________________
૧૯૮
ભવ ભાવના પ્રકરણ ભાગ -૨
પોતાના ભવનમાં લઈ ગયો. વસ્ત્ર-૨ત્નો આદિથી સન્માન કરીને ધરણેન્દ્રે કહ્યું કે જેવી રીતે હું હમણાં અહીંનો ધરણેન્દ્ર છું તેમ તું પણ અહીં પૂર્વભવમાં ઇન્દ્ર હતો અને એ સંબંધથી તું મારો ભાઈ છે તેથી તું જે કહે તે તારું પ્રિય કરું. પછી ગુણસાગરે કહ્યું કે અહીંથી ચ્યવીને હું ક્યાં ઉત્પન્ન થયો તે તું કહે પછી ધરણેન્દ્ર કહે છે કે ક્ષણવાર સાવધાન મંનવાળો થઈને સાંભળ. (૪૧).
રોહિતક નગરમાં અજ્ઞાની, મહાલુબ્ધ ધરણ નામનો રાજા હતો તથા તે જ નગરમાં રિદ્ધિ સંપન્ન નંદન નામનો વણિક હતો. તેની ધનની આસક્તિ ગોળને વિશે મંકોડા જેવી ગાઢ હતી. રાજા પણ ન્યાય કે અન્યાયથી જનરિદ્ધિને ગ્રહણ કરે છે. પછી રાજાએ ક્યારેક નંદનનું સર્વસ્વ હરીને તેને નિર્ધન શિરોમણિ કર્યો તેથી તે ગાંડો થયો ‘મારું ધન ક્યાં ગયું' એમ બોલતો બાળકોથી વીંટળાયેલો, દુર્મન, દીન સકળ નગરમાં ભમે છે. (૪૬) પછી લાંબા સમયે રાજાએ ક્યારેક તેવી જ અવસ્થામાં નગરમાં ભમતા નંદનને જોયો. પછી હૈયામાં વિચાર્યું કે અહો ! જુઓ અન્યાયમાં રત, લુબ્ધ હૃદયવાળા મેં પોતાના વંશમાં ઉત્પન્ન થયેલા રાજાઓના યશને મલિન કર્યો. અપરાધથી રહિત આ વિણકનું તથા અપરાધથી રહિત અપાપભાવવાળા એવા બીજા ઘણાંઓની રિદ્ધિઓ મેં હરી લીધી. રિદ્ધિ મને જેમ અતિપ્રિય છે તેમ બીજાને પણ પ્રિય છે નહીંતર રિદ્ધિના વિરહમાં આ નંદન આવી અવસ્થાવાળો ક્યાંથી થાય ? તેથી જગતમાં મારા જેવો કોઈ નિંદનીય નથી કેમકે અશાશ્વત રિદ્ધિના નિમિત્તે મેં આવું અકાર્ય આચર્યું. (૫૧) ઇત્યાદિ વિચારીને આ વૈરાગ્યથી પણ રાજા તાપસી દીક્ષાને ગ્રહણ કરે છે અને ઘણાં અજ્ઞાન તપને કરે છે અંતે અનશન કરી અહીં જ ધરણેન્દ્ર ઉત્પન્ન થયો. કેટલાક કાળે નંદન વણિક પણ કોઈક રીતે સારો થયો. પરિવ્રાજક દીક્ષા લઈને સૌધર્મ દેવલોકમાં સાગરોપમની સ્થિતિવાળા દેવોમાં મહાક્રૂર દેવ થયો. ધરણેન્દ્ર પોતાનું આયુષ્ય પૂરું કરીને અહીંથી ચ્યવેલો કુસુમસ્થળ નગરમાં અભિચંદ્ર રાજાને ઘરે પુત્ર થયો. (૫૫) પછી સૌધર્મ દેવલોકના વૈરી દેવ એવા નંદનના જીવે તેને સમુદ્રની મધ્યમાં આવેલા દ્વીપ ઉપર નાખ્યો. જ્યાં સાગરદત્તે તેને પ્રાપ્ત કર્યો જેટલામાં અહીં ફરી પણ તે જ દેવે હરણ કરીને સમુદ્રમાં નાખ્યો. રત્નવતીને પણ હરણ કરીને અરણ્યમાં પર્વત પર મૂકી અને એક તરુણ વિદ્યાધરે તેને ત્યાં જોઈ. એકલી સુરુષવાળી, અભિનવ યૌવનવાળી તેને જોઈને આસક્ત થયેલો પરણવા માટે હમણાં તે પ્રયત્નથી પ્રાર્થના કરે છે. (૫૯) અને તે પણ તને છોડીને બીજા કોઈ પુરુષનો મનમાં પણ અભિલાષ કરતી નથી તેથી ખેચરને તિરસ્કા૨ીને તને જ યાદ કરતી રહે છે. ગુણસાગરે ધરણેન્દ્રને કહ્યું કે તું હમણાં એવું ક૨ જેથી હું ખેચરને જીતીને રત્નવતીને તેના પિતા પાસે લઈ જાઉં. પછી ધરણેન્દ્રએ ભણવામાત્રથી સિદ્ધ થનારી, ઘણાં કાર્યોને સાધનારી એવી મહાપ્રભાવવાળી વિદ્યાઓ ગુણસાગરને આપી. હવે વિદ્યાબળથી સહિત મહાવિમાનમાં આરૂઢ થઈને, ત્યાં અરણ્યમાં જઈને, ખેચરને જીતીને, રત્નવતી અને સૈન્ય સહિત તથા તે ખેચરવડે પ્રાપ્ત કરાઈ છે ચરણની સેવા જેની એવો ગુણસાગર કુમાર શ્વેતાંબીનગરીમાં પહોંચ્યો. (૩૪) પછી વિજયરાજા તેના આગમનમાં સમગ્રજનને સુખ આપનાર, સુસ્થિત કરાયા છે યાચક જનનો સમૂહ જેમાં એવું વર્ધાપન કરાવે છે. પ્રજ્ઞપ્તિએ કુમારનો સર્વ વૃત્તાંત વિદ્યાધરને જણાવ્યો. તેણે પણ રાજાને સર્વ વૃત્તાંત જણાવ્યો. પછી રાજા સામંતાદિ સર્વને બહુમત રત્નવતીની સાથે કુમારનો પાણિગ્રહણ કરાવે છે. ખેચરનું સન્માન ક૨ી ૨જા આપે છે તથા કુમારને હાથી-ઘોડા-રત્ન-ધનધાન્યાદિવાળો વિપુલ દેશ આપે છે. (૬૮) રત્નવતીની સાથે વિષય સુખોને ભોગવતો.કુમાર વિનયાદિ ગુણોથી રાજા સહિત લોકોને ખુશ કરે છે.