________________
૧૨૧
ભવ ભાવના પ્રકરણ ભાગ-૨
નમેલા સુર : અને સિદ્ધપુરુષના મુકુટના મણિઓના કિરણોથી શોભાવાયા છે ચ૨ણો જેના એવા પણ મુનિ કીડા અને પતંગીયાઓને પોતાની સમાન જુવે છે જોકે જાતિ, કુળ, રૂપ, જ્ઞાન, તપ અને ઐશ્વર્યથી સહિત છે અર્થાત્ ઉત્તમજાતિ આદિવાળા છે તો પણ આઠ મદ રૂપી હાથીના કુંભ સ્થળને ભેદવામાં પ્રવૃત્ત થાય છે. (૧૦૪)
ત્યાગ કરાયો છે સર્વપ્રકારનો વિરોધ જેનાવડે, તિરસ્કાર કરાયેલ છે મત્સર જેઓ વડે એવા સિંહ અને હરણાદિ જંગલી પશુઓ પણ મુનિવરના પડખાને છોડતા નથી. (૧૦૫)
સુપુરુષોના અવ્યાહત ગુણો કોના હૈયાને હરતા નથી ? મુનિસંગવાળા તે પશુઓ પણ વૈર વિનાના થઈ વિચરે છે. (૧૦૬)
તેથી હે નાથ ! તમે તે રાજર્ષિના અમૃતના ઝરણાનાં બિંદુના સમૂહના સારવાળા એવા સુભાષિતોને કેમ યાદ કરતા નથી ? (૧૦૭)
જ્યાં સુધી જરા રૂપી વ્યંતરી સર્વાંગને ગ્રસી ન જાય, ત્યાં સુધી ઉગ્ર રોગ રૂપી ભુજંગી (સાપણ) નિર્દય ડંસ ન મારે ત્યાં સુધી મનને ધર્મમાં ધારણ કરી આત્માનું હિત સાધી લેવાય, કારણ કે નિત્ય પ્રયાણ કરતા મુસાફરની જેમ જીવને આજે કે કાલે પ્રયાણ કરવાનું છે. (૧૦૮) સર્વ ચરાચર જીવોને વિશે દયા સહિતનો જે ધર્મ છે તે જ ૫૨માર્થથી ધર્મ છે, ઘર-સ્ત્રી-સુરત (ક્રીડા)ના સંગથી જે રહિત છે તે જ ગુરુ છે. જેણે વિષય અને કષાયોનો નાશ કર્યો છે તે ઉચિત ધર્મને આપે છે તેથી આવા ચિંતિત ફળને આપનારા રત્નત્રયને ગ્રહણ કરીએ. (૧૦૯)
દેવ, ધર્મ અને ધર્મીજન તથા ક્ષમા, દમ અને દયાની પરીક્ષા ક૨ કેમકે આંબાની શ્રદ્ધાવાળા એવા ઘણાં જીવો વડે બહેડાનું વૃક્ષ સિંચાયું છે. અર્થાત્ બાવળીયો (બહેડાનું વૃક્ષ) વાવીને કેરી આંબા ૨સ શું ચાખે ? એમ કુધર્મને સેવીને મોક્ષ કેવી રીતે પામે ? માટે દેવગુરુ ધર્મની પરીક્ષા કર. (૧૧૦)
જે વીતરાગ હોય તે પ્રિય૨મણીથી રુંધાયેલ અર્ધ-અંગવાળા ન હોય. (અર્થાત્ સ્ત્રી સંગવાળા ન હોય), જે રોષ (ક્રોધાધિ કષાય) વિનાના હોય, ભયથી મુક્ત હોય, શસ્ત્રોને ધારણ કરનારા ન હોય, મોહ વિનાના હોય, પરસ્પરને બાધ ન આવે તેવા વચનના સ્વામી હોય, આવા વીતરાગ જિનેશ્વર પ્રભુ તમને આજીવન શરણ હો. (૧૧૧)
જેના વડે કર્મમળનો ક્ષય નથી કરાયો (અર્થાત્ જે લઘુ કર્મી થયા નથી) તેઓ વડે પ્રભુ ઓળખાતા નથી. જે સ્ત્રીઓના કટાક્ષોથી પણ જણાતા નથી, જે નિવૃત્તિપુરમાં જવા માટે મહારથ સમાન છે તે પ્રભુને પ્રણામ કરો અને મનુષ્ય જન્મ ન હરો. (૧૧૨)
એ પ્રમાણે તે ભવમાં મહર્ષિના ધર્મમય વચનને સાંભળીને આપણો મતિમોહ નાશ પામ્યો અને હૃદયથી વિશુદ્ધ થયા અને બોધ પામ્યા. (૧૧૩)
પછી ભવરૂપી સમુદ્રને તારનારા, નાશ થયા છે અઢાર દોષ જેના, નિરંજન એવા જિનેશ્વર આપણાવડે સ્વીકારાયા, અને હે નાથ ! જેઓએ જાવજ્જીવ સુધી જીવદયાનો સ્વીકાર કર્યો, જેઓએ માંસ રસનો આસ્વાદ નથી કર્યો એવા પણ આપણે માંસનો ત્યાગ કર્યો. (૧૧૪)
ફરી ત્યાગ કરાયા છે વૈર વિરોધ જેઓ વડે, અત્યધિક પ્રશમવાળા, સ્વાધ્યાય-ધ્યાન-શ્રવણથી દળાયા છે દુર્મતિના મળ જેઓ વડે, મુનિના ચરણ રૂપી કમળની કરાઈ છે સેવા એવા આપણા પુણ્યશાળી નગરવાસીઓના નગ૨માં જે રીતે દિવસો જાય તેમ દિવસો જાય છે. (૧૧૫)