________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
૨૫
ગુરુનો પ્રત્યેનીક થૈયેલ છપ્રસ્થમાં જ કાળ પામેલો છે. અહીં શ્રી વીરજિનેશ્વર જ ચોવીસમાં તીર્થકર છે” એ પ્રમાણે શિખામણ આપીને પૂર્વે કરેલ વિવિધતાથી અને શ્રમણ્યના પ્રભાવથી કાળ કરીને અચુત કલ્પમાં દેવ થયો. ત્યાંથી ચ્યવીને વિંધ્ય પર્વતની તળેટીમાં શતદ્વાર નગરમાં મહાપદ્મ નામે રાજા થશે ત્યાં પણ તે સાધુઓનો પ્રત્યેનીક તથા ઘાતક થશે. તિરસ્કૃત કરાયેલા સુમંત્રમુનિવડે ત્યાં તેજોલેશ્યાથી બાળીને મરણ પામેલો સાતમી નરકમાં નારકી થઈને, માછલાદિ ભવોમાં જઈને પછી ફરીફરી જ નરકમાં ઉત્પન્ન થઈને તથા સર્વત્ર તિર્યંચ ભવોમાં દાહથી બળેલો અને શસ્ત્રથી છેદાયેલો મરશે.
એ પ્રમાણે અનંતકાળ પછી કોઈક રીતે મનુષ્ય જન્મ પામશે. વેશ્યા અને બ્રાહ્મણીના ભવોમાં ઉત્પન્ન થયેલો મનુષ્યભવને નિષ્ફળ કરશે. ત્યાર પછી ક્યારેક બોધિને મેળવીને તથા દક્ષા લઈને અંતે શ્રમણ્યને વિરાધીને ભવનપતિ નિકાયમાં અગ્નિકુમારને છોડીને બાકીના આઠમાં ઉત્પન્ન થઈને એક વાર જ્યોતિષમાં જશે પછી અવિરાજિત શ્રમણ્યવાળો તે સૌધર્મ દેવલોકમાં દેવ થશે. પછી સનતકુમારમાં, પછી બ્રહ્મલોક કલ્પમાં, પછી શુકમાં, આનતમાં, આરણમાં, સવાર્થ સિદ્ધમાં ઉત્પન્ન થશે. (૮૫) એ પ્રમાણે અપાઈપુદ્ગલ પરાવર્તન કાળ જેટલો સંસાર ભમીને સવાર્થસિદ્ધથી ઔવેલ મહાવિદેહ ક્ષેત્રમાં સુકુળમાં ઉત્પન્ન થયેલો દઢ પ્રતિજ્ઞાવાળો કુલપુત્ર દીક્ષા લઈને ઉગ્રતપ કરીને, કેવળજ્ઞાનને મેળવીને, પોતે કરેલી તીર્થંકરની આશાતનાને તથા ઋષિઘાતના પાપને જાણીને જોઈને પોતે અનુભવેલ તીવ્ર વિપાકને સકળ સંઘને કહેશે. * એ પ્રમાણે ગુરુ એવા તીર્થકર અને મુનિઓની આશાતના દુ:ખના ફળવાળી છે, તમે કોઈપણ આશાતના કરશો નહીં એ પ્રમાણે ત્યાં કહીને કર્મ ખપાવીને સિદ્ધ થશે. એ પ્રમાણે લેશથી ગોશાળાનું ચરિત્ર કહ્યું. વિસ્તારના અર્થીએ ભગવતી સૂત્રમાંથી જાણવું.
तस्मात् देवगतावपि न कांचित् सारतां पश्यामः, किं सर्वथा ?, नेत्याह - પ્રશ્નઃ તેથી દેવગતિમાં પણ કંઈપણ સારતા દેખાતી નથી, શું સર્વથા સારતા નથી ? ઉત્તર : ના, સર્વથા અસારતા નથી, નીચેની ગાથાથી ઉત્તર આપે છે.
तम्हा देवगईए जं तित्थयराण समवसरणाई । कीरइ वेयावचं सारं मन्नामि तं चेव ।।३९८ ।। तस्मात् देवगतावपि यत् तीर्थकराणां समवसरणादि
क्रियते वैयावृत्यं च सारं मन्ये तत् चैव ।।३९८ ।। 'ગાથાર્થ : તેથી દેવગતિના ભવમાં તીર્થંકરાદિના સમવસરણાદિ રચાય છે અને જે વૈયાવચ્ચ કરાય છે તેટલું જ સાર છે એમ હું માનું છું.
सुबोधैव, तदेवं वर्णिता देवगतिरपि । अत्राह विनेयो-ननु वर्णितोऽयं भवद्भिश्चतुर्गतिकः संसारः, तदत्र किं चतसृष्वपि गतिषु सर्वे जीवा: आहोश्वित् केचित् क्वापि क्वचिदनुत्पन्नपूर्वा अपि प्राप्यन्त इति प्रासङ्गिकमाशंक्योत्तरमाह - 'ટીકાર્થ: ગાથાર્થ સુગમ છે એ પ્રમાણે દેવગતિનું વર્ણન કર્યું.