________________
૨૦૬
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
ટીકાર્થ ? બીજા પણ ભદ્રિક મિથ્યાદૃષ્ટિ વગેરે જીવો ક્ષાંતિ વગેરે ગુણોથી યુક્ત ભુવનની જેમ દેવલોકમાં જાય છે. પણ આ ભુવન કોણ છે ? કહેવાય છે
ભુવનનું કથાનક કાંપીત્યપુર નામનું નગર છે જેમાં કૃષ્ણ પક્ષમાં રહેલો ચંદ્ર પણ ભવનોની ઘણી જ્યોસ્નાથી યુક્ત શુક્લ પક્ષનો હોય તેમ શોભે છે. તેમાં સર્વ કળાઓમાં કુશળ એવો કુશળ નામનો શ્રેષ્ઠી વસે છે. તેને ચાર પુત્રો છે, ભુવન નામનો પુત્ર સૌથી નાનો છે અને તેના ઘરે ઘણો વિભવ છે, સર્વે પુત્રો વ્યવસાયી છે પણ ભુવન રૂપસ્વી, વિનયી અને શીલ સંપન્ન છે. સર્વ દેવોને પ્રણામ કરે છે, સર્વ ધર્મોની પ્રશંસા કરે છે, અલ્પ કષાયવાળો, દયાવાળો તથા પ્રકૃતિથી સરળ એવો તે દીન, દુઃખી, સ્વજન તથા ભદ્રિક લોકો વગેરેને પણ નિત્ય સ્વવિભવ પ્રમાણે યથાયોગ્ય દાન આપે છે. (૫) પછી તેના સર્વ પણ ભાઈઓ તેના પર કચકચ કરે છે અને તેઓની સ્ત્રીઓ પણ કચકચ કરે છે તથા માતાપિતાને પણ ફરીયાદ કરે છે કે આ ભુવન સર્વ ધનને વેડફી નાખશે. પછી કોઈક વખતે ભાઈઓ સહિત ભેગાં મળીને પિતાએ કહ્યું કે દાન આપવાના સ્વભાવનો ત્યાગ કર અથવા અમારાથી જુદો રહે. પછી ભુવને કહ્યું કે દાન આપવાના સ્વભાવનો ત્યાગ કરવો શક્ય નથી તથા હું અલગ પણ નહીં થાઉં. પરંતુ તમારા આદેશને કરીશ. પછી પિતાએ તથા ભાઈઓએ સ્વજનોને ભુવનની વાત કરી. તે સ્વજનો પણ કહે છે કે તમારું આ ઉચિત કાર્ય નથી કારણ કે પૂર્વે તમારી પાસે ધન ન હતું. તમને સકલ રિદ્ધિઓની પ્રાપ્તિ આ ધનના જન્મ થયા પછી થઈ છે, પરંતુ આનું વ્યસન લોકવિરુદ્ધ એવું જુગારાદિ નથી. પરંતુ આનું વ્યસન વિભવ અનુરૂપ દાન છે અને તેમાં પણ તેવા પ્રકારનો દોષ અમે જોતા નથી. પૂર્વની જેમ જ તમારા સંયુક્ત કુટુંબના વ્યવહારને ચાલુ રાખો. તેના સર્વે ભાઈઓ અહંકારથી કહે છે કે જો આ લક્ષણો છે તો પોતાના લક્ષણના પ્રભાવને સ્વયં જ ભોગવે. (૧૨) નિર્લક્ષણા એવા અમે અલગ થઈને રહેશે. એ પ્રમાણે ઉલ્લંઠ વચનો બોલી તેઓએ ભુવનને અલગ કરી દીધો અને ભુવન કહે છે કે મારે કોઈપણ ભાગ જોઈતો નથી. પછી ભાઈઓ અસૂયાથી કહે છે કે તારો ભાગ લઈને પોતાની પાસે રાખ અમે તેને સંભાળશું નહીં. પછી ભુવન ભાગ ગ્રહણ કરે છે અને તેના ભાગે વિપુલ ધન પ્રાપ્ત થયું અને જીર્ણોદ્ધાર આદિ ધર્મકાર્યમાં ધનના વ્યયની શરૂઆત કરી. રુદ્રાદિ દેવકુળોમાં આપતા તેના વડે ક્યાંક ઊંચું જીર્ણ જિનભવન જોવાયું. તેણે સર્વ ધનનો વ્યય કરીને આખા જિનભવનનો જીર્ણોદ્ધાર કર્યો. પછી લોક કહે છે કે માત્ર વાસણો જ ખરીદી શકાય તેટલું પણ ધન નથી તો તું હમણાં કેવી રીતે આજીવિકા ચલાવી શકીશ ? (૧૭) ભુવન કહે છે કે પોતાના ભુજારૂપી દંડથી ઉપાર્જન કરેલ ધનનો હું ભોગવટો કરીશ પણ પિતા અને ભાઈઓએ ઉપાર્જન કરેલા ધનનો નહીં અને પછી સહાય છે ભુજા બીજી જેને એવો આ ધન કમાવવા ઘરેથી નીકળ્યો અને ભમતો એક યોગી વડે જોવાયો. યોગીએ કહ્યું કે હે મહાયશ ! તું ધનની કાંક્ષાથી ભમે છે ? વધારે શું ? તારા લક્ષણો અન્યના શરીરમાં દેખાતા નથી. તેથી તે અહીં જ નજીકના પર્વત પર આવ જેથી મહેનત વગર જ તને ખૂટે નહીં તેટલું ધન મેળવી આપું. પછી ભુવન તેની સાથે તે નજીકના પર્વત પર જાય છે અને બંને પણ એકેક મોટું તુંબડું લઈને એક ગુફામાં પ્રવેશે છે અને ભુવન હાથમાં રહેલા પાત્રને વગાડે છે. પછી ક્યાંક સિંહનાદને કરતા સિંહના મુખને જોયું. ક્યાંય ક્ષોભ નહીં પામતા બંને પણ ત્યાં પ્રવેશે છે અને આગળ બળતા અગ્નિને જોઈને તેની મધ્યમાંથી જાય છે અને ક્રમથી જતા અપ્સરાના સમુહથી