________________
૧૮૧
ભવ ભાવના પ્રકરણ ભાગ – ૨
પછી ખુશ કરાયા છે પતિઓ જેઓ વડે એવી પુત્રવધૂઓ વિનયમાં ઘણી શિથિલ થઈ અને દુર્વચનોથી સસરાનો પરિભવ કરે છે પછી અત્યંત દુ:ખી થયેલ આ (પિતા) સ્વજનોની પાસે પોતાનું દુ:ખ કહે છે. પુત્રો પણ પિતાનો સર્વ વ્યતિકર સ્વજનોને કહે છે. પછી સ્વજનોએ પણ જિનદત્તની ઉપેક્ષા કરી. પછી જિનદત્ત મિત્રને કહે છે. મિત્રે કહ્યું કે મેં તમને પહેલાં જ આ હકીકત કહી હતી છતાં પણ હું હમણાં તમને ઉપાય બતાવીશ. જો તું મારું કહેલું ક૨શે તો શરીરથી સ્વસ્થ થઈશ પણ વ્રતાદિ ધર્મ નહીં થાય. (કેમકે એમાં ખોટું કરવાનું છે.) પછી જિનદત્ત કહે છે કે હમણાં તું મારું એ પ્રમાણે પણ ક૨. હવે શિખામણ આપીને વિમલ પણ પોતાના ઘરે જાય છે. (૨૪) ટંકના* આકારવાળી ઠક્કરીઓથી નકુલક (દાબડો) ભરીને વિમલ જિનદત્તને અર્પણ કરે છે. ફરીપણ સર્વ યુક્તિઓ શીખવે છે. પછી ઘરના ઓરડાના ખૂણામાં તૂટેલા મંચ ઉપર રહેલો જિનદત્ત જેટલામાં ખાંસી ખાતો રહે છે તેટલામાં કોઈક કામ માટે મોટી પુત્રવધૂ ત્યાં આવી. પછી જિનદત્તે તેને કહ્યું કે હે ભદ્રે ! આ એક હજાર ટંકથી ભરેલો દાબડો મારી પાસે છે તેને આ ખૂણામાં નિધાન કરીને હું રાખી મૂકું છું મારી આ છેલ્લી અવસ્થા છે મારા મરણ પછી તું આને ગ્રહણ કરજે. પછી મોટી પુત્રવધૂ વિચારે છે કે આ વૃદ્ધની પાસે કંઈક ધન સંભવે છે. તેથી આ સુર્વણથી મારા સર્વ આભરણો થશે. એમ વિચારીને પૂર્વ કરતા સવિશેષ વિનયને કરે છે પછી ભોજન તાંબૂલ આદિ સર્વ પણ વૃદ્ધને આપે છે. બીજી પુત્રવધૂ પણ વિચારે છે કે એમને એમ આ તેની સેવા ન કરે એમ વિચારીને બીજી પણ સસરાની પાસે જાય છે તેને પણ સસરો તેમજ કહે છે તે પણ તેવા પ્રકારનો વિનય કરે છે અને ત્રીજી-ચોથી પુત્રવધૂઓની વિશે પણ તેમજ જાણવું. “હું પહેલી હું પહેલી” એમ કહીને સેવા કરતી પુત્રવધૂ વિશે પણ તેમજ જાણવું. “હું પહેલી હું પહેલી” એમ કહીને સેવા કરતી પુત્રવધૂઓની સેવાથી અતિ સ્વસ્થ થયેલો જિનદત્ત દિવસો પસાર કરે છે. (૩૩)
પછી જિનદત્ત મરણ પામે છતે બધા બહાર જાય છે ત્યારે હું તાવવાળી છું એમ બાનુ કાઢીને મોટી વહુ ઘરે રહી. ટંકને ગ્રહણ કરવા આને તાવ આવ્યો છે એમ બોલી બીજી પણ ઘરે જ રહી. બાકીની પુત્રવધૂઓ કોઈક કોઈક બાના બતાવીને ઘરે જ રહી. પછી મોટીવહુ કોસ (ખોદવાનું લોખંડનું સાધન) લઈને ટંક લેવા માટે જેટલામાં દોડે છે તેટલામાં બીજી પણ દોડી, પછી ત્રીજી અને ચોથી તેવી રીતે જ દોડી. બાળકોથી વીંટાઈને તેઓ પરસ્પર લેવા માટે પ્રવૃત્ત થઈ એટલે એકે કહ્યું કે તમે ટંકને જુઓ (તપાસો) જો તેમાં કંઈક ધન હોય તો વેંચણી કરી લઈએ. પછી તેમ કરાયું. નકુલને ખોદીને કાઢ્યો અને ખુશ થયેલી તેઓએ નકુલનું મુખ છોડ્યું અને વસ્ત્ર પાથરીને જેટલામાં નકુલને ખાલી કરે છે તેટલામાં ખટ ખટ કરતી ઠિક્કરીઓ પડે છે પણ ટંકો ન નીકળ્યા પ્રતિજ્ઞા તોડીને આપણે કેવી રીતે ઠગાઈ તે તમે બધી જુઓ અથવા આપણને જે ઉચિત હતું તે તેનાવડે કરાયું એમ બોલીને વિલખી થયેલી તેઓ સ્વસ્થાને ગઈ. એમ વૃદ્ધત્વમાં પુત્રાદિપણ માતા પિતાનો પરાભવ કરે છે. (૪૧)
तदेवं गर्भवासबालत्वतारुण्यवार्द्धक्यलक्षणासु चतसृष्वप्यवस्थासु चिन्त्यमानं मनुष्येष्वपि न किंचित् सुखमस्ति, यदपि राजादयः केचिदात्मनस्तन्मन्यन्ते तदपि मिथ्याभिमानमात्रोपकल्पितमेव, नतु तत्त्वत इति दर्शयति -
એ પ્રમાણે ગર્ભાવાસ, બાળપણ, તારુણ્ય અને વૃદ્ધાવસ્થા રૂપ ચારેય પણ અવસ્થાની વિચારણા કરતા મનુષ્યભવમાં પણ કંઈ સુખ નથી. જોકે રાજાઓ વગેરે કેટલાક પોતાને સુખી માને છે તે પણ મિથ્યાભિમાન માત્રની કલ્પના છે. પણ તત્ત્વથી સુખી નથી તેને બતાવે છે.
•
♦ જિનદત્ત શ્રાવક છે તેથી તેને સ્થૂળ મૃષાવાદ વિરમણ વગેરે વ્રત છે. અહીં ખોટું બોલવાનો અને ક૨વાનો પ્રસંગ ઉપસ્થિત થયો • હોવાથી વ્રતાદિનો ભંગ થાય તેમ છે.
ટંક એટલે એક જાતનું ચલણ.