________________
૧૯૬
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
ઉત્પન્ન થયું. જલદીથી જંઘામાં માંસ સુકાયું. પગની આંગળીઓ વિલક્ષણ થઈ. શ્વાસ ઉત્પન્ન થયો. સવગે મહાદાહ પ્રકટ થયો. મુખથી બોલી શકતો નથી. એક પગલું પણ ભરવા સમર્થ નથી. ઘણાં લોકોના પ્રયત્નથી પણ બેસાડી શકાતો નથી. ફક્ત રડતો, આક્રંદ કરતો, વિલાપ કરતો, અરતિના દુ:ખરૂપી સાગરમાં ડૂબેલો, સર્વથા જીવિતવ્યથી ખિન્ન થયેલો ક્ષણ પણ પ્રાણને ધારણ કરે છે. પછી વ્યાકુળ થયેલ માતાપિતાએ વૈદ્યોને તેડાવ્યા, મંત્રવાદીઓને બોલાવ્યા. ઘણાં પ્રકારના પ્રયોગોથી ઉપચાર કરાયો. વિવિધ પ્રકારના ઔષધો આપવામાં આવ્યા. ઘણાં ગૃહસ્થોવડે મંત્રતંત્રનો ઉપાય કરાયો. શાંતિકર્મો કરાવાયા. મહાકિંમતી મોટા પ્રભાવવાળા મણિઓ બાહુમાં બાંધવામાં આવ્યાં. ભૂતિકર્મો કરવામાં આવ્યા. છતાં પણ કંઈપણ ફરક ન પડ્યો. ફક્ત રોગોનો સમૂહ વધ્યો. પછી આ અસાધ્ય છે એમ જાણી બધા ઉપાયો છોડી દેવાયા. રાજા ખેદ પામ્યો. માતા મૂચ્છિત થઈ. સ્ત્રીઓ ખેદ પામી. પરિજન દીન થયો. સર્વ દેશવાસીઓમાં ધ્રાસકો પડ્યો. બધાએ બધી રીતે તેની જીવવાની આશા મૂકી દીધી.
અને આ બાજુ તે નગરમાં ધનંજય નામનો શ્રેષ્ઠ યક્ષ છે. જેની નજીકમાં દ્વારપાળ છે અને સકલ નગરના લોકો તેના દર્શને જાય છે. પછી તીવ્ર વેદનાના ઉદયમાં પડેલા કુમારે તે યક્ષના દર્શનની ઇચ્છા કરી અને રોગ નાશ પામી જાય તો સો પાડાનું બલિ આપીશ અને સકળ નગરની સાથે મોટી વિભૂતિથી જાત્રા કરીશ અને પછી દરરોજ તારી જાત્રા કરીને પછી ભોજન કરીશ એવી માનતા કરી. (૧૦).
એ આરસામાં ઘણાં સાધુઓથી યુક્ત, ત્રણ જગતને પ્રકટ કરવા માટે સૂર્ય સમાન વિમલકીર્તિ નામના કેવળી ત્યાં પધાર્યા. પછી પ્રસાદતળ ઉપર રહેલા રાજાએ સર્વવિભૂતિથી અને શ્રેષ્ઠભક્તિથી તેમના વંદન માટે જતા સર્વ પણ લોકને જોયો. પછી અતિ વિસ્મિત થયેલ રાજાએ હૈયામાં ઘણાં વિકલ્પો કરીને પોતાના એક પુરુષને પુછ્યું. પૂર્વે જણાયું છે કેવળી ભગવંતનું આગમન જેનાવડે એવા સેવક પુરુષે તે સર્વ પણ હકીકત રાજાને કહી અને તેને સાંભળીને રાજા તરત ઊભો થયો અને શ્રેષ્ઠ મંત્રી મંડળની સાથે શ્રેષ્ઠ હાથી ઉપર બેસીને જેટલામાં ચાલે છે તેટલામાં કુમારે તે સાંભળ્યું. પછી કુમારે પણ વિચાર્યું કે આવા પ્રકારના પુરુષોના દર્શન થાય તો સૂર્યના કિરણોથી સ્પર્શાયેલ અંધકારના સમૂહની જેમ સર્વ રોગો નાશ પામે છે. હવે જો પાપી એવા મારા પાપો નાશ નહીં પામે તો પણ પોતાના વ્યાધિના મુખ્ય કારણોને તથા શંકાને પૂછીશ એ પ્રમાણે તેણે મનમાં વિચારણા કરીને રાજાને કહેવડાવ્યું કે હે તાત ! મને કષ્ટ કરીને (સહીને) પણ ત્યાં લઈ જાઓ. આંસુથી ભરેલી આંખોવાળા રાજાએ પણ કોઈક રીતે તેની વાત સ્વીકારી અને તેને સુખાસનમાં બેસાડીને કેમેય કરીને ત્યાં લઈ ગયો. (૧૯) પછી સુવર્ણ કમળમાં બેઠેલાં, દેવ-મનુષ્ય અને ખેચરોને ઉત્તમધર્મની દેશના આપતા મુનીશ્વર મોટા વધતા હર્ષવાળા રાજપુત્રો વડે જોવાયા. પછી વિનયથી મુનિને નમીને ઉચિત સ્થાનમાં બેઠા. પછી કેવળીએ રાજા વગેરે સકલ પર્ષદાને ધર્મ કહ્યો. તે સાંભળીને યોગ્ય સમયે પુત્રવડે પ્રાર્થના કરાયેલો અચકાતો છે વચનનો પ્રસર જેનો એવો રાજા ગદ્ગદ્ વાણીથી મુનીશ્વરને પૂછે છે કે હે ભગવન્! મારા પુત્ર વડે અન્ય ભવમાં એવું શું કર્મ કરાયું છે જેથી મહારોગ રૂપી અગ્નિથી બળેલો દુ:ખ રૂપી સાગરમાં ડુબ્યો. ક્ષણ પણ રતિને મેળવતો નથી અને વૈદ્યો વડે ત્યાગ કરાયો છે. (૨૪)
પછી કેવળીએ કહ્યું કે હે રાજન્ ! સાવધાન ચિત્તથી સાંભળો. પશ્ચિમ વિદેહમાં રતનસ્થળ નામનું શ્રેષ્ઠનગર છે તેમાં પદ્માક્ષ નામનો રાજા છે જે અધમનું એક ધામ છે જે નાસ્તિક, મહાપાપી, ધર્મનો દુશ્મન છે. હવે કોઈ વખત તે નગરની બહાર ક્ષાન્ત, દાન્ત, તપસ્વી, જિતેન્દ્રિય, સૌમ્ય એવા સુયશ નામના મુનિ રહ્યા. તે હૃદયમાં કંઈપણ પરમાક્ષરનું ધ્યાન કરતા કાઉસ્સગ્નની અંદર પર્વતની જેમ સ્થિર રહ્યા. શિકાર માટે