પણ ઘરની વચ્ચેની સીમપર પોતાની ભૂમિભાગ પર વરંડો (દિવાલ) કરવાની શરૂઆત કરી. આ મારી ભૂમિ છે એમ ધનાકરે સુલસને આજ્ઞા કરી. બંનેનો કજિયો રાજકારે ગયો અને રાજકારે અમાત્ય અને નગરજનો સાથે મળીને દુષ્ટાશનિ નામની ભટ્ટારિકાના ધેય (દિવ્ય)નો ધનાકરને આદેશ કર્યો.
હવે તે ભટ્ટારિકાનું દિવ્ય કરવાને માટે ધનાકર કૃષ્ણ ચતુર્દશીને દિવસે તૈયાર થયો અને રાજા સહિત સકલ નગર પણ ભેગો થયો. પછી નગરજનો અને અમાત્ય વડે કહેવાયું કે તું ધર્મમાં નિરત છે તેથી મામલો અહીં સુધી પહોંચે છતે પણ તારે જુઠું ન બોલવું જોઈએ. સત્ય, દયા, અચૌર્ય ધર્મનું મૂળ કહેવાયું છે અને પરસ્ત્રી વર્જન વિશેષથી જ પુરુષના ધર્મનું મૂળ કહેવાયું છે. અહીં લોકમાં શાસ્ત્રોમાં જ સત્યને જ આભૂષણ કહ્યું છે અને જેના મુખમાં પણ સત્યની પ્રતિષ્ઠા નથી તેનું પુરુષપણું કેવું ? (૧૪) શીતઉષ્ણ-વર્ષા અને વૃક્ષના ફળ તથા કુસુમાદિ સર્વે સત્યથી જ લોકમાં પોતાના કાળ મર્યાદામાં પ્રવર્તે છે. સત્યના ઉચ્છેદથી અહીં સર્વ પણ લોકવ્યવહાર વિચ્છેદ થાય છે અને પૃથ્વી-ચંદ્ર-સૂર્ય-સાગર વગેરે પણ મર્યાદાને મૂકે છે. એકવાર પણ ખોટું બોલવાથી સમગ્ર પણ કરાયેલો વિશિષ્ટ ધર્મ નાશ પામે છે તેથી તે અહીં સત્ય જ બોલ. પછી કર્મના વશની પીડાથી, ભૂમિની મૂર્છાથી, અજ્ઞાનથી જાણતો હોવા છતાં પણ ધનાકર ખોટું બોલ્યો. જેમકે
હે દેવી ! જો આ મારી ભૂમિ ન હોય તો તું જ મને તેવો (ખોટો કે સાચો) જાણ એ પ્રમાણે અંજિલ જોડીને કહીને જેટલામાં નીકળી જશે તેટલામાં, દેવીએ તેને થંભાવીને પકડી રાખ્યો અને એક પણ ડગલું ભરવા સમર્થ થતો નથી પછી લોકમાં તાળીઓ પડી. દુષ્ટ ! દુષ્ટ ! એ પ્રમાણે ઘોષણાપૂર્વક સર્વ વડે નિંદાયો અને તેનાવડે કરાયેલ ધર્મ પણ સર્વ વડે નિંદાયો (૨૧) પછી તેનું સર્વસ્વ હરીને રાજાએ નગરમાંથી બહાર કાઢ્યો અને કુટુંબથી મુકાયેલો એકલો દુ:ખીઓ ભમીને મરીને રત્નપ્રભા નારક પૃથ્વીમાં નારકી થયો. નરકના દુઃખો અનુભવીને અટવીમાં પલ્લિપતિના ભવમાં ભિલ્લોનો સ્વામી થયો. પછી ત્યાં પણ કોઈક બળીયા રાજાએ તેને કાઢી મુક્યો અને બીજા બીજા પલ્લિવનોમાં ભાગતો ફરે છે. (૨૪) એ પ્રમાણે પૂર્વ જન્મના કર્મના અવશેષથી નચાવાયેલો ક્યાંય પણ સ્થાન (સ્થિરતા)ને નહીં પ્રાપ્ત કરતો પ્રાણવૃત્તિને પણ કષ્ટથી મેળવે છે. પછી હંમેશા ભમે છે.
હવે કોઈક દિવસ તેની પાસે ભોજનની કોઈ સામગ્રી નથી. પછી કોઈ પણ રીતે કેટલામાં પરિજન સહિત ત્રણ દિવસ પસાર કરે છે તેટલામાં હવે જ્યારે ગાઢ ચિંતામાં પડેલો છે, સુધાથી શરીર પીડાઈ રહ્યું છે ત્યારે કોઈકે અદૃશ્ય થઈને આવીને તેને એક સકોરું સસ્તુનું તથા એક કરક પાણીનો આપ્યો પછી તેણે વેંચીને (ભાગ પાડીને) પોતાના પરિજનને આપ્યું અને પોતાને પુરતું થયું. (૨૮) એ પ્રમાણે દરરોજ ભોજન કરે છે * દિવ્ય એટલે અપરાધીની પાસે ગુનો કબૂલ કરાવવા માટે પાણી કે અગ્નિ દ્વારા કરાવવામાં આવતી કસોટી.