________________
૧૨
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
चउसु पि अवत्थासुं इय मणुएसु वि विचिंतयंताणं । नत्थि सुहं मोत्तूणं केवलमभिमाणसंजणियं ।।३१४।। चतसृष्वपि अवस्थासु इति मनुजेषु विचिन्तयतां
नास्ति सुखं मुक्त्वा केवलमभिमानसंजनितम् ।।३१४ ।। ગાથાર્થ : એ પ્રમાણે મનુષ્યોની ચારેય અવસ્થાની વિચારણા કરતા એક પણ અવસ્થામાં સુખ નથી અને જે સુખ દેખાય છે તે અભિમાનથી ઉત્પન્ન થયેલ સુખાભાસમાત્ર છે.
गतार्थव ।। नन्वागमे मनुष्याणां दश दशाः श्रूयन्ते, अत्र तु चतस्र एव ताः प्रोक्ता इति कथं न विरोधः ? इत्याह -
પ્રશ્નઃ આગમમાં મનુષ્યોની દશ દશા બતાવી છે અને અહીં તો ચાર દશા જ બતાવાઈ છે તો પછી આગમ સાથે વિરોધ કેમ ન આવે ? ઉત્તરઃ આનો જવાબ નીચેની ગાથામાં બતાવે છે.
मणुयाण दस दसाओ जाओ समयम्मि पुण पसिद्धाओ । अंतब्भवंति ताओ एयासु वि ताओ पुण एवं ।।३१५ ।। मनुजानां दश दशाः याः समये पुनः प्रसिद्धाः
अंतर्भवन्ति ताः एतास्वपि ताः पुनरेवम् ।।३१५ ।। ગાથાર્થઃ શાસ્ત્રોમાં મનુષ્યની જે દશ દશાઓ પ્રસિદ્ધ છે તે આ ચાર દશામાં સમાય જાય છે. માટે विरोध नथी.)
याः पुनः समये दश दशा मनुष्याणां प्रसिद्धास्ता एतास्वपि चतसृष्ववस्थास्वन्तर्भवन्तीति न विरोधः, न हि बालतरुणवृद्धत्वेभ्योऽन्यत्र काचिद्दशा वर्तत इति भावः । कथं पुनस्ता दश दशाः समयेऽपि प्रसिद्धाः ? इत्याह - - 'ताओ पुण एवं' ति ताः पुनर्दश दशा एवं-वक्ष्यमाणगत्या विज्ञेया इति ।
ता एवाऽऽह - ટીકાર્થ: શાસ્ત્રોમાં મનુષ્યની દશ દશાનું વર્ણન કરાયું છે તે આ ચારદશામાં અંતર્ભત થાય છે તેથી કોઈ વિરોધ નથી. બાલ-તરુણ અને વૃદ્ધત્વને છોડીને બીજી કોઈ દશા નથી. પ્રશ્ન : તો પછી શાસ્ત્રમાં પણ કઈ દશ દશાઓ પ્રસિદ્ધ છે ? ઉત્તરઃ શાસ્ત્રમાં પ્રસિદ્ધ દશ દશાઓ હવે કહેવાતી ગાથાઓમાં વર્ણવાઈ છે તે ગાથાઓને બતાવે છે.
बाला किड्डा मंदा बला य पन्ना य हाइणि पवंचा । पब्भारमुम्मुही सायणी य दसमी य कालदसा ।।३१६।। बाला क्रीडा मन्दा बला च प्रज्ञा च हायनी प्राग्भारोन्मुखी शायनी दशमी च कालदशा ।।३१६।।