________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
૨૩૯
ઉપયોગ ધર્મમાં કર્યો. શ્રેષ્ઠ રત્નના કરંડીયાની જેમ હંમેશા પણ આ શરીર મને ઇષ્ટ હતું તેથી તેનો ઉપયોગ પણ હમણાં ધર્મમાં કરું. યત્નથી સારી રીતે પણ રક્ષણ કરાયેલું જે આ શરીર રોગોથી પીડિત કરાય છે તથા જરાથી જર્જરિત કરાયેલુ આ શરીર મૃત્યુવડે નાશ કરાય છે. ધર્મની અંદર આ શરીરનો ઉપયોગ કરવો તે જ લાભ છે એ પ્રમાણે વિચારીને સુગુરુની પાસે માતાપિતાની સહિત જ વ્રતને ગ્રહણ કરે છે અને વિપુલ તપને કરે છે કાળક્રમે તે સિદ્ધ થયો અને માતાપિતા દેવલોકમાં ગયા. (૩૧) તેની સમાપ્તિમાં આ છઠ્ઠી અશુચિ ભાવના પુરી થઈ.
तदेवं संसारस्य दुःखात्मकतां शरीरस्याशुचितां च परिभाव्य धर्मध्यानमेव ध्यायेत्, तश लोकस्वभावमेव भावयतो भवतीति सप्तमी लोकस्वभावभावनामभिधित्सुराह -
તેથી આ પ્રમાણે સંસારની દુઃખ સ્વરૂપતાનું અને શરીરની અશુચિતાનું પરિભાવન કરીને ધર્મધ્યાન જ કરવું જોઈએ અને તે ધર્મધ્યાન લોકસ્વભાવ ભાવનાને ભાવતા જ થાય છે. એટલે સાતમી લોકસ્વભાવ ભાવનાને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
(ાથ સ્વભાવમાવના) चउदसरज्जू उड्डायओ इमो वित्थरेण पुण लोगो । कत्थइ राखं कत्थ वि य दोनि जा सत्त रज्जूओ ।।४२६।। चतुर्दशरज्जुक ऊर्ध्वायतोऽयं विस्तरेण पुनर्लोकः
कुत्रचिद्रज्जु क्वापि च द्वे यावत् सप्त रज्जवः ।।४२६।। ગાથાર્થ: આ લોક ચૌદ રજુ ઊંચો છે અને પહોળાઈથી ક્યાંક એક રજુ ક્યાંક બે રજુ યાવત્ સાત રજ્જુ પ્રમાણ છે.
सप्तमनरकपृथिव्या अधस्तलादारभ्योर्ध्वायतो-दीर्घोऽसौ लोकश्चतुर्दशरजुको भवति, विस्तरेण पुन: क्वापि तिर्यग्लोके सिद्धिक्षेत्रप्रदेशे चैकरजुर्भवति, क्वचित्तु रजुद्वयं त्रयं यावत् सप्तमनरकपृथिव्यां विस्तरेण सप्त रजवो भवन्तीति ।। यदि नामैवं प्रमाणो लोकः ततः किमित्याह -
ટીકાર્થ : સાતમી નરક પૃથ્વીની નીચેના તળથી માંડીને ઉપર આ લોક ચૌદ રજ્જુ પ્રમાણ થાય છે. વિસ્તાર (પહોળાઈ)થી ઓ લોક તિચ્છલોક તથા સિદ્ધક્ષેત્ર પ્રદેશમાં એક રજ્જુ પ્રમાણ થાય છે ક્યાંક બે રજુ, ક્યાંક ત્રણ રજૂ યાવત્ સાતમી નરકપૃથ્વીમાં સાત રજુ પ્રમાણ વિસ્તારવાળો થાય છે. જો એટલા પ્રમાણવાળો લોક છે તો તેથી તમારે શું કહેવાનું છે ? તેને કહે છે
निरयावाससुरालयअसंखदीवोदहीहिं कलियस्स । तस्स सहावं चिंतेज धम्मझाणत्थमुवउत्तो ।।४२७।। निरयावाससुरालयासंख्यद्वीपोदधिभिः कलितस्य
तस्यस्वरूपं चिंतयेत् धर्मध्यानार्थमुपयुक्तः ।।४२७।। ગાથાર્થ : ધર્મધ્યાન માટે ઉપયુક્ત જીવે નરકાવાસ - દેવલોક - અસંખ્ય દ્વીપ સમુદ્રોથી યુક્ત એવા લોકના સ્વભાવનું ચિંતવન કરવું જોઈએ. (૪૨૭)