________________
ભલ ભાવનાપ્રકરણ ભાગ- ૨
૧૩૫
હવે તે શ્રેષ્ઠહાથી પણ જેટલામાં ચાલે છે તેટલામાં જીર્ણશરીરવાળો, જામી ગયેલા લોહીવાળો, ક્લેશને પામતો “ધસ' એમ કરતા પૃથ્વીતળ પર પડ્યો અને ત્રણ રાત દિવસ સુધી શિયાળના ભક્ષણ વગેરેની તીવ્ર વેદનાઓને સહન કરે છે. સો વરસનું સર્વ આયુષ્ય પાળીને, વેદનાને સમભાવપૂર્વક સહન કરીને તું અહીં શ્રેણિકનો પુત્ર થયો. (૯૩) તેથી જો તિર્યંચના ભાવમાં પણ તારાવડે સારી રીતે વેદના સહન કરાઈ અને કરુણાથી સસલાની ઉપર પગ ન મુક્યો તો હમણાં શ્રેષ્ઠ બ્રહ્મચર્ય આદિ વ્રતોથી યુક્ત સાધુઓના પગના સંઘટ્ટાને કેમ સહન કરતો નથી ? કેમકે તિર્યંચના ભવમાં દુ:ખને પ્રાપ્ત કરીને જે સહન કર્યું છે તેની અપેક્ષાએ આ કેટલું માત્ર છે ? છતાં પણ અનંતગુણ નિર્જરાના ફળવાળું છે. એ પ્રમાણે સાંભળીને મેઘ જાતિસ્મરણથી તે સર્વને સ્વયં જ યાદ કરે છે પછી મિચ્છામિ દુક્કડું આપીને આ પ્રમાણે અભિગ્રહ કરે છે. “એક આંખોને છોડીને બાકીના શરીરના સર્વ અવયવોમાં સાધુઓનો સંઘટ્ટો થાય તો પણ મારે મનમાં ખેદ ન કરવો.” એ પ્રમાણે સમ્યગુ અભિગ્રહ તથા અસ્મલિત ચારિત્રને આરાધીને, ઘણાં કમશોને ખપાવીને વિજય નામના અનુત્તર વિમાનમાં દેવ થયો. ત્યાંથી અવીને તે મહાત્મા સુકુળમાં જન્મ લઈને, સર્વકર્મોનો નાશ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. . तदेव स्थलचराणां लेशतः स्वरूपमुक्तं, अथ शेषजलचरोपलक्षणार्थ मत्स्यमधिकृत्यात्मानुशास्तिगर्भ तत्स्वरूपमाह -
આ પ્રમાણે સંક્ષેપથી સ્થળચરોનું સ્વરૂપ કહ્યું. હવે બાકીના જળચરોના ઉપલક્ષણને માટે માછલાનું વર્ણન કરીને આત્માને શિખામણ આપતા સારના સ્વરૂપને કહે છે.
અહીં વાચ્યાર્થ માછલું છે, બાકીના જળચરો લક્ષ્યાર્થ છે તેથી માછલાના વર્ણનથી બાકીના જળચરોનું (લક્ષ્યાર્થનું) વર્ણન સ્વયં સમજી લેવું.
- जाले बद्धो सत्थेण छिंदिउं हुयवहम्मि परिमुक्को ।
भुत्तो य अणजेहिं जं मच्छभवे तयं सरसु ।।२२९।। छेत्तूण निसियसत्येण खंडसो उक्कलंततेलम्मि । तलिऊण तुट्ठहियएहि हंत भुत्तो तहिं चेव ।।२३०॥ जीवंतोऽवि हु उवरिं दाउं दहणस्स दीणहियओ य । काऊण भडित्तं भुंजिओऽसि तेहिं चिय तहिं पि ।।२३१।। अन्नोऽनगसणवावारनिरयअइकूरजलयरारद्धो । तसिओ गसिओ मुक्को लुक्को ढुक्को य गिलिओ य ।।२३२।। बडिसग्गनिसियआमिसलवलुद्धो रसणपरवसो मच्छो । गलए विद्धो सत्येण छिंदिउं भुंजिउं भुत्तो ।।२३३।। पियपुत्तोऽवि हु मच्छत्तणंपि जाओ सुमित्तगहवइणा । बडिसेण गले गहिओ मुणिणा मोयाविओ कह वि ।।२३४।।