________________
૧૩૬
ભવ ભાવના પ્રકરણ ભાગ - ૨
जाले बद्धः शस्त्रेण छित्त्वा हुतवहे परिपक्वः भुक्तश्चानार्यः यत् मत्स्यभवे तत् स्मर ! ।।२२९।। छित्त्वा निशितशस्त्रेण खंडश उत्कलतैले તત્વિા તુહિ. સંત ! ભુસ્તવ પારરૂપ जीवनपि खलु उपरि दत्त्वा दहनस्य दीनहृदयश्च कृत्वा भटिनं भुक्तोऽसि तैरपि च तत्र ।।२३१।। अन्योन्यग्रसनव्यापारनिरतातिक्रूरजलचरारब्धः त्रस्तो ग्रस्तो मुक्तः नष्टः ढौकितश्च गलितश्च ।।२३२।। वडिशाग्रन्यस्तामिषलवलुब्धो रसनापरवशो मत्स्यः गलके विद्धः शस्त्रेण छित्त्वा भृष्ट्वा भुक्तः ।।२३३।। प्रियपुत्रोऽपि खलु मत्स्यत्वे जातः सुमित्रगृहपतिना
वडिशेन गले गृहीतो मुनिना मोचितः कथमपि ।।२३४।। ગાથાર્થ : પૂર્વે માછલાના ભવમાં જાળમાં બંધાયો છે અને શસ્ત્રથી કાપીને અગ્નિમાં શેકાયો છે પછી અનાર્યોથી જે ભક્ષણ કરાયો છે તેને તું યાદ કર. (૨૨૯) .
અને તે જ માછલાના ભવમાં તીક્ષ્ણ શસ્ત્રથી ટુકડે-ટુકડા કરીને, ઉકળતા તેલમાં તળીને ખુશ થયેલા હૈયાવાળા જીવોવડે તું ભક્ષણ કરાયો છે તેને યાદ કર. (૨૩૦)
અને તે માછલાના ભવમાં જીવતા પણ ખરેખર અગ્નિ ઉપર ચડાવીને, ભડથું કરીને દીન હૃદયવાળો તું તેઓવડે જે ભક્ષણ કરાયો છે તેને યાદ કર. (૨૩૧)
પરસ્પરને ગળી જવાના વ્યાપારમાં નિરત થયેલા અતિક્રૂર જળચરો વડે તેવા પ્રકારની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયેલો તું ત્રાસ પમાડાયો, મોઢામાં પકડાયો, મોઢામાં નહીં ગળાઈ શકતો હોવાથી છૂટેલો પાણીમાં છુપાયો, ફરી પાછો જળચરોની નજરમાં આવ્યો અને ગળાઈ ગયો તેને તું યાદ કર. (૨૩૨)
ગલના*કાંટાના આગળના તીક્ષ્ણ ભાગમાં પરોવેલા માંસના ટૂકડામાં લુબ્ધ થયેલો, રસનાને પરવશ થયેલો, એવો તું ગલમાં વીંધાયો અને શસ્ત્રથી છેદી અને ભેજીને ભક્ષણ કરાયો તેને તું યાદ કર. (૨૩૩).
પ્રિયપુત્ર પણ માછલાના ભવમાં ઉત્પન્ન થયો. સુમિત્ર ગૃહપતિવડે ગલથી પકડાયો અને કોઈક રીતે મુનિવડે મુકાવાયો તેને તું યાદ કર. (૨૩૪)
पंचापि सुगमाः ।। नवरं 'तहिं चेव' त्ति तस्मिन्नेव मत्स्यभवे 'तेहिं चिय' त्ति तैरेवानार्यः 'तहिं पि' त्ति तस्मिन्नेव मत्स्यभवे, अन्योऽन्यग्रसनव्यापारनिरताश्च तेऽतिक्रूरजलचराश्च तैरारब्धो मत्स्य: कदाचित् त्रस्तः, ततो धावित्वा • ગલ એટલે માછલાં પકડવાનો આંકડો. લોખંડના સળીયો છેડેથી બંને બાજુ વળેલો જેનાથી માછલા પકડી શકાય તે.