________________
બક ભાવના પ્રકરણ ભાગ- ૨
૧૩૩
સમયમાં મિથ્યાત્વનો ત્યાગ કર્યો અને તેને ધારિણી નામે રાણી છે અને ધારિણી ક્યારેક રાત્રીના પાછલા ભાગમાં શ્વેત હાથીને મુખમાં પ્રવેશેલો જુએ છે. પછી નિમિત્તિકોએ રાજાને કહ્યું કે શ્રેષ્ઠપુત્રનો જન્મ થશે. હવે તે દિવસથી માંડીને ધારિણીનો ગર્ભ વધે છે. (૫) પછી ત્રીજા માસે અકાલમેઘ વિશે દોહલો થયો. પછી વિચારે છે કે ચારે બાજુથી અકાળે ઉન્નત મેઘમાં શ્રેણીકરાજા વડે અનુસરાતી, હાથી ઉપર આરૂઢ થયેલી, શોભતા શ્વેત છત્રને ધારણ કરતી એવી હું રાજગૃહ નગરીમાં ભ્રમણ કરું તો મારો દોહલો પૂર્ણ થાય પણ આજે આ દુર્ઘટ છે એમ હું માનું છું. આ ચિંતાથી તેનું શરીર પ્રતિદિન ક્ષીણ થાય છે. (૮) પછી રાજાવડે આગ્રહથી પુછાયેલી ધારિણી દોહલાને કહે છે. રાજા પણ અભયકુમારને આ વાત જણાવે છે. અભયકુમાર પણ ઉપયોગ પૂર્વક અઠ્ઠમભક્તથી પૌષધશાળામાં રહેલો પૂર્વભવના મિત્ર સૌધર્મવાસી દેવની આરાધના કરે છે. પછી દેવ ધારિણીનો અકાળ મેઘનો દોહલો પૂર્ણ કરે છે. પછી ક્રમથી ઉચિત સમયે ધારિણી પણ શ્રેષ્ઠ રૂપ અને લક્ષણથી યુક્ત પુત્રને જન્મ આપે છે. દોહલાને અનુસારે તેનું નામ મેઘકુમાર રખાયું. મોટો થયેલો તે ક્રમથી કળાઓને શીધ્ર ભણે છે. હવે યૌવન ભાવને પામેલો દેવાંગનાઓને પણ અભિલાષનીય એવો તે રાજાઓની સુરુપ કન્યાઓને પરણે છે. ક્યારેક વિહાર કરતા શ્રી વીરજિનેશ્વર
ત્યાં પધાર્યા. તેની પાસે જિનધર્મ સાંભળીને શ્રાવક થયો. (૧૪) - પછી વિહાર કરીને ફરી પણ ભગવાન ત્યાં આવ્યા અને સંવિગ્ન મેઘકુમાર તેમની પાસે દીક્ષા સ્વીકારે છે. પછી રાત્રીની અંદર યથારનાધિક સાધુના સંથારાને કરતા મેઘકુમારનો સંથારો વસતિ (ઉપાશ્રય)ના દરવાજા પાસે આવ્યો. વાચના-સંપુચ્છના આદિ કાર્યોને વિશે નીકળતા અને પ્રવેશતા સાધુઓના પગાદિનો સંઘટ્ટો મેઘકુમારના હાથ, પગ અને મસ્તકમાં એવી રીતે થયો કે જેથી તેને આખી રાત્રીમાં પણ નિદ્રા ન આવી. (૧૮) પછી વિચારે છે કે હું જ્યારે ગૃહસ્થાવસ્થામાં હતો ત્યારે સર્વ સાધુઓ મારો આદર કરતા હતા પણ હમણાં જુઓ મને કેવા નિ:શંક, દઢ કદર્થના કરે છે. તેથી પ્રભાત સમયે શ્રી વીરજિનેશ્વરને પૂછીને ઘરે જાઉં, હજુ પણ મારે શું બગડ્યું છે? એ પ્રમાણે વિચારીને સમોવસરણમાં બેઠેલ શ્રીવીર જિનેશ્વરની પાસે જેટલામાં જાય છે તેટલામાં ભગવાને સ્વયં જ કહ્યું કે હે મેઘ ! તને આજે રાત્રીમાં આવા પ્રકારનો વિકલ્પ થયો. પછી મેઘ કહે છે કે હા, તે પ્રમાણે જ વિકલ્પ થયો. પછી જિનેશ્વરે કહ્યું કે હે ભદ્ર ! પરિણત થયું છે જિનેશ્વરનું વચન જેઓને, ઘણાં પૈર્યવાળા તમારા જેવાને આ ઉચિત નથી કેમકે અનાદિ સંસારમાં રહેતા જીવે નરકાદિનું ઘણું દુઃખ અનુભવ્યું છે. હે ભદ્ર! આ ભવથી પૂર્વના ત્રીજા ભવમાં તારા વડે જે દુ:ખ અનુભવાયું છે તેની અપેક્ષાએ તારે અહીં કેટલું દુ:ખ છે ? (૨૪) પછી મેઘે પુછ્યું કે હે પ્રભુ ! તે ભવમાં મારાવડે શું દુઃખ અનુભવાયું છે ? પછી જિનેશ્વર કહે છે કે તારાવડે જે દુઃખ અનુભવાયું છે તેને એક મનવાળો થઈને સાંભળ. (૨૫)
આજ ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતની તળેટીમાં વનચરોવડે જેનું નામ પડાયું છે એવો તું સુમેરુપ્રભ નામનો ભદ્રજાતિથી યુક્ત એક હજાર હાથીઓનો અધિપતિ, સાત અંગથી પ્રતિષ્ઠિત (અર્થાત્ સાત અંગથી પરિપૂર્ણ) ત્રીજા ભવમાં શ્રેષ્ઠ હાથી હતો. ગિરિના ઝરણા ગુફા અને જંગલમાં શ્રેષ્ઠ મદનીયા અને નાની હાથીણીઓની સાથે પ્રમુદિત ચિત્તવાળો તું જ્યારે રમતો હતો ત્યારે ક્યારેક લોકને સુખ આપનાર વસંત ઋતુ પૂર્ણ થયા પછી મત્સરથી જ સંતાપને વહન કરતો દુર્જનની જેમ ઉનાળો શરૂ થયો. જે ઉનાળો પ્રચંડ કિરણોના તાપ સાથે પ્રચંડ પવનને કુંકતો પ્રજાને ભુવનરૂપી લુહારની ભઠ્ઠીમાં નાખીને હંમેશા પાડે છે. જેમાં શીતળતાના આદરવાળો લોક હાર-મણી-ચંદ્ર-ચંદન-પાણીથી ભીંજાવેલા સુતરાઉ વસ્ત્રો, જળાશય તથા વન અને જળયંત્રોવાળા ઘરોનું (જ • સાત અંગથી પરિપૂર્ણ: ચાર પગ, સુંઢ, પૂંછડું અને લિંગ એમ સાત અંગથી પરિપૂર્ણ અર્થાત્ બિલકુલ ખોડખાપણ વિનાનો.