________________
૧૯૧
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
અને નિર્જરા કરવાની ઇચ્છા નહીં હોવા છતાં જે નિર્જરા થાય છે તે અકામ નિર્જરાથી તથા બાળતાના આચરણથી જીવો દેવલોકમાં જાય છે. હવે યથાક્રમ ઉદાહરણોને બતાવતા કહે છે
सेयवियानरनाहो सेट्टी य धणंजओ विसालाए । जंबूतामलिपमुहा कमेण एत्थं उदाहरणा ।।३४७।। श्वेतम्बिकानरनाथः श्रेष्ठी च धनंजयो विशालायां
जंबूतामलीप्रमुखाः क्रमेणात्रोदाहरणानि ।।३४७।। શ્વેતાંબી નગરીનો રાજા, વિશાલા નગરીનો ધનંજય શ્રેષ્ઠી, શિયાળ તથા તામલી તાપસ વગેરે ક્રમથી અહીં ઉદાહરણો જાણવા. (૩૪૭) ___ छद्मस्थसंयमेन श्वेतम्बिकानरनाथो दिवमुपययो, देशविरत्या तु धनंजयश्रेष्ठी, अकामनिर्जरया तु जंबुकः - शृगालः, बालतपः कर्मणा च तामलिः । प्रमुखग्रहणेन अनंताः सर्वत्रान्येऽपि द्रष्टव्याः । क्रमेण यथा संख्यलक्षणेनैतान्युदाहरणानि द्रष्टव्यानीति । तत्र कोऽयं श्वेतम्बिकानरनाथ इति, उच्यते - ' છદ્મસ્થ સંયમથી શ્વેતાંબીકા નગરીનો રાજા સ્વર્ગમાં ગયો. દેશવિરતિની આરાધનાથી ધનંજય શ્રેષ્ઠી દેવલોકમાં ગયો. અકામ નિર્જરાથી શિયાળ તથા બાળપકર્મથી તામલી તાપસ દેવલોકમાં ગયો. ગાથામાં મૂકેલા પ્રમુખ શબ્દથી દરેક દૃષ્ટાંતમાં બીજા પણ અનંતા જીવો દેવલોકમાં ગયા છે એમ જાણવું. ક્રમથી એટલે દેવલોકમાં જવાના કારણો જે ક્રમથી જણાવ્યા છે તે જ ક્રમથી દૃષ્ટાંતનો ક્રમ જાણવો. તેમાં આ શ્વેતાંબી નગરીનો રાજા કોણ છે ? તે કહેવાય છે
શ્વેતાંબિક રાજાનું કથાનક શ્વેતાંબિકા નામની નગરી છે જે આ ભરતક્ષેત્રમાં ચંદ્ર જેવા નિર્મળ ભવનોથી કરાયેલ મનુષ્ય લોકના યશના પુજને હંમેશા વહન કરે છે. તે નગરીમાં વિજય નામનો રાજા છે જેણે શત્રુઓને જીતીને, મનમાં પરિણત થયું છે વ્રત જેને એવા શત્રુઓને માટે વનો પણ સુખને આપનારા કરાયા.* સાગરદત્ત નામનો મહદ્ધિક શ્રેષ્ઠી ત્યાં વસે છે. તે ક્યારેક સમુદ્રમાં વહાણથી જાય છે. પછી સમુદ્રની મધ્યમાં વનોથી રમ્ય એક દ્વીપને જુવે છે. નિર્યામકોને પૂછે છે કે આ જે રમણીય દેખાય છે તે કયો દ્વીપ છે ? તેઓ પણ કહે છે કે આ સુવર્ણદ્વીપ છે તે વૃક્ષોથી જ રમ્ય છે પણ કોઈ મનુષ્ય તેમાં વસતો નથી. (૫) પછી શ્રેષ્ઠી કહે છે કે અહીં આપણે પાણી અને ઇંધણ ગ્રહણ કરશું અને ભમીને આ દીપનું રમણીયપણે જોઈશું પછી વહાણને નાંગરીને દ્વિીપની મધ્યમાં ગયા. જલાદિને ગ્રહણ કરીને જેટલામાં તે દ્વીપમાં કૌતુક થી આકર્ષાયેલા ફળાદિને ખાતા અહીં-તહીં ભમે છે તેટલામાં શ્રેષ્ઠી એકલો ભમતો એકવૃક્ષના મૂળમાં સૌમ્યતાથી જાણે ચંદ્ર હોય અને તેજથી જાણે સ્કુરાયમાન સૂર્ય હોય, રૂપથી નિશ્ચયે નિરુપમ ગુણોનો એકનિધિ એવા એક બાળકને જુવે છે. (૯) પછી તેણે જાણ્યું કે આ કોઈ અસાધારણ કુળમાં ઉત્પન્ન થયેલ છે. કોઈક કર્મના વશથી અહીં મુકાયો છે પણ એ કર્મને અમે જાણતા નથી. એ પ્રમાણે વિચારીને ઊઠાવીને તેણે ગ્રહણ કર્યો અને ઘરે લઈ આવીને ગુપ્ત રીતે * વિજય રાજાએ શત્રુઓને જીતી લીધા તેથી વૈરાગ્ય પામેલા શત્રુઓએ સંન્યાસનો સ્વીકાર કરી વનમાં જઈ આરાધના કરવા લાગ્યા
તેથી વનો પણ તેઓને સુખ આપનારા થયા.