________________
ભક ભાવના પ્રકરણ ભાગ- ૨
૧૬૭
નીકળેલા રાજાવડે તે જોવાયા. પછી કારણ વિના સળગ્યો છે ક્રોધ રૂપી અગ્નિ જેનો એવા મૂઢે તેની છાતીમાં બાણ માર્યું જે પીઠની આરપાર નીકળ્યું. પછી પ્રહારની વેદનાની મૂર્છાથી મીંચાઈ છે આંખો જેમની એવા સાધુ ભૂમિપર રહેલા જીવોના વધની શંકાથી વારંવાર મિચ્છામિ દુક્કડને આપતા એકાએક ભૂમિપર પડ્યા પછી વિશિષ્ટ (સજ્જન) લોકવડે હહારવ કરાયો. પછી ગુસ્સે થયેલો રાજા સર્વ લોકને મારવા લાગ્યો અને જેટલામાં મારવાથી પાછો ફરતો નથી તેટલામાં તેના આચરણથી વિમુખ થયેલા સામંત અને મંત્રીઓએ તેને બાંધીને કાષ્ઠના પાંજરામાં પૂર્યો. તેના પુંડરીક નામના પુત્રને રાજ્યપર બેસાડ્યો. પાંજરામાંથી છૂટો કરાયેલો, પદ્માક્ષ રાજા પોતાના દુશ્ચરિત્રોથી સર્વત્ર ધિક્કારને પામતો એવો તે નગરમાં એકલો ભમે છે. (૩૪)
અને સુજશ મુનિસત્તમ સિદ્ધોની સમક્ષ દુશ્ચરિત્રનું આલોચન કરીને વ્રતોને ઉચારીને સર્વ જીવોને ખમાવે છે. આ પોતાના કર્મનું ફળ છે બીજો કોઈ અપરાધી નથી એ પ્રમાણે ભાવના કરતો, સર્વત્ર સમભાવવાળો પરંતુ તે રાજા ઉપર વિશેષથી સમભાવવાળો થાય છે અને ચારે પ્રકારના આહારનો ત્યાગ કરીને, પંચપરમેષ્ઠિને નમસ્કાર કરીને, મરીને શુભભાવવાળો તે સવાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયો. દુ:ખી થયેલ રાજા પણ કષ્ટથી ભિક્ષા માત્રને પ્રાપ્ત કરે છે તો પણ સાધુવર્ગને વિશે દ્વેષપણાને છોડતો નથી. (૩૮).
હવે તે જ નગરમાં તે જ ઉદ્યાનમાં કાઉસ્સગ્નમાં રહેલા સોમ નામના મુનિસિંહને તેણે જોયા. પછી ગુસ્સાથી લાલ થઈ છે આંખો જેની એવા તેણે લાકડીથી તે મહાભાગ મુનિની પીઠ પર પ્રહાર કરીને ભૂમિ ઉપર પાડ્યા. પછી. મિચ્છામિ દુક્કડ આપીને મુનિ ફરી ઊભા થઈને કાઉસ્સગ્નમાં રહ્યા. ફરી પણ પાડ્યા. આમ ફરી ફરી ઉપસર્ગને કરતા નિવૃણ એવા તેને મુનિએ વિપુલ અવધિજ્ઞાનથી ઉપયોગ મૂકીને પ્રવચનનો દુશ્મન અને સાધુઓનો વિઘાતક છે એમ જાણ્યો. પછી મુખથી ધૂમ શિખાને વમતા અને ગુસ્સે થયેલા મુનિ તેને કહે છે કે હે દુષ્ટ ! શિવમાં એકમાત્ર રસિક મનવાળા તે સુયશ મહાત્મા અને અન્ય સાધુઓ આ પ્રમાણે તારા અપરાધોને સહન કરે છે પણ હું સહન નહીં કરું. તેથી હે અનાર્ય ! તું આજે નક્કી જીવતો નહીં રહે એમ કહીને સાત-આઠ પગલા પાછા ફરીને, તેજલેશ્યા મૂકીને તે મહાપાપી રાજાને બાળી ભસ્મ કર્યો. મરીને તે સાતમી નરકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારકી થયો અને સાધુ પણ આલોચના કરી પાપથી પાછા ફરતાં શુદ્ધ પ્રાયશ્ચિત્ત કરી લાંબો સમય સુધી તપને આચરીને દેવલોકમાં ઉત્પન્ન થયા. (૪૭)
પદ્માક્ષ પણ સાતમી નરકના આયુષ્યને ભોગવીને ઉદ્વર્તન પામીને સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલો થઈ ફરી પણ સાતમી નરકમાં અપ્રતિષ્ઠાન નામના પાથડામાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારકી થયો. ફરી ત્યાંથી માછલો થઈ છઠ્ઠી નરકમાં ગયો. ત્યાંથી પણ ઉદ્વર્તીને ચાંડાલની સ્ત્રીપણે ઉત્પન્ન થયો. ત્યાંથી છઠ્ઠી નરકમાં ગયો. ત્યાં નીકળી સાપ થયો. ત્યાંથી મરી ધૂમપ્રભા નામની પાંચમી નરક પૃથ્વીમાં નારક થયો. ત્યાંથી મરી માછલો થયો. પછી પંકપ્રભા નામની ચોથી નરકમાં ગયો. પછી માછલો થઈ ફરી પંકપ્રભા નરકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી નીકળી બાજપક્ષીમાં ઉત્પન્ન થયો. ત્યાંથી વાલુકાપ્રભા નામની ત્રીજી નરક પૃથ્વીમાં ગયો. ત્યાંથી પક્ષીઓમાં ભમીને ફરીપણ વાલુકાપ્રભામાં ગયો. ત્યાંથી ફરીફરી સરીસૃપમાં ઉત્પન્ન થઈ બે વાર શર્કરા પ્રભા નામની બીજી નરકમાં ગયો. પછી એ પ્રમાણે માછલાઓમાં ઉત્પન્ન થઈને બે વાર રત્નપ્રભા નામની પહેલી નરક પૃથ્વીમાં ગયો. ત્યાંથી પક્ષીના ભવોમાં, ત્યાંથી પછી એકેન્દ્રિય તથા વિકસેન્દ્રિયમાં ગયો. ત્યાંથી હીન (હલકા) પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય અને દેવમાં ગયો ત્યાંથી ફરી પણ તિર્યંચ નરકાદિમાં ગયો એ પ્રમાણે કોઈક ભવમાં બળીને, કોઈક ભવમાં છેદાઈને, કોઈક ભવમાં ભેદાઈને, સર્વભવોમાં શસ્ત્રથી હણાઈને, મહાદામાં