________________
ભાવના પ્રકરણ ભાગ - ૨
૧૫૭
'बालस्याऽपि तीव्राणि दुःखानि दृष्ट्वा निजतनुजस्य ___ बलसारपृथ्वीपालो निर्विण्णो भवनिवासात् ।।२८१।। ગાથાર્થ : પોતાના બાળક પુત્રના પણ તીવ્ર દુ:ખો જોઈને બલસાર રાજા ભવનિવાસથી નિર્વેદ પામ્યો. (૨૮૧).
सुबोधा, कथानकं त्वभिधीयते - કથાનક કહેવાય છે.
બલસાર રાજાનું કથાનક લલિતપુર નામનું નગર છે જેમાં સ્ત્રીઓના વિલાસોથી જાણે દેવીઓ જિતાય ન ગઈ હોય ! તેથી લોકમાં ખેતાનું મોઢું બતાવતી નથી અને તેમાં બલસાર નામનો રાજા છે જે આખી પૃથ્વીમાં વિખ્યાત છે. જેણે ભુજાના બાળથી દુશ્મનોને જીતી લીધા છે જેનું સૈન્ય શોભામાત્ર છે. સર્વ અંત:પુરના સારવાળી લલિતાંગી તેની પટરાણી છે. આ બંનેને રાજ્યમાં સર્વ પણ ઇચ્છિત પ્રાપ્ત થાય છે પરંતુ હંમેશા પણ રાજાના ચિત્તમાં નિરપત્યતા (સંતાનહીનતા) સાલે છે.
હવે કોઈક વખત રાત્રીના મધ્ય સમયે નગરના ઉદ્યાનમાં વીણાવેણુથી યુક્ત મધુર ગીત ધ્વનિને સાંભળે છે. પછી રાજા શયનમાંથી ઊઠીને ત્યાં ગયો. અને ત્યાં જિનાયતનમાં નૃત્ય કરતા એક ખેચરને જુવે છે. પછી કૌતુકથી ખેંચાયેલો જેટલામાં એક ક્ષણ ત્યાં જુવે છે તેટલામાં તે જિનેશ્વર ભગવાનના પૂજાકાર્યને કરીને, નજીકના ઉદ્યાનમાં કદલીઘરમાં જઈને ક્રીડા કરે છે. અને તે ખેચર જ્યારે કદલીઘરમાંથી નીકળે છે ત્યારે ત્યાં બેચરોનું સૈન્ય આવ્યું. તેના નાયકે તે ખેચરને પડકાર્યો. પછી બંને ખેચર સૈન્યોનું યુદ્ધ શરૂ થયું. બંનેનું સૈન્ય દૂર ગયું એટલે એક ખેચરી આવીને ત્યાં રહી અને રાજાના દેખતા ક્ષણથી ત્યાં એક ખેચર આવ્યો જેટલામાં ખેચર તે ખેચરીને પકડવા જાય છે તેટલામાં ખેચરીએ બૂમ પાડી. પછી રાજાએ ખેચરને પડકાર્યો. અરે ! મારા દેખતા તું નાથ વિનાની આનું હરણ નહીં કરી શકે. (૧૧) પછી તલવાર ખેંચેલ રાજા અને ખેચર બંને પણ યુદ્ધ કરવામાં કુશળ, ગુલાંટ મારતા, મહાસુભટો વિવિધ શસ્ત્રોથી યુદ્ધ કરે છે. મોટા પુણ્યના કારણે હણાયેલી વિઘાઓ રાજાને અસર કરતી નથી. ખેચર ક્ષણથી હણાયો અને રાજા પણ ઘાતોથી રુંધાયો. તેવી અવસ્થાવાળા રાજાને જોઈને અને પોતાના ભરથારને યાદ કરીને ખેચરી વિલાપ કરે છે અને પછી તેનો પતિ આવ્યો. (૧૪) પછી આધ્વાસન આપીને તેણે પત્નીને તે વ્યતિકર પુછુયો. પત્નીએ પણ સર્વ વ્યતિકર ખેચરને કહ્યો. પછી બેચર પ્રયત્નથી રાજાની ત્રણ ચિકિત્સા કરે છે. દિવ્ય-ઔષધીઓથી રાજાને નિરોગી શરીરવાળો કરીને પછી વિનયથી કહે છે કે હે મહાયશ ! તેં મને જીવન આપ્યું છે તેનાથી વિશેષ અમે શું કહીએ ? તેથી પોતાનું જે કંઈપણ ઇચ્છિત હોય તેને કહો જેને હું હમણાં સાધી આપું. રાજાએ કહ્યું કે તમારા જેવા સુપુરુષોનું મને જે દર્શન થાય છે તેનાથી શું બીજું કંઈપણ સનીહિત છે ? પરંતુ જો કહેવા યોગ્ય હોય તો આ વ્યતિકર શું છે તે કહો. પછી ખેચર કહે છે કે તમારા જેવા માટે કંઈપણ અકથનીય નથી તેથી હું કહું છું તે તમે સાંભળો. (૧૯)
વૈતાઢ્ય પર્વત ઉપર સુવર્ણકેતુ નામના વિદ્યાધર ચક્રવર્તીની માલતી દેવીનો હું ચંદ્રશેખર પુત્ર છું અને હું મારા આ મામાની પુત્રી કુમુદિનીને પરણ્યો છું. ખેચર રાજાનો મૃગાંક નામનો પુત્ર આના વિશે આસક્ત થયો છે અને હંમેશા પણ છિદ્રોને શોધતો આજે અહીં આવ્યો છે અને તે મારી સાથે યુદ્ધ કરવા લાગ્યો. યુદ્ધ કરતા