________________
૧૨૮
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
થયા. ડુક્કર મોટો થયા પછી તેના ઘણાં વધેલા (પુષ્ટ થયેલા) પીઠના ઉપરના ભાગથી કૂદકો મારીને જમણી બાજુથી ડાબી બાજુ કે ડાબી બાજુથી જમણી તરફ જાય છે અને દાંતથી પકડેલા કાનને જોરથી ખેંચીને ઊભો રહે છે અને તે સ્થિતિમાં ડુક્કર એક પણ પગલું ભરવા સમર્થ બનતો નથી પછી ઘોડેસવાર શિકારી આવીને ડુક્કરને ભાલાથી વીંધીને મારે છે. ભાવાર્થ કથાનકથી કહેવાય છે અને તે કથાનક આ પ્રમાણે છે
- શૂરરાજપુત્ર કથાનક ઋષભપુર નામનું નગર છે જે ધોળા બળદની પીઠ જેવું છે, જે ચંદ્રના કિરણો જેવા સફેદ પ્રાસાદોથી શ્વેત છે અને ધનવાનોનું નિવાસ સ્થાન છે અને ભાનુ નામનો રાજા તે નગરનું પાલન કરે છે. તે રાજામાં પણતા નામનો દોષ છે. ચંદ્ર જેમ કલંકથી મલિન છે તેમ કૃપણતા નામનો દોષ રાજાના બીજા ગુણ સમૂહને મલિન કરે છે.
અને આ બાજુ શૂરનામનો રાજપુત્ર છે જે પિતા સંબંધી સંપત્તિના વારસદારો વડે કાઢી નખાયો. (અર્થાત્ તેને પિતાની સંપત્તિમાંથી કંઈપણ ભાગ આપવામાં ન આવ્યો.) શીલથી યુક્ત એવી ચંદ્રવદના ભાર્યાની સાથે રહેલો એકલો ભમતો ઋષભપુર નગરમાં આવ્યો. પછી ભાર્યાવડે કહેવાયેલો ભાનુ રાજાની સેવા કરે છે પણ રાજા તેને એક પણ કોડી આપતો નથી. (૪)
હવે શૂર ચંદ્રવદના પત્નીને કહે છે કે હે પ્રિયા ! આ રાજા અદાતા છે અર્થાત્ કંઈપણ આપતો નથી તેથી તું આ નગરમાં રહે હું અયોધ્યા જાઉં છું. પછી તેની સ્ત્રી કહે છે કે એમ નહીં કારણ કે ત્યાં ગયેલ તમે અન્ય સ્ત્રીઓમાં રાગી થયેલ મને ભૂલી જશો તેથી આપણે બંને સાથે ત્યાં જઈએ. સમજાવવા છતાં પણ કોઈ રીતે આ ચંદ્રવદના સમજતી નથી ત્યારે શૂરે વિનયથી કુળદેવતાની આરાધના કરી. (૭) પછી દેવી પ્રત્યક્ષ થઈને તે બંનેને એકેક દિવ્ય સુગંધિ ગંધવાળા ફુલોનો ચઉસરો હાર આપ્યો અને કહ્યું કે આ હારને તમે માથામાં બાંધજો અને જેના ફૂલો કરમાઈ જશે તે બીજામાં આસક્ત થયો છે એમ જાણજો એ પ્રમાણે દેવીના વિધિ (વચન)માં વિશ્વાસ ઉત્પન્ન થયો ત્યારે તેણે પતિને ત્યાં મોકલ્યો. (અર્થાત્ ચંદ્રવદનાએ પતિને અયોધ્યા જવાની રજા આપી.) શૂર રાજપુત્રે પણ ત્યાં ઋષભપુરમાં એક ઉત્તમ ગુપ્ત પ્રસાદ લઈને દાસ-દાસીની સાથે ચંદ્રવદનાને ત્યાં રાખી. પછી અશનાદિની વ્યવસ્થા કરીને અયોધ્યામાં પહોંચ્યો અને રાજાવડે સ્વયં શૂર ત્યાં જોવાયો. (૧૧) અને અતિ ગૌરવથી રાજાએ તેને વિપુલ દ્રવ્ય આપ્યું અને રાજાની સેવા કરતો સુખેથી રહે છે અને ઉત્તમ ઇષ્ટ વસ્ત્રો વગેરે પત્નીને મોકલે છે.
હવે કોઈ વખત શૂરના હારમાં ફુલો છે તેવા પ્રકારના ફુલો અયોધ્યામાં સર્વત્ર ખલાસ થઈ ગયા. ધનથી પણ ક્યાંય મળતા નથી ત્યારે રાજાએ નજીકમાં રહેલા માણસોને પુછ્યું કે શું અહીં ક્યાંય આવા પ્રકારના ફુલો દેખાય છે ? પછી તેઓ જવાબ આપે છે કે આવા પ્રકારના ફુલો બીજે ક્યાંય દેખાતા નથી પરંતુ કયાંયથી પણ આવા પ્રકારના અમ્યાન સુગંધી પુષ્પોથી ગુંથાયેલા હારને મસ્તકમાં ધારણ કરતો આ રાજપુત્ર હંમેશા દેખાય છે. પછી રાજાએ શૂરને આ વ્યતિકર પુછુયો. પછી શૂરે પણ સર્વ હકીકત યથાસ્થિત જ કહી એટલે રાજા વિસ્મિત થયો અને વિચારે છે કે શું સ્ત્રીઓને પણ આવું શીલનું સત્ત્વ હોય છે ? જેનો પતિ લાંબો સમયથી પરદેશ ગયો હોય. વિશેષ પ્રકારના રૂપ અને યૌવનનો ભાવ ખીલ્યો હોય ત્યારે તે સ્ત્રી શું બીજાથી ક્ષોભિત ન કરાય ? તેથી હું આની ખાતરી કરું અને રાજાની પાસે કિનર અને ગંધર્વ નામના બે ગાયકો છે