________________
૧ર૪
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
નષ્ટ ચંચળ વીજળી જેવું જણાયેલું છે તેને શું તમે નથી જાણતા ? મને આવું સુખ આજે મળશે, આવતી કાલે મળશે એવી સંભાવના કરે છે પણ નહીં જાણેલા (ઓચિંતા) આવી પડતા યમરાજના સૈન્યના શસ્ત્રને જોતો નથી. (૧૩૯).
જે નરકના અધમ માર્ગને જાણે છે તે નરકમાં નહીં જાય એમ જાણતો અને બોલતો જીવ પોતે કરેલ કર્મ રૂપી દોરડીને અવલંબીને નરકગતિમાં ગયો. (૧૪૦)
દેવનો ચાકર, પરિભવથી વિમનવાળો, હતાશ થયેલો જીવ એમ વિચારે છે કે હું ધર્મમાં નિરુદ્યમી હતો તેથી દેવનો દાસ થયો. (૧૪૧).
દેવલોકમાં દેવપણું તુલ્ય છે તો પણ ઇન્દ્ર જેને આજ્ઞા કરે છે તે ધર્મના પ્રમાદનું ફળ છે તેથી વૈરી એવા ધર્મપ્રમાદનો દોષ કેવી રીતે સેવાય ? (૧૪૨)
દેવભવમાં હનપણાને જોઈને વરાકડો દેવ એ પ્રમાણે ઝૂરે છે કે જિનવચનવાળો નરભવ પ્રાપ્ત કરાયે છતે. ફરી ધર્મમાં પ્રમાદ કરાયો. (૧૪૩)
રિદ્ધિ-શાતા-સૌભાગ્ય-યશનો અર્થી, ગુરુનો પરાભવ કરનારો, કુમતથી કદર્શિત કરાયેલો એવો હું કિલ્બિષિક દેવલોકમાં પરાભવ કરવાને પાત્ર કિલ્બિષિક દેવ થયો. (૧૪૪)
હું કોઈપણ રીતે (મહા મુશ્કેલીથી) જિનવર ધર્મને પામીને પ્રમાદાદિમાં પડીને ધર્મને ભુલ્યો તેથી દેવના નોકર તરીકે ઉત્પન્ન થયો આથી શું હવે ગુસ્સો કરીને યમરાજ મરાય છે ? (અર્થાતુ રોષ કરીને બાંધેલા કર્મો નાશ થાય ?) ૧૪૫
અલ્ય સુખમાં લંપટ થયેલા કેટલાક શઠ મહર્ષિઓ ધર્મમાં શિથિલ થાય છે તે મૂઢો કોટિ (ક્રોડ)ને કાકિણીને* માટે હારે છે. (૧૪)
અર્થાત્ બગલો ઉનાળામાં ઘણો સંતાપ પામ્યો હોય અને ઘણો ભૂખ્યો થયો હોવા છતાં જળવિનાનું સરોવર જુવે તો તેવા સરોવરમાં તેને જરા પણ રાગ થતો નથી કારણ કે તેને જે ભક્ષ્ય જોઈએ છે તે સૂકા સરોવરમાંથી મળવાનું નથી, તેવી રીતે માયાવી સંસારરૂપી ઉનાળામાં ઘણો સંતાપ પામતો હોય તથા ઘણો તપ તપતો હોવા છતાં સદ્ અનુષ્ઠાનમાં રાગી થતો નથી કારણ કે માયાવની અપેક્ષા વિષયોમાંથી મળતા સુખમાં હોય છે જ્યારે સદ્ અનુષ્ઠાનમાં વિષયો કષાયોને છોડવાની વાત છે. (૧૪૭)
તેથી હે નાથ ! તમે જો કંઈપણ પોતાનું હિત જાણો છો તો અનુષ્ઠાનને આદરો, હું તમારા વડે રજા અપાયેલી જિનદીક્ષાનો સ્વીકાર કરીશ. (૧૪૮)
પછી રાજા પૂછે છે કે શું ગૃહસ્થોને ધર્મ હોતો નથી ? પછી ચાલી ગયો છે ચારિત્ર મોહનીય કર્મ જેનો એવી સંવેગી પુષ્પચૂલા પ્રિયા કહે છે કે મનુષ્ય જન્મ ઘરના આરંભ સમારંભમાં પૂર્ણ થાય છે તો તે ગૃહસ્થોને જીવદયાવાળા શ્રેષ્ઠ ધર્મની આરાધના પૂર્ણપણે ક્યાંથી હોય ? (અર્થાત્ ગૃહસ્થોનું જીવન આરંભ સમારંભના પાપથી યુક્ત હોય છે તેથી સંપૂર્ણ જીવદયાનું પાલન તેમાં શક્ય નથી.) ૧૫૦
પ્રિય-એવા ઘર-સ્ત્રીના પરિગ્રહ રૂપી વિષય ગ્રહથી ગૃહીત જે જુઠું બોલે છે, જે પરને ઠગે છે, જે કરુણાથી રહિત છે એવો જે કુમતિ ગૃહસ્થ જો સુખના માર્ગ એવા સ્વર્ગમાં જાય છે તો મુનિવર નષ્ટ
* કાકિણી એટલે ૨૦ કોડી પ્રમાણ મૂલ્યવાળો ચલણનો સિક્કો.