________________
૧૫૮
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
આણે આના અપહ૨ણ માટે પોતાના ભાઈ મકરધ્વજને મોકલ્યો જે તમારાવડે નાશ કરાયો અને મૃગાંકને મેં યુદ્ધમાં નાશ કર્યો. પરંતુ સર્વ પણ મારો વ્યવસાય નિષ્ફળ થાત જો તેં મારી હ૨ણ કરાતી પ્રિયાનું રક્ષણ ન કર્યું હોત તો. તેથી મારી પ્રિયાનું રક્ષણ કરતા તેં મને આ જીવન અને આ રાજ્ય આપ્યું છે. (૨૫) નહીંતર આના હરણમાં હું અવશ્ય પ્રાણનો ત્યાગ કરત. તેથી તું મને જીવિત અને રાજ્યના સુખને આપનારો છે. કે નરેન્દ્ર ! તું જ જીવિતદાતા છે. તું જ અતુલ ઉ૫કા૨કા૨ી છે. તેથી પ્રસન્ન થઈ જેનો તું આદેશ કરીશ તે હું તારું પ્રિય કરીશ. પછી જેટલામાં તે રાજા કંઈપણ બોલતા નથી તેટલામાં પ્રજ્ઞપ્તિ વિદ્યાને પૂછીને રાજાના નિરપત્યતાના ખેદને જાણીને ખેચર તેના વસ્ત્રના છેડામાં ઘણાં પ્રભાવવાળા મૂળીયાને બાંધે છે અને કહે છે કે આ તારે લલિતાંગી દેવીને આપવા તેથી તેને પુત્ર થશે એ પ્રમાણે કહીને તેના ઘરમાં ઘણાં મૂલ્યવાળા ઘણાં રત્નોને મૂકીને ખેચ૨ પોતાના સ્થાનમાં ગયો. રાજા પણ પોતાના ઘરે ગયો. ખેચરના કહ્યા મુજબ સર્વ કર્યું. પછી કાળથી તેને પુત્રનો જન્મ થાય છે. રૂપાદિ ગુણોથી યુક્ત કુમારના જન્મને સાંભળીને ખુશ થયેલ રાજા દશ દિવસનો અતિ મોટો વર્ધાપનક મહોત્સવ કરાવે છે. બા૨મા દિવસે કુમારનું ભુવનસાર એ પ્રમાણે નામ રાખે છે. પછી તે એક મહિનાનો થયો ત્યારે મોટા શોકથી એવો પ્રચંડ શ્વાસોશ્વાસ ઉત્પન્ન થયો જેથી તે થોડી પણ રતિને મેળવતો નથી. તેના સર્વ અંગો ઘણાં તૂટે છે, ડોકની સાથે મોઢું મરડીને વિમુખ કરે છે, અર્શથી (મસાથી) ગુદો રુંધાયો અને વેગ નિરોધથી પેટ રુંધાયું. અતિશય શ્વાસ ચાલુ થયો, વહેતો શ્વાસ મુખમાં સમાતો નથી, મુખને ભંગ કરનારા બગાસા ક્ષણ પણ શાંત થતા નથી. (૩૬) દાહ, શ્વાસ, શૂળ, કાન, મુખ, મસ્તક, આંખ, કુક્ષિની વેદનાઓ એવી થાય છે જેમ સકલ લોક તેને આળોટતો જુવે છે. તેની પાસે રહેલ પરિજન, અંતઃપુર સહિત રાજા દુ:ખ સહિત તેવો વિલાપ કરે છે જેથી સર્વ પણ સામંત અને નગરના લોકો રડ્યા. એ પ્રમાણે આ લોકો વિલાપ કરે છે તથા અસંખ્ય ઉપચારો કરાવે છે ત્યારે તેઓના દેખતા તીવ્ર દુ:ખોને સહન કરીને બાળક મરણ પામ્યો. પછી મૂર્છાથી મીંચાઈ ગયેલી આંખોવાળો રાજા નિશ્ચેષ્ટ જલદીથી ધરતી પર પડ્યો. પછી ક્ષણથી ચેતનાને પ્રાપ્ત કરીને નગરલોકની સહિત, અંતઃપુર સહિત, ચાકરો સહિત, મંત્રી સામંતો સહિત રાજા પ્રલાપ કરે છે. પછી પુત્રનું મૃત્યુકાર્ય કરીને કાળથી તે શોકથી મુક્ત થયેલ કોઈક અતિશય જ્ઞાનીને પૂછે છે કે મારો આ પુત્ર કેમ અલ્પાયુ થયો ? બાળક એવા તેણે મહાદુ:ખને કેમ અનુભવ્યું ? પછી તેના વડે કહેવાયું કે હે નરનાથ ! પૂર્વભવમાં આ વણિક અતિશય મિથ્યાદ્દષ્ટિ હતો જે પોતાના ધર્મમાં અજ્ઞાનપૂર્વકના કષ્ટમાં નિરત હતો તો પછી પોતાના ગૃહકાર્યમાં શું કહેવું ? તથા ધર્મના બાનાથી છક્કાય જીવનો વધ ક૨ના૨ હતો તથા અલીક વચનમાં રત હતો તેથી આ અલ્પાયુ અને રોગી થયો. એ પ્રમાણે તે રાજાએ જ્ઞાનીના વચનો સાંભળીને પુત્રના નિર્વેદથી દીક્ષા લીધી. પછી સારી રીતે દીક્ષા આરાધીને પાંચમાં દેવલોકમાં મહર્દિક દેવ થયો અને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. (૪૭).
આ પ્રમાણે બાળપણમાં કંઈપણ સુખ નથી એમ વિવેચન કર્યું. તો પછી તારુણ્યમાં સુખ હશે એમ જો તમને શંકા હોય તો તેને જણાવતા કહે છે
तरुणत्तणम्मि पत्तस्स धावए दविणमेलणपिवासा ।
सा का वि जीईन गणइ देवं धम्मं गुरुं तत्तं ।। २८२ ।। तमिल कह व अत्थे जइ तो मुज्झइ तयं पि पालंतो । बीइ राइतक्कर अंसहराईण निचं पि ।। २८३ ।