________________
૨૦૮
સજ્જનોની પણ કદર્થના કરાય છે, પાત્ર કે અપાત્ર અને ગુણ કે દોષની વિચારણા કરાતી નથી. જીર્ણ જિનભવનના ઉદ્ધારથી આનાવડે ઉપાર્જન કરાયેલા પુણ્યના વશથી અમારા સ્વામી વડે આને ધન અપાયું છે. તેના ભાઈઓ આના ધનને જોઈ શકતા નથી અને મત્સરથી વ્યાકુલ થયેલા અસંબંદ્ધ પણ પ્રલાપને કરે છે.” ઇત્યાદિ સાંભળીને વ્યાકુલ અને ભીયભીત થયેલો રાજા ધૂપદાની હાથમાં લઈને, શ્વેત-વસ્ત્રો અને આભરણો પહેરીને, સકળનગરના લોકોની સહિત ભુવનને છોડાવીને તે દેવોને ભક્તિથી વારંવાર જ્યાં સુધી ઉપશાંત થાય ત્યાં સુધી ખમાવે છે. (૫૭) પછી રાજા ભુવનના ભાઈઓને બોલાવીને નિગ્રહ કરે છે. ભુવન પણ રાજાના પગમાં પડીને આ પ્રમાણે કહે છે કે હે દેવ ! જો તમે આ મારા ભાઈઓનો નિગ્રહ કરો છો તો હું ઘરે નહીં જાઉં. આઓનો દોષ નથી મેં પૂર્વભવમાં કોઈને આળ આપ્યું છે તેનું મને હમણાં આ ફળ પ્રાપ્ત થયું છે. આત્મા લોકની અંદર પોતાના સુખદુઃખને કરનારો તથા હણનારો છે. (૬૦) એ પ્રમાણેના વચનોથી ભુવન પોતાના ભાઈઓને છોડાવે છે. રાજા ભુવનનું ઘણું સન્માન કરીને તેના ઘરે મોકલે છે. પછી રાજાના આગ્રહથી કેટલાક દિવસો ઘરે રહીને વૈરાગ્યથી પોતાના મોટા પુત્રને કુટુંબનો ભાર સોંપીને એક માસનું અનશન કરીને પૂર્વે કહેવાયેલો સૌધર્મ દેવ જે વિમાનમાં છે તે જ વિમાનમાં ભુવન દેવપણે ઉત્પન્ન થયો ત્યાંથી આવીને બંને પણ દેવો કર્મ ખપાવીને મહાવિદેહમાં સિદ્ધિને પામશે. (૬૪)
आह- ननु छद्यस्थसंयमादिभिर्देवेषूत्पन्नानां तेषां क उत्पत्तिक्रमः ? किं च स्वरूपमित्याशंक्याऽऽह પ્રશ્ન ઃ છદ્મસ્થ સંયમ આદિથી દેવોમાં ઉત્પન્ન થયેલાઓનો ઉત્પત્તિક્રમ શું છે ? અને તેઓનું સ્વરૂપ શું છે ?
ઉત્તર ઃ ઉપરની શંકાઓનો ઉત્તર નીચેની ગાથાઓથી જણાવે છે.
ભવ ભાવના પ્રકરણ ભાગ -૨
उप्पण्णाय य देवेसु ताण आरम्भ जम्मकालाओ ।
उप्पत्तिको भन्न जह भणिओ जिणवरिंदेहिं । । ३४९ ।।
उत्पन्नानां च देवेषु तेषामारभ्य जन्मकालात्
उत्पत्तिक्रमो भण्यते यथा भणितो जिनवरेन्द्रैः ।।३४९।।
सुगमा ।। यथाप्रतिज्ञातमेवाऽऽह હવે પ્રતિજ્ઞા મુજબ જ કહે છે
ગાથાર્થ : દેવભવમાં ઉત્પન્ન થયેલા દેવોના જન્મથી માંડીને ઉત્પત્તિક્રમ જેમ જિનેશ્વરોવડે કહેવાયો
છે તેમ જણાવાય છે. (૩૪૯)
-
-
उववायसभा वररयणनिम्मिया जम्मठाणममराणं । ती मज्झे मणिपेढियाए रयणमयसयणिज्जं ।। ३५० ।। तत्थुववज्जइ देवो कोमलवरदेवदूसअंतरिए । अंतोमुहुत्तमज्झे संपुत्रो जायए एसो ।। ३५१ ।।