________________
૨૫૪
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
કુમાર ભક્તિમાં (ભાગમાં) કોઈ મોટો દેશ આપ્યો અને તેણે પોતાના ભુજાના બળથી પરદેશને જીત્યો. પછી રામ રાજા હંમેશા ગીતો સાંભળે છે સ્વયં પણ ગીતો ગાય છે અને સ્વયં પણ નવા ગીતો બનાવીને ડુબાદિને શીખવે છે અને ડુંબોની સાથે ભેગો થઈને રહે છે અને ચાંડાલો ક્ષણ પણ તેના પડખાને છોડતા નથી. (૨૮)
એ પ્રમાણે ગીતોમાં આસક્ત થયેલો એવો તે રાજ્યકાર્યોની ચિંતા કરતો નથી. મંત્રીઓના વચનોને ગણતો નથી. વૃદ્ધોના ઉપદેશને સાંભળતો નથી. પછી તરુણ સુસ્વર ચાંડાલણીઓની સાથે સંગ વધે છતે આ ભવ અને પરભવના દુઃખોને અવગણીને અનાચાર સેવે છે. પછી નગરની બહાર ઉપવનથી વીંટળાયેલા અતિવિશાળ મહેલને કરાવે છે અહીં અલગ રહેલો ડુબીઓને સેવે છે તેઓના ગીતો સાંભળે છે, સ્વયં ગાય છે. એ પ્રમાણે પ્રસંગ પામીને ડુબાઓ આખા નગરને પણ હંમેશા વટલાવે છે. (૩૩)
અને આ બાજુ વિક્રમ અને પ્રતાપથી યુક્ત તેનો નાનો ભાઈ લોકમાં મોટી પ્રસિદ્ધિને પામ્યો. પછી નગર જનોની સાથે મંત્રી સામંત મંડળી મળીને મહાબલ નામના નાનાભાઈની પાસે ગયા. રામરાજાની સમગ્ર પણ ચેષ્ટાને કહીને, અહીં બોલાવાયેલો મહાબલ શીધ્ર જ ત્યાં આવી પહોંચ્યો. રામ રાજાને એકાંતમાં બોલાવીને અનેક હેતુ-દૃષ્ટાંત-ઉક્તિવાળા વચનોથી શિખામણ આપે છે. પછી જેટલામાં આ ન સમજાવી શકાય તેવો વૃદ્ધ, મૂઢ અને પરવશ છે એમ જાણ્યું ત્યારે હાથથી પકડીને જીવતો જ બહાર કઢાયો અને લોકોએ રાજ્યપર મહાબલની સ્થાપના કરી. જનમાન્ય એવો તે ન્યાય-ધર્મ અને પરાક્રમથી રાજ્યનું પાલન કરે છે. રાજ્યથી ભ્રષ્ટ થયેલો રામ પણ ઇચ્છિત ડુબીની સાથે દેશોમાં ભિક્ષાને માટે ભમે છે અને સર્વ લોકવડે ધિક્કારાય છે.
હવે કોઈ વખતે રામ જે ટુંબની ડુંબીને લઈ ગયો હતો તે ડેબે કતરણીથી (કાતરથી) હણીને મારી નાખ્યો. મરીને તે હરણ થયો અને તે ભવમાં શ્રવણેન્દ્રિયને અત્યંત વશ થયેલો આસક્ત તૃણ અને પાણીને છોડીને સ્ત્રીઓના સંગીતના ધ્વનિને સાંભળે છે અને કોઈક વખત બાણથી શિકારીએ તેને હણ્યો. (૪૧) અને તે પોતાના ભાઈ મહાબલ રાજાના પુરોહિતનો પુત્ર થયો અને તે ભાવમાં પણ શ્રવણેન્દ્રિયમાં ગાઢ આસક્ત થયેલ ભટકતો યૌવનને પામ્યો અને પૂર્વભવના સંબંધથી તે મહાબલ રાજાને કંઈક પણ ઇષ્ટ છે અને તે ભવમાં પણ યથાવસર ગવાતા ગીતોને સાંભળે છે. પછી ક્યારેક રાત્રીમાં રાજા પલંગ પર રહેલો છે ત્યારે ડુબાદિ સરસગીતોને ગાય છે ત્યારે પાસે રહેલા પુરોહિતપુત્રને રાજાએ કહ્યું કે મને અહીં જ્યારે ઊંઘ આવી જાય ત્યારે તારે આ લોકને વિસર્જન કરીને પોતાને ઘરે જવું. પછી તે રાત્રી પસાર થાય છે ત્યારે પણ કાનને સુખ આપનારા ગીતને સાંભળતા આણે રાજાની આજ્ઞાનું પાલન ન કર્યું. પછી તેનું ઘર જાગી ગયું. ત્યારે તે ગાયક લોકોને ઘરે મોકલે છે અને ગુસ્સે થયેલો રાજા પ્રભાતે તે બાહ્મણને ઉઠાળીને બંધાવીને ઉકળતા તાંબા તથા તેલાદિને તેના કાનમાં રેડાવે છે અને ઘણી વિડંબના કરીને મરાવીને પછી તે રાજા ઘણાં પશ્ચાત્તાપને કરે છે અને પોતાને નિંદે છે. જુઓ ! થોડા પણ અપરાધમાં મારાવડે કેવું પાપ કરાયું? ક્યારેક તેણે અતિશય જ્ઞાનીને વંદન કર્યું. તેની પાસે ધર્મ સાંભળીને અવસરે આ પ્રમાણે પૂછે છે કે હે ભગવન્! થોડા અપરાધમાં પણ આ પુરોહિત પુત્ર મારાવ કેમ મરાયો ? અથવા એ પ્રમાણે મરાવાયો છતાં હૈયામાં આટલો પશ્ચાત્તાપ તથા તેના વિશે આટલી પ્રીતિ કેમ થઈ ? ભગવંતે કહ્યું કે આજ્ઞાના સારથી (બળથી) તારા વડે તે નિગ્રહ કરાયો અને તારો પૂર્વભવનો ભાઈ હતો જેથી તને પ્રીતિ અને પશ્ચાત્તાપ થયા. હે ભગવન્! તે કેવી રીતે ? એ પ્રમાણે પુછાયેલા કેવળી ભગવંત રામ ભવથી માંડીને તેનું સર્વ ચરિત્ર કહે છે તેને સાંભળીને સંવેગને પામેલો રાજા વિચારે છે કે અહો ! ભવસાગરમાં પરિભ્રમણ કરતા જીવો કેવા અકાર્યમાં પ્રવૃત્ત થાય છે અને અપરાધના