________________
૨
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
યાચકતા ન હતી. તે નગરીમાં શ્રી જિનેશ્વર દેવના મંદિરો અને શ્રાવક જનને છોડીને બીજું કંઈપણ દેખાતું નથી. તે નગરીનો જિતશત્રુ નામનો રાજા છે અને સુમિત્ર નામે યુવરાજ છે. બળદેવ-વાસુદેવની જેમ પરસ્પર પ્રીતિવાળા બને પણ સમગ્ર પૃથ્વી વલયને પાળે છે. પછી જિતશત્રુને શ્રેષ્ઠ ચૌદ સ્વપ્નોથી સૂચિત શ્રી અજીત જિનેશ્વર પુત્ર થાય છે. તે જ રીતે સુમિત્રને શ્રેષ્ઠ સ્વપ્નોથી સૂચિત સગરચક્રી પુત્ર થાય છે. પછી સુમિત્ર સહિત જિતશત્રુ રાજા દક્ષાને ગ્રહણ કરે છે. શ્રી અજીત જિનેશ્વર રાજા અને સગર યુવરાજ બને છે અને પછી કુમારપણામાં અઢાર લાખ પૂર્વ વર્ષ અને રાજ્યપર એક પૂર્વાગ* અધિક ત્રેપન લાખ પૂર્વ વર્ષ રહીને અજીતનાથ જિનેશ્વર તીર્થને પ્રવર્તાવે છે. દીક્ષા પછી બારમું વર્ષ પૂર્ણ થયું ત્યારે શ્રી અજીતનાથ જિનેશ્વરને સકલ તૈલોક્યને ઉદ્યોત કરનારું કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
અને રાજ્યને કરતાં સગરને ચૌદ રત્નોની સિદ્ધિ થઈ અને સર્વ ભરત ક્ષેત્રને સાધ્યું અને પછી ભરત ક્ષેત્રમાં વિખ્યાત ચક્રવર્તી થયો. અને ઉત્તમભોગોને ભોગવતા તેને શ્રેષ્ઠ સાઇઠ હજાર પુત્રો થયા. (૧૦) તેઓમાં ઉત્તમગુણોથી યુક્ત જહ્નકુમાર મોટો પુત્ર હતો અને તેણે ધૂતવિષયમાં કોઈક પ્રકારે સગર રાજાને ખુશ કર્યો. પછી સગર કહે છે કે હે પુત્ર ! કોઈપણ મનવંછિત વરદાનને માગ. જíપણ કહે છે કે હે તાત ! તમારી અનુજ્ઞાથી દંડાદિરત્નોથી સહિત સર્વભાઈઓની સાથે સકલ પૃથ્વીને જોતો આ ભરતક્ષેત્રમાં વિહરવાને ઇચ્છું છું. અને પછી ચક્રવર્તી સામત-મંત્રીઓથી યુક્ત બીજી ઘણી સામગ્રી આપીને સેંકડો મંગળોથી વિદાય આપે છે. (૧૪) પછી સાઈઠ હજાર ભાઈઓની સાથે સ્થાને સ્થાને અરિહંત ચૈત્યોની શ્રેષ્ઠ પૂજાઓ કરાવતો તથા મોટી ભક્તિથી વંદન કરતો, દાનાદિનું વિતરણ કરતો, પ્રજાને સન્માનતો, ક્રમથી પણ રમણીય જુદા જુદા વૃક્ષના વનથી મંડિત, શ્રેષ્ઠ ક્યાંક પણ સુવર્ણમય, સ્ફટિકમય અને રત્નમય ચાર યોજન વિસ્તારવાળું, ઊંચાઈમાં આઠ યોજન પ્રમાણવાળું, સુર-વિદ્યાધરોથી આકર્ણ એવા અષ્ટાપદ પર્વત પાસે પહોંચ્યો અને અષ્ટાપદની તળેટીમાં સર્વ પણ છાવણીને છોડીને, કેટલાક પરિવારથી યુક્ત. સાઈઠ હજાર પણ ભાઈઓ ઉપર ગયા. એક યોજના લાંબા, અર્ધા યોજન વિસ્તારવાળા અને ત્રણ ગાઉ ઊંચા એવા રત્નમય તથા પોતપોતાની કાયા પ્રમાણ 8ષભાદિ જિનપ્રતિમાઓથી અને સો ભાઈઓના સ્તૂપોથી યુક્ત ચાર દરવાજાવાળા પરમ રમણીય શ્રી ભરત મહારાજાએ કરાવેલા ચૈત્યઘરને વાંદે છે. (૨૧) આ ભરતક્ષેત્રમાં અષ્ટાપદ પર્વત સમાન અન્ય બીજું કોઈ રમ્ય સ્થાન નથી જ્યાં અમે પણ આવું રમ્ય જિનમંદિર બંધાવીએ. તેથી અમે અમારા પૂર્વ પુરુષો વડે જે આ તીર્થ નિર્માણ કરાયું છે તેનું ભાવિ પુરુષો લોપ ન કરે તે હેતુથી રક્ષણનો ઉપાય વિચારીએ. આ પ્રમાણે કહીને જનુકુમાર હજાર દેવોથી અધિષ્ઠિત સુદઢ, દંડરત્નને હાથથી ગ્રહણ કરે છે. પછી તે સર્વ ભાઈઓની સહિત અષ્ટાપદની ચારે બાજુ તે દંડરનને ફેરવે છે અને તે દંડરત્નથી એક હજાર યોજન ઊંડાઈ સુધી ભૂમિ ખોદાઈ. તેથી નાગકુમાર દેવોના ભવનોને ઉપદ્રવો થયા. ભય પામેલા નાગકુમારોએ જ્વલનપ્રભનો આશ્રય કર્યો. જ્વલનપ્રભે પણ અવધિજ્ઞાનથી સગર પુત્રોને જાણ્યા પછી ગુસ્સાથી આવીને કહ્યું કે રે !રે ! તમે આ શું આરંભ્ય છે? શું તમોએ મર્યાદાનો લોપ કરીને આ વ્યવસાય આરંભ્યો છે? અથવા શું કાળા નાગના મસ્તકથી પોતાને ખંજવાળો છો ? ગર્વિષ્ઠોનું બળ લોકમાં પોતાના વધને માટે થાય છે. પોતાના પાંખના બળથી જ પતંગીયું દીપકમાં પડે છે. (૨૯) મહાપુરુષો યુગને અંતે પણ માર્ગની મર્યાદાનો લોપ કરતા નથી. શું કોઈપણ વડે સૂર્યનો રથ માર્ગ પરથી ઊતરેલો જોવાયો છે ? જેમ અસાર પાંખવાળા પણ પતંગીયા પગને સારી રીતે જમીન પર મૂકતા નથી તેમ
૮૪ લાખ વર્ષ = એક પૂર્વાગવર્ષ, ૮૪લાખ પૂર્વાગ = એક પૂર્વ વર્ષ. એવા પ૩ લાખ પૂર્વવર્ષ + એક પૂર્વાગ વર્ષ (૫૩ લાખ પૂર્વ વર્ષ તથા ૧ પૂર્વાગ વર્ષ).