________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
अथ स विस्मितहृदयः चिंतयति दानं तपश्च शीलं च किं पूर्वभवे विहितं मया येन इयं सुरद्धिः ।।३५५।। इति उपयुक्तः पश्यति पूर्वभवं ततः इदं विचिन्तयति किमत्र मम कृत्यं प्रथमं ? ततः परिजनो भणति ।।३५६।। अष्टशतं प्रतिमानां सिद्धायतने तथैव सक्थीनि कृताभिषेकाः पूजयत स्वामिन् ! कृत्यानामिदं प्रथमं ।।३५७।। अथ स शयनीयात् उत्तिष्ठति परिहरति देवदूष्ययुग्मं मंगलतूर्यरवैः पठत्सुरवृन्दवृन्दैः ।।३५८।। हृदं समागच्छति करोति जलमजनं ततो विशति
अभिषेकसभां पुनः प्रदक्षिणयन् पूर्वद्वारेण ।।३५९।। ગાથાર્થ : દેવોનું જન્મસ્થાન શ્રેષ્ઠ રત્નોથી બનેલી ઉપપાદ સભા છે અને તે ઉપપાદ સભામાં મણિમય પીઠિકા ઉપર રત્નમય શિયન છે. (૩૫૦)
તેમાં કોમળ શ્રેષ્ઠ દેવદૂષ્યની અંદર દેવ ઉત્પન્ન થાય છે અને અંતર્મુહૂર્તકાળમાં સંપૂર્ણ અવગાહના વાળો થાય છે. (૩૫૧)
પછી તેજથી દિશાઓને ઉદ્યોત કરતો શ્રેષ્ઠરૂપને ધરનારો સૂઈને જાગેલાની જેમ ક્ષણથી ઊભો થયેલો નિકટમાં રહેલા દેવપરિવારને જુવે છે. (૩૫૨)
પછી સામાનિક દેવ વગેરે તેનો સર્વ પણ પરિજન અંજલિ જોડીને આવીને જય-વિજયથી અભિનંદે છે. (૩૫૩)
અને કહે છે કે દેવાનુપ્રિયવડે આ ઇન્દ્ર સમાન દેવ-ઋદ્ધિ પ્રાપ્ત કરાઈ છે. પોતાના પુણ્યોથી મળેલી રિદ્ધિને દેવ ઇચ્છા મુજબ ભોગવે. (૩૫૪).
પછી વિસ્મય હૃદયવાળો તે વિચારે છે કે પૂર્વભવમાં મારાવડે એવું કયું દાન, તપ કે શિયળ આરાધાયું છે જેથી આ ઋદ્ધિ મને પ્રાપ્ત થઈ. (૩૫૫).
એ પ્રમાણે ઉપયોગવાળો પૂર્વભવને જુએ છે પછી આ પ્રમાણે વિચારે છે કે તો અહીં મારે પ્રથમ શું કરવા યોગ્ય છે ? પછી પરિજન કહે છે કે – (૩૫૩)
સિદ્ધાયતનમાં રહેલી એકસો આઠ પ્રતિમાઓને તથા અભિષેક કરાયેલી દાઢાઓને હે સ્વામી !તમે પૂજો આ પ્રથમ કાર્ય છે. (૩૫૭)
પછી દેવ શૈયામાંથી ઊઠે છે, દેવદૂષ્ય યુગલને ધારણ કરે છે, મંગલ વાજિંત્રોના અવાજથી, બોલતા દેવોના બંદિતૃદોથી યુક્ત સ્વચ્છ સરોવર પાસે આવે છે, પાણીથી સ્નાન કરે છે, પછી અભિષેક સભામાં પ્રદક્ષિણા આપીને પૂર્વદ્વારથી પ્રવેશે છે. (૩૫૮-૩૫૯)