________________
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
૧૯૭
પોતાની સ્ત્રીને સોંપ્યો. મારી સ્ત્રી ગૂઢગર્ભા હતી જેણીએ આજે પુત્રને જન્મ આપ્યો છે એમ જાહેર કરાવીને તેણે વર્યાપનક કર્યું. પછી દેશાંતરમાં જઈને ફરી પણ શ્વેતાંબી નગરીમાં પાછો ફરેલો શ્રેષ્ઠી ફરી પણ વર્યાપન કરે છે અને સાગર (સમુદ્ર) વડે આ પુત્ર અપાયો છે તેથી પુત્રનું નામ સાગરદત્ત રાખ્યું. પછી આ પુત્ર સુખપૂર્વક મોટો થાય છે. (૧૪) રાજપુત્રોને ઉચિત એવી ક્રીડાઓથી ક્રીડા કરે છે પણ વણિકને યોગ્ય એવી ક્રિીડાઓથી રમતો નથી, બાળ જેવું આચરણ કરતો નથી તથા પ્રાકૃત (સામાન્ય) જનની સમાન પણ આચરણ કરતો નથી. પરંતુ ગૌરવપણાથી વર્તતો તે મોટા આશ્ચર્યને ઉત્પન્ન કરે છે. ઉચિત સમયે સર્વકળાઓને ટુંક સમયમાં જ ગ્રહણ કરે છે પરંતુ કળાઓ ભણતી વખતે વણિક જનને ઉચિત કળાઓમાં તેને આદર નથી પણ રાજપુત્રને ઉચિત કળાઓને પ્રયત્નથી શીખે છે રાજપુત્રોની સાથે સંગ કરે છે પણ સામાન્ય પુરુષોની સાથે મૈત્રી કરતો નથી. પછી સાથે ભણતા સુયશ રાજપુત્રની સાથે તેનો સંબંધ થયો. (૧૮) તેની સાથે ભોજન કરે છે, ક્રીડા કરે છે અને ઉપવનોદિમાં તેની સાથે પરિભ્રમણ કરે છે અને તેની સાથે વિજય રાજાની પાસે જાય છે. તેના ચરિત્રને જોતો રાજા પણ મનથી વિસ્મિત થાય છે અને રાજા તેની પાસેથી હાથી-ઘોડાદિના વિનોદને કરાવે છે. ધનુર્વિદ્યાની પરીક્ષા કરે છે. ક્યારેક અતિ ધનુષાદિ તથા ખગાદિ વિદ્યાની પણ પરીક્ષા કરે છે. વધારે શું કહેવું ? અંતે તેને સર્વ પણ કળાઓ સિદ્ધ થાય છે. (૨૧) વચન પટુત્વ, સત્ત્વ, ગંભીરત્વ, ક્ષમા, બળ, બુદ્ધિ, સ્થિરતા ઉદારતાદિ બીજો પણ તેનો ગુણ સમૂહ જોઈને રાજા કહે છે કે આ સાગરદત્ત નથી પણ ગુણના સમુદ્ર એવા આને જ સર્વલોકે ગુણસાગર કહેવો. એ પ્રમાણે અનુત્તર ગુણોથી રંજિત થયેલો રાજા અંત:પુર આદિમાં રહેલો હોય તો પણ અતિવલ્લભ હોવાને કારણે તેને ક્ષણ પણ મૂકતો નથી. ૨૪
અને આ બાજુ રત્નાવતી નામે રાજપુત્રી છે. તેના ગુણ અને રૂપને જોવા ઇન્દ્ર હજાર આંખવાળો થયો એમ હું માનું છું. તેને ગુણસાગરકુમાર ઉપર ગાઢ અનુરાગ ઉત્પન્ન થયો અને રાજાએ કોઈપણ રીતે તે અનુરાગને જાણ્યો. પછી આ પ્રમાણે વિચારે છે કે મારી પુત્રીનો અનુરાગ ઉચિત સ્થાને છે. પરંતુ આ વણિકપુત્ર છે તેથી આને પુત્રી આપવા મારું ચિત્ત ઉત્સાહિત થતું નથી અને આવા ગુણોનો સમૂહ બીજા પુરુષને વિશે દેખાતો નથી તેથી આને પુત્રી આપું એવી મારી બુદ્ધિ સ્ફરે છે પણ જે ઉચિત છે તેને હું નિશ્ચયથી જાણતો નથી. એ પ્રમાણે વિચારીને રાજા આ સમગ્ર હકીકત મંત્રીને જણાવે છે. મંત્રી પણ કહે છે કે હે દેવ !. આ વણિકપુત્ર નથી પરંતુ કોઈક મહારાજકુળમાં ઉત્પન્ન થયેલો પણ કોઈક કારણથી વણિકના ઘરે આવેલો છે તેને આપણે જાણતા નથી. ચંદ્રના કિરણ જેવા નિર્મળ ગુણો વણિકોને ક્યાંય પણ હોતા નથી. વણિક જાતિઓને વિશે આવું પૌરુષ પણ યુક્તિક્ષમ નથી. તેથી સાગરદત્ત શ્રેષ્ઠીને આનું રહસ્ય (પરમાર્થ) શું છે તે પૂછો. રાજાએ તેને બોલાવીને સામ વચનોથી પુછ્યું. પછી સાગરદત્તે સર્વ હકીકત યથાર્થ જણાવી. (૩૨)
એ આરસામાં પૂર્વે ક્યારેય વશમાં નહીં આવેલ સીમાળાનો રાજા નજીકની ભૂમિને લૂંટે છે ગુણસાગર તેની ઉપર ચઢાઈ કરવાનો આદેશને માગે છે. પછી રાજા ગુણસાગરને સૈન્યથી સજ્જ કરીને વિસર્જન કરે છે. પછી જલદીથી ગુણસાગર ત્યાં જઈને તેને બાંધીને કિલ્લાની સહિત ગ્રહણ કરે છે. પછી રાજાએ મોટા પ્રબંધથી (સતત) દેશોમાં વર્ધાપન કરાવ્યું. તથા ગુણસાગરનો સર્વ વ્યતિકર પરિજનને કહ્યો અને તેને મોટો દેશ આપવામાં આવ્યો. અને તેણે રાજપુત્રીનો સ્વીકાર કર્યો અને ગુણસાગર તેને કેટલામાં પરણ્યો નથી તેટલામાં કોઈક અદશ્ય પુરુષે તેનું હરણ કરીને ભયંકર સમુદ્રના પાણીમાં ફેંક્યો. રત્નાવતીને પણ હરણ કરીને અરણ્યમાં પર્વત પર ફેંકી. દિવ્યયોગથી ધરણેન્દ્રએ સમુદ્રમાં પડતા ગુણસાગરને ધારણ કર્યો. અને