________________
ભવ ભાવના પ્રકરણ ભાગ -૨
માયાવી જેમ જેમ ઘણાં કૂટ પ્રપંચોથી લોકને ઠગે છે તેમ તેમ ઘણાં કર્મમળને ગ્રહણ કરે છે તથા સંસારરૂપી ઘોર સાગરને બાંધે છે. (૪૩૬)
૨૪૬
લોભથી હરાયેલ મનવાળા જીવનું કાર્ય સિદ્ધ થતું નથી તથા પાપને આચરે છે. ગલને ગળીને જેમ માછલો નાશ પામે છે તેમ અતિલોભથી જીવ પ્રાણ ગુમાવે છે. (૪૩૭)
पाठसिद्धा एव ।। अथ क्रोधादीनां चतुर्णामपि क्रमेणोदाहरणान्याह - હવે ક્રોધાદિ ચારેય કષાયોના પણ ક્રમથી ઉદાહરણો બતાવે છે.
कोहंमि सूरविप्पो मयम्मि आहरणमुज्झियकुमारो । मायाइ वणियदुहिया लोभम्मि य लोभनंदो त्ति ।। ४३८ । ।
क्रोधे सुरविप्रः माने आहरणं उज्झितकुमारः
मायायां वणिग्दुहिता लोभे च लोभनंद इति ।।४३८ ।।
ગાથાર્થ : ક્રોધમાં સૂવિપ્રનું ઉદાહરણ છે, મદમાં ઉતિ કુમારનું ઉદાહરણ છે, માયામાં ણિકપુત્રીનું તથા લોભમાં નંદનું ઉદાહરણ છે. (૪૩૮)
क्रोधे सूरविप्र उदाहरणं, तद्यथा -
ક્રોધ વિશે સુરવિપ્રનું ઉદાહરણ છે તે આ પ્રમાણે -
સૂરવિપ્રનું ઉદાહરણ
વસંતપુર નામનું નગર છે જ્યાં સરોવ૨માં ચંદ્રની સફેદકાંતિ જેવા કુમુદો અને ઘરોમાં અસંખ્ય મોતીઓ શોભે છે. કનકપ્રભ નામનો રાજા તેનું પાલન કરે છે અને સોમયશ તેનો પુરોહિત છે. ચાર વેદમાં પારંગત સૂર નામનો તેનો પુત્ર છે જે બીજા શાસ્ત્રોમાં પણ નિપુણ છે અને ઘણાં ગુણોથી સમૃદ્ધ છે. (૩) પરંતુ તે મહાક્રોધી છે કોઈની સાથે સરળતાથી બોલતો નથી એ પ્રમાણે ઘીથી સિંચાયેલા અગ્નિની જેમ ક્રોધથી બળતો રહે છે. વ્યાક્ષિપ્ત ચિત્તવાળા પિતાની સાથે રાજાની પાસે જાય છે ત્યારે કોપથી પિતાની સાથે કર્ણને કટુક વચનો બોલે છે. (૫)
હવે પિતા મરણ પામે છતે આ નિષ્ઠુરતાને પામેલો છે એમ જાણીને રાજાએ તેને પિતાનું પદ ન આપ્યું અને બીજા બ્રાહ્મણને પિતાનું પદ આપ્યું. પછી સૂર ક્રોધથી ધમધમતો કુટુંબની સાથે હંમેશા ઝગડા કરતો રહે છે. સર્વકુટુંબ તેનાથી વિરક્ત થયું અને તે કોઈપણ રીતે સર્વ સ્ત્રીઓ કરતાં અધિક રૂપવાળી સ્ત્રીને પરણ્યો.
હવે ભુવનને મોહિત કરનાર એવા યૌવનને પામેલી, ઘરના ઝરૂખામાં બેઠેલી એવી સૂરની સ્ત્રી એક વખત રાજાને જોતી રહે છે. રાજા પણ ભાગ્યના વશથી તેને જુવે છે. પછી મોહિત થયેલો રાજા પણ તેને ગ્રહણ કરવા સૂરના છિદ્રોને જુવે છે. સૂર હંમેશા પાડોશીઓની સાથે ઝગડે છે. પરંતુ સૂર અતિ ગુસ્સે થયેલ છે તેથી તેઓ તેને કંઈપણ કહેતા નથી ત્યારે તેઓએ કોઈપણ રીતે રાજાના મનના ભાવને જાણ્યો. એક પાડોશીએ રાજાને જઈને કંઈપણ કહ્યું એટલે સૂરે લાકડી લઈને તેનું માથું ભાંગ્યું પછી તેણે રાજાને ફરીયાદ કરી. રાજાએ પણ તેનું સર્વસ્વ હરણ કર્યું અને પત્નીને લઈને અંતઃપુરમાં નાખી. પછી રાજા ઉપર ગુસ્સે