________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
જો દંભથી ધર્મ કરેલો હોય, અન્યાયથી ધન મેળવ્યું હોય તો પછી ક્લેશ અને અપકીર્તિને છોડીને બીજું શું કંઈ સિદ્ધ થાય છે ? ૫.
બે વસ્ત્રો, સુંદર સ્ત્રી, કોમળશયા, આસન, શ્રેષ્ઠ હાથી, ઘોડો અથવા રથ, કાળે ઔષધ તથા નિયમિત ભોજનપાનની પ્રવૃત્તિ આ સિવાયનું રાજાને સર્વ પણ પારકું છે એમ તું જાણ. ૬. '
અનંતા રાજાઓએ કાળથી પૃથ્વી ભોગવી છે અને મળેલા ધનને છોડીને પોતાના કરેલા કૃત્યોને લઈ ગયા છે. ૭
તેથી તું ધર્મને કર જે હવે પછી તેને અન્ય જન્મમાં સહાય થાય, આ સંપત્તિઓ મરેલાની પાછળ જતી નથી. ૮
આ પ્રમાણેના દૂતના વચનો સાંભળીને કોપના આવેશથી દાંતવડે ગ્રહણ કરાયો છે જીભનો અગ્રભાગ જેનાવડે એવો રાજા “આ રાજા મહારાજાનો દૂત છે” તેથી તેનો પ્રતિકાર (તિરસ્કાર) નહીં કરતો ઓરડાની મધ્યમાં પ્રવેશ્યો. દીર્ઘ નિશ્વાસ નાખીને ખાટલામાં પડ્યો. “આ અપાત્ર છે તેથી સદુપદેશને અયોગ્ય છે” એ પ્રમાણે વિચારીને દૂત પણ પોતાના રાજાની પાસે ગયો.
અને આ બાજુ નંદરાજા આ લોકમાં જ પાપના ઉદયથી તીવ્ર વેદનાવાળા ઘણાં રોગની પીડાઓથી ઘેરાયો, તેથી વિલાપ કરે છે, આક્રંદ કરે છે, પોકારો કરે છે, ચિકિત્સા કરાવે છે છતાં અધિક વેદનાઓથી પકડાય છે. લોક પણ માનતાઓને કરે છે કે દેવતાના તેજથી અને મહાસતીઓના શીલથી આ એક રાજા આ જીવલોકમાં ન જીવે (ન બચે) એ પ્રમાણે લોકો બોલે છતે તે રાજાએ રાજ્યધુરામાં સમર્થ ઘણાં બુદ્ધિવાળા વિનીત એવા જયાનંદ નામના પોતાના પુત્રને રાજ્ય સોંપીને તેને બાહુથી પકડીને શપથપૂર્વક કહ્યું કે હે પુત્ર તારે તેવું કાર્ય કરવું જેથી લોકવડે હું પ્રશંસનીય બનું. આ પ્રમાણે કહીને તે ઘોર વેદના સમુદ્ધાતમાં પડ્યો. સર્વપણ તે દ્રવ્યને છોડીને નંદરાજા મરણ પામ્યો. પિતાના વચન રૂપી સંકટમાં પડેલા પુત્રે વિચાર્યું કે શું ખરેખર પિતાવડે એવું કોઈ શભકાર્ય કરાયું છે જેથી લોક તેની પ્રશંસા કરે. (૭) એ પ્રમાણે વિચારતો અદૃષ્ટ ભાવવાળો જયાનંદ પણ પોતાની બુદ્ધિથી સમગ્ર જળાશયો પર ચોકી પેરો મૂકે છે તેથી લોક કહે છે કે આ શું ? આથી રક્ષક પુરુષો કહે છે કે હમણાં પાણીનો પણ કર આપો તો તમને પાણી પીવા અને ઘરે લઈ જવા મળશે. તેથી લોકો કહે છે કે આનાથી તો નંદ જ સારો હતો તેણે ધન લેવા છતાં પણ પાણી પર પ્રતિબંધ કર્યો ન હતો. આ પ્રમાણે જયાનંદ લોકમાં સર્વત્ર પિતાની પ્રશંસા કરાવીને પિતાના વચનના ઋણથી મુક્ત થાય છે. અને પછી સર્વ નવા કર સ્થાનોને દૂર કરે છે અને ઉદાર ચિત્તથી સર્વત્ર ધનનો વ્યય કરે છે. નીતિથી પ્રજાનું પાલન કરે છે સર્વપણ લોક ધનધાન્યથી સમૃદ્ધ થયો. તે નીતિ તત્પર રાજા થયો ત્યારે સર્વત્ર લોક આનંદ પામે છે. આમ ધનથી નંદરાજાનું રક્ષણ (કલ્યાણ) ન થયું અને અહીં પણ ધન છોડીને ગયો અને ધનના કારણે થયેલા પાપોથી સંસારના અનંત દુ:ખોને અનુભવશે. ૧૪
(આ પ્રમાણે નંદનું કથાનક સમાપ્ત થયું.)
કુચિકર્ણની કથા મગધ દેશમાં સુઘોષ નામનું પ્રખ્યાત ગામ હતું જેમાં ઘણાં ધનવાળો તથા નિધન પણ લોકો વસે છે. તે ગામમાં અતિસમૃદ્ધ કુચિકર્ણ નામનો ગાથાપતિ વસે છે. અર્જુન જેમ કૃષ્ણને વિશે હંમેશા રાગવાળો હોય છે તેમ કુચિકર્ણ પણ હંમેશા ગાયોના વૃંદવિશે રાગવાળો રહે છે અને તેણે ક્રમથી લાખો ગાયોને મેળવી અને