________________
ભવ ભાવના પ્રકરણ ભાગ-૨
:
ગાથાર્થ : સ્ત્રીના સ્રોત સ્થાનો અગીયાર છે અને પુરુષના સ્રોત સ્થાનો નવ છે એથી હાડકાં-માંસમળ-રુધિરના સમૂહ રૂપ શ૨ી૨માં શુચિપણું કેવી રીતે હોય ? (૪૨૦)
द्वौ कर्णौ द्वे चक्षुषी द्वे घ्राणविवरे मुखं स्तनौ पायूपस्थे चेत्येवमेकादश श्रोत्राणि स्त्रिया भवन्ति, स्तनवर्जाणि शेषाणि नव पुरुषस्य । इत्येवमस्थ्यादिसंघातरूपं शरीरे किं नाम स्वरूपतः शुचित्वं ? न किंचिदित्यर्थः । यदि नाम शरीरं स्वरूपतः केवलाशुचिवस्तुसंघातरूपं ततः किमित्याह
ટીકાર્થ : બે કાન, બે આંખ, બે નાક, મુખ, બે સ્તન અને મૂત્ર દ્વાર તથા મળ દ્વાર એમ સ્ત્રીઓના અગીયાર સ્રોત હોય છે બે સ્તન છોડીને પુરુષના નવદ્વાર હોય છે. એ પ્રમાણે હાડકાદિના સંધાત સ્વરૂપ શરીરમાં શું સ્વરૂપથી પવિત્રતા હોય છે ? અર્થાત્ કંઈપણ પવિત્રતા નથી એમ કહેવાનો ભાવ છે.
હવે જો શરીર સ્વરૂપથી ફક્ત અશુચિ વસ્તુઓના સંધાત રૂપ છે એમ કહીને શું કહેવાનું થાય છે ?को कायसुणयभक्खे किमिकुलवासे य वाहिखित्ते य ।
देहम्मि मनुविरे सुसाणठाणे य पडिबंधो ? ।।४२१।।
कः काकश्वभक्ष्ये कृमिकुलावासे च व्याधिक्षेत्रे च देहे मृत्यु विधुरे स्मशानस्थाने च प्रतिबन्ध: ? ।।४२१।।
૨૩૫
ગાથાર્થ : કાગડા અને કૂતરાના ભક્ષણ રૂપ, કૃમિના સમૂહના વાસ રૂપ, વ્યાધિઓના એક ક્ષેત્ર રૂપ, મૃત્યુથી પીડિત અને સ્મશાનના સ્થાનરૂપ શરીરમાં રાગ કેવો ?
ततो जिनवचनवासितान्त: करणानां देहे कः प्रतिबन्धः स्यात् ?, न कश्चिदित्यर्थः । कथम्भूते देहे ? इत्याह काककुक्कुरादिभक्ष्ये केवलकृमिकुलावासे समस्तव्याधिक्षेत्रे मृत्युविधुरे-मरणावस्थायां निःशेषकार्यकरणाक्षमे पर्यन्ते स्मशाने स्थानं यस्य तत्तथा तस्मिश्चैवंभूत इति ।। एवं च नाम देहस्याशुचित्वं येन तत्सम्बन्धे अन्यछुभमपि वस्तु अशुचित्वं प्रतिपद्यत इति दर्शयति
-
-
ટીકાર્થ : તેથી જિનવચનથી ભાવિત થયું છે મન જેઓનું એવા જીવોને શરીર પર રાગ કેવો હોય ? અર્થાત્ કંઈપણ રાગ ન હોય. શરીર કેવું છે ? શરીર કાગડા-કૂતરાઓનું ભક્ષ્ય છે. શરીર કૃમિઓના સમૂહને રહેવાનું ઘર છે. શરીર બધા રોગોનું ક્ષેત્ર (ઉત્પત્તિ સ્થાન) છે, મરણવખતે સર્વ કાર્યો ક૨વા અસમર્થ છે અને અને અંતે જેનું સ્થાન સ્મશાનમાં છે એવું શરીર હોવા છતાં કોને રાગ થાય ?
वत्थाहारविलेवणतंबोलाईणि पवरदव्वाणि ।
होंति खणेण वि असुईणि देहसंबन्धपत्ताणि ।।४२२ ।।
અને આ પ્રમાણે શ૨ી૨નું અપવિત્રપણું છે જેથી શરીરના સંબંધમાં બીજી શુભવસ્તુઓ પણ અશુચિપણાને પામે છે. તેને બતાવે છે
* અન્ય ગ્રંથોમાં સ્ત્રીના સ્રોત સ્થાનો બાર છે એમ કહેલું છે તેનો ભાવ એ છે કે મનુષ્ય સ્ત્રીઓ વિશે યોનિદ્વાર અલગ હોવાથી સ્રોત સ્થાનો બાર થાય છે અને પ્રાય: તિર્યંચસ્ત્રીઓ વિશે તેમજ દેવીઓમાં મૂત્ર દ્વાર અને યોનિદ્વાર અલગ નહીં હોવાની અપેક્ષાએ અગીયાર સ્રોત સ્થાનો છે. જોકે દેવીઓના શરીરમાંથી મનુષ્ય સ્ત્રી અને તિર્યંચ સ્ત્રીની જેમ અશુચિ નીકળતી નથી છતાં તેના સ્થાનો શરીરમાં રહેલા છે.