________________
૨૧૪
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
મહિવેદહની વિજયોમાં જે માગધ વગેરે તીર્થો છે તેના પાણી અને માટીને ગ્રહણ કરે છે તથા વિજયોની વચ્ચેની નદીઓના પાણીને ગ્રહણ કરે છે. પછી વક્ષસ્કાર પર્વત ૫૨ ભદ્રશાલ વનમાંથી તુવરાદિને ગ્રહણ કરે છે. પછી નંદનવન - સૌમનસ - તથા પંડકવનમાંથી ક્રમથી તુવરાદિ, સરસ ગોશીર્ષ ચંદન ગ્રહણ કરે છે અને સોમનસ વનમાં વિશેષથી સરસ સુરભિ ફુલોની માળાઓને ગ્રહણ કરે છે. પંડકવનમાંથી સુરભિ ગંધથી યુક્ત ગંધદ્રવ્યોને ગ્રહણ કરીને તુવરાદિની સાથે મિશ્રણ કરે છે એ પ્રમાણે સૂત્રોનો સંક્ષેપ અર્થ છે. અને અહીં સૂત્ર સૂચન કરનાર છે. અભિષેક યોગ્ય જ્વાદિ વસ્તુઓનો ક્રમ આ પ્રમાણે જોવાયો છે.
આભિયોગિક દેવો સ્વાભાવિક-વૈક્રિય-મણિ-રત્ન-સુવર્ણના કળશો અને શ્રૃંગારોને લઈને ક્ષીર સમુદ્રમાં જઈને પાણી અને વિશેષ જાતિના સર્વ કમળોને ગ્રહણ કરે છે. એ પ્રમાણે પુષ્ક૨વ૨ સમુદ્રમાં પણ ગ્રહણ કરે છે. પછી અઢી દ્વીપમાં ભરત-ઐ૨વતમાં જઈને માગધાદિ તીર્થોના પાણી અને માટીને ગ્રહણ કરે છે. પછી ગંગાસિંધુ-૨ક્તા-૨ક્તાવતી નદીઓના બંને કાંઠાની માટીને તથા પાણીને ગ્રહણ કરે છે. પછી હિમવત્ અને શિખરી પર્વતોપ૨ સર્વ પણ તુવર દ્રવ્યો, ગંધદ્રવ્યો, માલ્યો, સર્વ ઔષધિઓ અને સર્પપોને ગ્રહણ કરે છે. પછી પદ્મ તથા પુંડરીક સરોવ૨ના પાણી તથા વિશેષ કમળની જાતિઓને ગ્રહણ કરે છે. પછી હેમવત અને ઐરણ્યવતમાં રોહિતા અને રોહિતાંશા, સુવર્ણ કૂલા અને રૂપ્યકૂલા નદીઓના પાણી તથા માટીને ગ્રહણ કરે છે. પછી શબ્દાપાતિ અને માલ્યવત્ વૃત્ત વૈતાઢય ઉપર તુવરાદિને, પછી મહાહિમવન્ અને રુકિમપર્વતપર પણ તુવરાદિને પછી મહાપદ્મ મહાપૌન્ડરીક સરોવ૨માં પદ્મજાતિના કમળો સહિત પાણીને, પછી હરિવર્ષ અને રમ્યમાં હિર-હરિકાંતા, નરકાંતા – નારીકાંતા નદીના પાણીને તથા માટીને ગ્રહણ કરે છે. પછી વિક્ટાપાતિ અને ગંધાપાતિ વૃત્ત વૈતાઢ્ય ૫૨ તુવરાદિને પછી નિષધ અને નીલવંત પર્વતો પર તુવરાદિને પછી તિગિચ્છ અને કેશરી દ્રહોમાં પદ્મજાતિના કમળોથી સહિત પાણીને તથા પૂર્વ-પશ્ચિમ મહાવિદેહમાં રહેલી સીતા અને સીતોદા મહાનદીઓના પાણી અને માટીને, પછી વિજ્યોમાં રહેલા માગધાદિ તીર્થોના તથા વચ્ચેની મહાનદીઓના પાણી અને માટી, પછી સર્વ વક્ષસ્કાર પર્વતો અને મેરુ પર અને ભદ્રશાલવનમાં તુવરાદિને અને નંદનવનમાં તુવરાદિને તથા સ૨સ ગોશીર્ષ ચંદનને અને સૌમનસ વનમાં તુવરાદિ, ગોશીર્ષચંદન તથા દિવ્ય ફુલોની માળાને અને પાંડકવનમાં પણ આને જ ગ્રહણ કરે છે. તથા ઘણાં સુગંધી દ્રવ્યો લઈને તવરાદિની સાથે ભેળાં કરે છે તીર્થંકરના જન્મ વખતે પણ અભિષેક યોગ્ય પાણી વગેરે વસ્તુને ગ્રહણ ક૨વાનો ક્રમ આ જ છે. પછી આ બધું લઈને શું કરે છે ? તેને કહે છે -
तो गंतुं सट्ठाणं ठविडं सीहासणम्मि ते देवं । વરસુમવામચંતા રશ્ચિયપઙમવિજ્ઞાનેäિ રૂ૬૮।। कलसेहिं हवंति सुरा केई गायंति तत्थ परितुट्ठा । वायंति दुंदुहीओ पढंति बंदि व्व पुण अत्रे || ३६९।। रयणकणयाइवरिसं अन्ने कुव्वंति सीहनायाइं । इय महया हरिसेणं अहिसित्तो तोसमुट्ठेउं ।। ३७० ।। उदयमुयंगदुंदुहिरवेण सुरयणसहस्सपरिवारो । सोऽलंकारसभाए गंतुं गिण्हइ अलंकारे ।। ३७१ ।।