________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
૨૦૭
વીંટળાયેલી, શ્રેષ્ઠ રૂપવાળી, આસ્થાન સભામાં બેઠેલી એક દેવીને જુવે છે. ગૌરીના અવાજથી જેમ મહાદેવ શંકર આકર્ષિત થાય તેમ તે યોગી દેવીના રૂપથી આક્ષિપ્ત થયો. પછી પોતાને અરણ્યમાં પૃથ્વીને ખોતરતો (ખોદતો) જુએ છે અને અસંક્ષુબ્ધ ભુવન દેવીનો તિરસ્કાર કરીને આગળ ગયેલો કનકસભામાં રહેલા શ્રેષ્ઠ રત્નાસન પર દેવોથી સેવાયા છે ચરણ રૂપ કમળ જેના એવા મહદ્ધિક શ્રેષ્ઠ દેવને જુવે છે. પછી તે દેવે સંભ્રમના વશથી અભ્યત્થાન કરીને અંજલિ જોડીને પોતાના આસનના દાનથી ભુવનને આમંત્રીને વિનયથી કહ્યું કે હું સૌધર્મ દેવલોકનો દેવ છું અને અહીં ક્રિીડા માટે આવ્યો છું. (૨૯) કાંપીત્યપુર નગરમાં જે જિનભવન તારા વડે જીણોદ્ધર કરાયો છે તે પૂર્વભવમાં મારા વડે જ નિર્માણ કરાયું હતું તેથી તેના જીર્ણોદ્ધારમાં હું ઘણો ખુશ થયો છું. અહીં તે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું છે. જેથી તે ભદ્ર ! તને અહીં વિભવમાં કોઈપણ ન્યૂનતા નહીં આવે.
એ પ્રમાણે દેવતાઈ વચનો સાંભળીને જેટલામાં ભુવન ત્યાં કંઈપણ બોલે તેટલામાં સુવર્ણ અને રત્નમય મહેલમાં ગંગા નદીના કાંઠા સમાન પલંગની અંદર પોતાને બેઠેલો જુવે છે. પછી ઊભો થઈને જેટલામાં સર્વ દિશાઓનું નિરીક્ષણ કરે છે તેટલામાં ચારે બાજુથી રત્નના ઢગલાઓ જુવે છે તથા ઘણાં અમૂલ્ય વસ્ત્રો અને પાર વિનાના ધન, ધાન્ય અને સુવર્ણને જુવે છે. (૩૪) શું આ ઇન્દ્રજાળ છે? અથવા શું આ સ્વપ્ન છે? કારણ કે ગુફા પણ દેખાતી નથી, તે દેવ પણ દેખાતો નથી, તેની સભા પણ દેખાતી નથી. બધું બીજું જ દેખાય છે. એ પ્રમાણે વિચારતા તેને આકાશમાં રહેલા દેવો કહે છે કે સૌધર્મ દેવલોકના દેવે ખુશ થઈને આ તને આપ્યું છે અને ગુફામાંથી લાવીને કાંપીત્યપુરમાં તું અમારાવડે મુકાયો છે તથા અમે સૌધર્મદેવવડે તારી આજ્ઞાને કરવા નિમાયા છીએ તેથી પોતાના જ પુણ્યોથી પ્રાપ્ત થયેલ આ ધનને ભોગવ. પછી ભુવન પણ વિલાસને કરે છે અને ત્યાં ધનના સમૂહનો વ્યય કરે છે અને કાળે કરીને તેનો પિતા ધન રહિત થયો અને ભાઈઓ પણ દરિદ્ર થયા તેથી ભુવન તેઓને પોતાની પાસે બોલાવે છે તો પણ તેના ભાઈઓ મિથ્યાભિમાનથી તેની પાસે રહેતા નથી. પણ માતા પિતા તેના ઘરે સુખેથી રહે છે. અલગ રહેલા ભાઈઓને પણ તે વિપુલ ધન આપે છે. સ્વજન વર્ગનો ઉદ્ધાર કરે છે, દીનોને દાન આપે છે. જીર્ણોદ્ધારમાં સવિશેષ ધનનો વ્યય કરે છે. ધાર્મિક જનનું વાત્સલ્ય કરે છે, સર્વ સાધુઓને વાંદે છે એ પ્રમાણે વિનયથી હંમેશા વર્તતા ગુણના એક સ્થાન એવા ભુવનના અવર્ણવાદને તેના ભાઈઓ મત્સરના વશથી ગ્રહણ કરે છે. (બોલે છે.) પાતળા થયા છે કષાયો જેના એવો ભુવન પણ અવર્ણવાદને બોલતા ભાઈઓને પણ હંમેશા ધન આપે છે અને તેઓના કાર્યોને કરી આપે છે. (૪૪) - પછી ધનથી, પુત્રથી તથા પરિજનથી વૃદ્ધિ પામતા ભુવનને જોઈને મત્સરથી વ્યાકુલિત થયેલો મોટોભાઈ તેને સહન નહીં કરતો રાજાની પાસે જઈને ફરીયાદ કરે છે કે તમારા પૂર્વ પુરુષોના વિપુલ નિધાનોને ભુવને ગ્રહણ કર્યા છે તથા લોભથી ગ્રસ્ત થયેલ ભુવન તત્ત્વના પરમાર્થને જાણતો નથી. રાજા પણ ભુવનને | પકડાવીને પોતાની પાસે બોલાવે છે. રાજા વઢીને (ઠપકો આપીને) પૂછે છે કે ધંધા વિનાના તારી પાસે ધન
ક્યાંથી આવ્યું ? ભુવન વિચારે છે કે મારે અહીં રાજાને શો જવાબ આપવો કેમકે યથાસ્થિત કહીશ તો પણ આ મારા ઉપહાસને જ કરશે તેથી તેને જે ગમે તે મારું ભલે કરે. (૪૯)
જેટલામાં ભુવન જવાબ આપતો નથી તેટલામાં કોપને પામેલો રાજા તેના વધની આજ્ઞા કરે છે. પછી આરક્ષક તેને બહાર લઈ જઈને જેટલામાં હણે તેટલામાં સૌધર્મ દેવવડે ભુવનના કાર્યમાં નિમાયેલા દેવો નગરની ઉપર અતિમોટી શિલાને વિદુર્વે છે. અને કહે છે કે “અનાચારમાં તત્પર એવા લોકોનો જે આવો હણવાનો વિચાર જ્યાં વર્તે છે તે નગરને રાજા સહિત અમે ચૂરી નાખશું. મત્સરીઓના પણ વચનથી