________________
ભિલ ભાવના પ્રકરણ ભાગ- ૨
૧૭૩
અતત્ત્વને વિશે તત્ત્વબુદ્ધિ ધારણ કરે છે, અસ્થિર પદાર્થોને પણ સ્થિર પદાર્થો માને છે. અસાર એવા પોતાને પણ ઇન્દ્ર અને ચક્રવર્તી કરતાં પણ અધિક માને છે. ઉન્માદપૂર્વક નૃત્ય કરે છે, ઉત્કંઠા પૂર્વક ગાય છે, સમભાવથી જોતા નથી, પોતાના ખભાના ઉપરના ભાગથી ધૂકે છે (અર્થાતુ પોતાના ખભાના બળથી અન્યને ધિક્કારે છે.) વિકટ ભમે છે. બીજાને ઘાસ જેવા હલકા ગણે છે. હંમેશા પ્રાયઃ વિડંબના થાય તેવા શબ્દાદિ ઉપભોગમાં પ્રમાદી એવા તેઓ પોતાના હિતને જાણતા નથી. ધર્મકાર્યનો ત્યાગ કરે છે. પછી પરલોકની વાર્તાને પણ નહીં વિચારતા સંવેગી જનને શોચનીય તથા સામાન્ય જનના ઉપહાસના સ્થાનને પ્રાપ્ત થયેલી તે તે ચેષ્ટાઓ કરે છે. પછી તે મોહરાજાએ મિથ્યાભિમાન નામના પ્રથમ સુભટને ધનદશ્રેષ્ઠીના ઘરે પુત્રના જન્મ સમયે મોકલ્યો. પછી નગરમાંથી નીકળતા મહારાજાએ ધનદ શ્રેષ્ઠીના ઘરે જે ગીત-નૃત્યાદિ ચેષ્ટાઓ જોઈ તે બધી મિથ્યાભિમાન સુભટવડે પ્રેરણા કરાયેલ શ્રેષ્ઠીવડે કરાઈ છે પણ પોતાની બુદ્ધિથી નહીં અને બીજું- તે જ મોહમહારાજાનો શોક નામનો બીજો અંતરંગ સુભટ છે જેનાવડે વશ કરાયેલા આ જીવો પ્રકૃષ્ટ સત્ત્વના ભંડાર હોવા છતાં પણ જલદીથી દિનપણાને ભજે છે. માથાઓ કૂટે છે. છાતીઓને પીટે છે. વારંવાર મૂચ્છ પામે છે. શુદ્ધ વસુધા તટે આળોટે છે. નિવાદિત* મુખવાળા રડે છે. પગ પહોળા કરીને શોક કરે છે. વિસ્વર આક્રંદ કરે છે પછી તે હે તાત ! હે માતા ! એ પ્રમાણે પોકારને કરતા સજ્જન પુરુષોને શોચનીય એવી તે તે ચેષ્ટાઓ કરે છે પછી મોહરાજાવડે મિથ્યાભિમાન સુભટની પાછળ આ શોક નામનો સુભટ તે જ બાળકના મરણ સમયે મોકલાયો પછી નગરમાં પ્રવેશતા તમારા વડે ધનદના ઘરે જે આક્રન્દનાદિક ચેષ્ટા જોવાઈ તે સર્વ શોક સુભટનો વિલાસ છે. હે રાજન્ ! તે મોહરાજાની દુષ્ટ ચેષ્ટાઓનું આ તો કેટલુંક માત્ર છે કારણ કે તે મોહારાજા વિચિત્ર ભંગો (પ્રકારો)થી ભવાર્તપુરમાં વિલસે છે. જેથી ક્યાંક દુષ્ટ મોહ રતિ અને હાસ્ય એ બે સુભટને સાથે મોકલે છે. ક્ષણથી તેઓની પાછળ અરતિ અને શોક એ બેને મોકલે છે અને આ મોહ ક્યાંક હર્ષ સૈનિકને મોકલીને પાછળ વિષાદને મોકલે છે અને ક્યાંક નિર્ભયતાને ઉત્પન્ન કરાવીને ત્યાં જ ભયને ઉત્પન્ન કરે છે ક્યાંક આ રાજા મદને આદેશ કરીને દીનતાને પ્રગટ કરે છે. હે રાજન ! આ મોહરાજા મત્સર-ઇર્ષ્યા જુગુપ્સા આદિ પોતાના બીજા ચાકરોવડે વિવિધ પ્રકારની વિડંબનાઓથી આખા જગતને વિડંબના પમાડે છે અને બીજું વધારે કહેવાથી શું ? જેઓ નિવૃત્તિપુરીમાં પહોંચી ગયા છે તેઓની જ આ દુષ્ટ મોહરાજા વિડંબના કરી શકતો નથી. - પછી અતિમોટા સંવેગથી ભાવિત મોહની ચેષ્ટાથી ભયભીત એવા રાજાએ પ્રણામ કરીને ગુરુને કહ્યું કે હે ભગવન્! તમે મિથ્યાત્વરૂપી સમુદ્રમાં ડૂબેલા એવા મારો ઉદ્ધાર કર્યો છે. હે કરુણાસાગર ! હમણાં પણ તેવી કૃપા કરો કે જેથી મોહરાજાના સૈન્યના ભયને ઓળંગી ગયેલી, સુખને આપનારી એવી તે શ્રેષ્ઠ નિવૃત્તિપુરીમાં હું જલદી પહોંચે. (૯) એ પછી કેવળીએ કહ્યું કે તમારા જેવાઓને આ ઉચિત છે, અને મારા સાધુ રૂપી સાર્થને પામીને તું ત્યાં જલદીથી જા પછી ખુશ થયેલા રાજાએ ચંદ્રસેન નામના પોતાના પુત્રને રાજ્યપર મૂકીને, વિપુલ દાન આપીને, ખુશ થયેલા ધનંજયાદિક દેવોવડે તથા મંડલેશ આદિ રાજાવડે તથા મનુષ્યોવડે ચારે બાજુથી જિનચૈત્યોમાં મહોત્સવો કરાયે છતે સામત મંત્રી આદિની સાથે, લોકોની સાથે અંત:પુરની સાથે તે કેવળીની પાસે વિધિપૂર્વક
નિ=સતત, વત=બોલાવાયેલા, વન=મુખ, શોક વડે સતત બોલાવાયું છે મુખ જેઓનું એવા તેઓ રડે છે અર્થાત્ શોકથી સતત રળ્યા કરે છે.