________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
હજારો ગોવાળોને રોકીને તે ગાયોના ભાગ પાડીને હજારો ગોવાળોને રક્ષણ માટે સોંપે છે તો પણ તેઓ કોઈ કાર્ય પ્રસંગે બહાર ભેગા થાય ત્યારે ઝગડે છે. હવે આ કુચિકર્ણ વિભાગ કરીને કાળી ગાયોને એક ગોકુળમાં મૂકે છે, બધી ધોળી, બધી લાલ, બધી પીળી, બધી વરણાગી, ઘઉંવર્ણી તથા નવ પ્રસૂતા તથા ગર્ભવતીઓ તથા નવપ્રસૂતા અને ગર્ભવતી સિવાયની એવી બીજી ગાયોના અલગ અલગ ગોકુળ સ્થાપે છે. (૯) સર્વ પણ અરણ્યો પોતાની ગાયો માટે રોકી લીધા. (અર્થાત્ ઇજારામાં રાખ્યા) અને કુચિકર્ણ મૂર્છાથી તે સર્વ ગોકુળોમાં ક્રમથી ભમે છે. નાના વાછરડાઓને સાચવે છે. મત્તબળદના છંદોને લડાવે છે. અને વૃદ્ધાત્મા સ્વયં જ ઘી-દૂધ અને દહીં ઉપર જીવે છે. જેમ ઉકાળેલું પાણી નીચેથી ઉપર ઉછળે તેમ કોઈક વખત કુચકર્ણ શેઠ તેવા અજીર્ણથી ભરાયો કે જેથી તેને મોટો દાહ ઉત્પન્ન થયો. મૂર્છાથી પરાભવ પામેલો પોતાના હાથોથી સ્પર્શના કરતો ગાયના વાછરડાઓની સાથે ભમે છે. હા ગોકુળ ! હા કાંતિવાળા બળદો ! હા સુંદર વાછરડાઓના સમૂહો ! અને હા ઘી-દૂધ- ગોરસ ! ફરી પણ શું ક્યાંય મળશે ? આ પ્રમાણે પ્રલાપ કરતો કુચિકર્ણ ગાયો રૂપી ધનથી રક્ષણ ન કરાયો. મરીને તિર્યંચ ગતિમાં ગયો અને અનંત સંસારમાં ભમશે.
(આ પ્રમાણે કુચિકર્ણનું કથાનક સમાપ્ત)
તિલક શ્રેષ્ઠીનું કથાનક અચલપુર નામનું નગર છે જ્યાં હંમેશા ધાન્ય સંગ્રહ કરવાની સુરુચિવાળા શ્રેષ્ઠિઓની અનાજની ભાવકથા ક્યારેય પણ વિરામ પામતી નથી અને તે નગરમાં મહારંભી તિલક નામનો શ્રેષ્ઠી વસે છે અને તે તલ-મગ-અડદ-વાલ-ચોખા અને ઘઉ-ચણા-તુવર-મઠ-ચોળા-મસૂર-જૂની લતા તથા કોદ્રવ-કળથી-કાંગ-વશણ (ધાન્ય વિશેષ) ગુવાર વગેરેનો સંગ્રહ કરે છે. (૩) પછી જ્યારે દુકાળ પડે છે ત્યારે સર્વ ધાન્યને વેંચે છે અને આ અન્ન સંબંધી હજારો ગાડાઓને જોડે છે. સમુદ્રમાં વહાણથી બીજા દ્વીપમાં ધાન્યને મોકલે છે તેના આરંભમાં પંચેન્દ્રિય જીવોનો પણ વધુ થાય છે. અને તેનું ઘર અંદર અને બહાર અસંખ્યક્રોડ ભાભર કીડાઓ સહિત ધાન્યથી ભરાએ છતે તથા જે પરિજન છે તે પોતાની સાથે વીંટળાઈને ભમે છે ત્યારે જ તિલક
રીના મનમાં સંતોષ થાય છે (૭) આ પ્રમાણે ધાન્યોની લેવેચ કરતા તેનો ઘણો કાળ પસાર થયો. હવે કોઈ વખત નિમિત્તિઓ આને કહે છે કે હમણાં ખરેખર નિમિત્ત શકુનોથી નિશ્ચયથી દુર્મિક્ષ પડશે તેથી તે લોભીએ ઘર સંબંધી સર્વ દ્રવ્યને ધાન્યના સંગ્રહમાં રોક્યું અને બીજા વ્યાજથી અનેક ગણા પૈસા ઊપાડીને ધાન્યના સંગ્રહમાં જ રોકયા અને પછી દુષ્ટ ભાવવાળો જેટલામાં આશાથી નચાવાયેલો તે રહે છે અર્થાત્ દુકાળ પડશે અને હું ઘણું ધન મેળવીશ એવી આશામાં રહે છે તેટલામાં વર્ષાકાળમાં વરસાદ તેવો વરસવા લાગ્યો જેથી ‘તડ’ એ પ્રમાણે હૈયું ફૂટીને મિથ્યાત્વાર્રભાદિના કારણે મરીને નરકે ગયો. ધાન્યથી રક્ષણ નહીં કરાયેલ તિલક શ્રેષ્ઠી અનંત સંસારને ભમશે.
. (એ પ્રમાણે તિલક શ્રેષ્ઠીનું કથાનક સમાપ્ત થયું.) તથા કહેવાય છે કે સગર ચક્રવર્તીને પુત્રો પણ શરણ ન થયા.
સગરપુત્રોનું કથાનક બાર યોજન લાંબી અને નવ યોજન વિસ્તારવાળી અયોધ્યા નામની નગરી આ ભરતક્ષેત્રમાં ઇન્દ્રવડે વસાવાઈ હતી. નવા બાણો ધનુર્ધારીના કરતલમાં જ હતા પણ નગરીમાં બીજે ક્યાંય માપવા =
* ઇજારો એટલે ઠરાવેલી શરત પ્રમાણે કોઈ હક્કનો એક હથ્થુ ભોગવટો (ઠકો)