________________
૧૬૦
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
રૂ૫ અને સમાન ઉચ્ચતા થાય છે. નીચે વહેનારી, ઘણી જડતાથી યુક્ત, ઉન્માર્ગગામીની કુશીલ મહિલાઓની જેમ નદીઓ વડે માર્ગ ભંગાય છે. જ્યાં અતિમોટા પ્રતાપવાળો પણ સૂર્ય વાદળાંઓ વડે ઢંકાય છે અથવા કાળના વશથી મલિન જીવોનું પણ માહભ્ય પ્રગટ થાય છે. ઉન્નત સ્તનો (પયોધર) *પર ચક્રાકાર ફરતી હારલતાઓ જેમ શોભે છે તેમ ઉન્નત વાદળો (પયોધર) પર ચક્રાકાર ફરતી પંક્તિઓ શોભે છે. (૧૨) નવા માલતીના વિકસિત કળીના પરિમલથી મિશ્રિત ધારાકદંબ પુષ્પનો ગંધ કામુક જનના મનને વિશે કામને ઉત્તેજિત કરતો સર્વત્ર ભમે છે. મોરના સમૂહો નૃત્ય કરે છે. આનંદિત થયેલો પામર વર્ગ ભમે છે. ઉત્પન્ન થયેલા નવા અંકુરાવાળી પૃથ્વી રમણીય લાગે છે. નથી જણાયો જળ અને સ્થળના ભેદનો ભાવ જેમાં એવા તે વરસાદમાં રાણી સહિત રાજા જેટલામાં નગરની બહાર દૃષ્ટિ કરતો જુવે છે તેટલામાં પૂર જોશ ભરાયેલી, મોટા લાકડાંઓને તાણી જતી, કાંઠાને ઘસતી, દૃષ્ટિથી દુરાવલોક એવી નદીમાં કચ્છોટો બાંધીને મોટા લાકડાથી લાકડાઓને ખેંચતા અતિ દુ:ખી પુરુષને જોઈને રાણી રાજાને કહે છે કે એ સાચું સંભળાય છે કે રાજાઓ મેઘ સમાન* હોય છે કેમકે તેઓ ભરેલાને અતિશય ભરે છે પણ ખાલીને પ્રયત્નપૂર્વક છોડી દે છે. (૧૮) પછી રાજાએ કહ્યું કે હે દેવી ! તું આવું કેમ બોલે છે ? પછી ચેલણા કહે છે કે જુઓ આ દ્રમક કેવો દુ:ખી છે કે જે ભયંકર નદીના પ્રવાહમાં લાકડા કાઢવાના ક્લેશને સહન કરે છે જેથી તમે આને સુખી કરો. શું તમે તેનું ભરણ કરવા શક્તિમાન નથી ? પછી રાજાએ તેને બોલાવીને પુછ્યું કે તું કોણ છે ? તું આ પ્રમાણે ક્લેશને કેમ પામે છે? હવે તે કહે છે કે હે દેવ ! હું અહીંનો રહેવાસી મમ્મણ નામનો વણિક છું. હું આ બળદના યુગલની (જોડીની) પૂર્તિમાટે ક્લેશને અનુભવું છું. પછી રાજા કહે છે કે હું તને એકસો બળદો આપીશ તું આ ક્લેશને છોડી દે. મમ્મણ કહે છે કે હે દેવ ! આજે પણ તમે મારા બળદોને જાણતા નથી. જે મોટા ક્લેશથી ક્રોડો ધનને ઉપાર્જન કરીને મારાવડે એક બળદ રત્નોથી પૂર્ણ કરાયો છે અને બીજો બળદ કંઈક ન્યૂન પૂર્ણ થયો છે તેની પૂર્તિ માટે હું આ ક્લેશને સહન કરું છું. પછી રાજા કહે છે કે મને તારા બળદો બતાવ. પછી રાણી સહિત રાજાને પોતાના ઘરે લઈ જઈને રત્નમય બળદોને બતાવે છે. પછી રાજા કહે છે કે મારા ભંડારમાં એક પણ આવા પ્રકારનું રત્ન નથી. તેથી તારા બીજા બળદની પૂર્તિ માટે તું જ સમર્થ છો. (૨૭) આ કષ્ટોથી જો તું બળદ પૂર્ણ કરવા શક્તિમાન ન થાય તો કહે તું આને કેવી રીતે પૂર્ણ કરીશ? પછી તે કહે છે કે હે દેવ ! મારા વડે અહીં ઘણાં ઉપાયો શરૂ કરાયા છે જેવા કે ઘણાં કરીયાણાઓ જળ તેમજ સ્થળ રસ્ત વ્યાપાર અર્થે દેશાંતર મોકલાવાયા છે તથા હાથી ઘોડા પકડવા માટે હેડાઓ*** મોકલ્યા છે. ખેતીના સંગ્રહ વગેરે ઉપાયોમાં પ્રયત્ન કરાયો છે. પછી રાજાએ કહ્યું કે હે ભદ્ર ! જો આ પ્રમાણે છે તો પછી લાકડા કાઢવાના તુચ્છ ઉપાયમાં કેમ લાગ્યો છે ? પછી મમ્મણ કહે છે કે હે દેવ! મારું શરીર ક્લેશ સહન કરવા સમર્થ છે. હું બીજા વ્યાપારથી રહિત છું તેથી મારા વડે આ કષ્ટ આરંભ કરાયું છે. (૩૨) પછી રાજા કહે છે કે હે મહાભાગ ! આટલો બધો વિભવ હોતે છતે તું આટલા દુઃખને કેમ ભોગવે છે ? જે વિભવ દાન
* પયસ્ શબ્દના બે અર્થ થાય છે (૧) દૂધ અને (૨) પાણી અને ધર એટલે ધારણ કરવું. આથી જે દૂધને ધારણ કરે તે સ્તન અને
પાણીને ધારણ કરે તે વાદળ એમ પયોધરના બે અર્થ થાય છે. * મેઘ જ્યાં વસે છે ત્યાં ઘણું વરસે છે, જ્યાં નથી વરસતો ત્યાં બીલકુલ નથી વરસતો તેમ રાજા જેને આપે છે તેને ઘણું આપે છે, જેને
નથી આપતો તેને બીલકુલ નથી આપતો. " હેડા એટલે જંગલમાં જઈ હાથી ઘોડાઓને પકડીને લઈ આવે તેવા પુરુષો