________________
૧૧૪
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
सुगमे ।। इह च हरिणत्वेन सर्वेऽपि जीवा अनन्तशः उत्पन्नपूर्वाः, केवलमुदाहरणमात्रमुपदर्शयन्नाह -
અને અહીં હરણના ભવમાં સર્વે પણ જીવો પૂર્વે અનંતવાર ઉત્પન્ન થયા છે ફક્ત ઉદાહરણને બતાવતા કહે છે.
एत्थ य हरिणत्ते पुष्फचूलकुमरेण जह सभजेण । दुहमणुभूयं तह सुणसु जीव ! कहियं महरिसीहिं ।।२१९।। अत्र च हरिणत्वे पुष्पचूलकुमारेण यथा सभार्येण
दुःखमनुभूतं तथा श्रृणु जीव ! कथितं महर्षिभिः ।।२१९ ।। ગાથાર્થ અને અહીં હરણના ભવમાં પોતાની પત્ની સહિત પુષ્પચૂલ કુમારે જે પ્રમાણે દુઃખ અનુભવ્યું હતું તે પ્રમાણે મહર્ષિઓએ બતાવ્યું છે તેને તે જીવ ! તું સાંભળ. (૨૧૯).
सुगमा । कथानकं तूच्यते - ગાથાર્થ સુગમ છે. હવે કથાનક કહેવાય છે.
પુષ્પગૂલ કથાનક પુષ્પભદ્ર નામનું નગર હતું. જેમાં માલતીના ફુલોના સમૂહની જેમ ઘણાં ગુણવાળા લોકોપયોગી મોતીના સમૂહો શોભે છે. તે નગરમાં પુષ્પદંત રાજા છે જે સૂર્ય જેવો ઉગ્રતાપવાળો નથી તથા ચંદ્રની જેમ કેલવાળો નથી. તેથી શીતળતાથી અને અકલંકતાથી અનુક્રમે જીતાયેલ સૂર્ય અને ચંદ્ર* આકાશમાં પરિભ્રમણ કરે છે. આ રાજાને પુષ્પદંતા નામની પરમ શ્રાવિકા રાણી છે અને તેને પુષ્પચૂલ નામે પુત્ર છે અને તેની સાથે જોડલા રૂપે જન્મેલી શ્રેષ્ઠરૂપવાળી પુષ્પચૂલા પુત્રી છે. તે ભાઈ બહેનને જે પ્રીતિ છે તે વર્ણવવી પણ અશક્ય છે કારણ કે બાળપણમાં સાથે ધૂળ ક્રીડા કરતા તથા કુમારપણામાં સાથે કળાને ગ્રહણ કરતા કયારેય પણ વિયોગને સહન કરતા નથી. (૫)
યૌવનને પ્રાપ્ત થયા ત્યારે રાજા વિચારે છે કે જો હું આ બેને છૂટા પાડીશ તો નિશ્ચયથી મરણ પામશે. તેથી લોકમાં એમ કહીને તથા બીજું કંઈક બાનું કાઢીને માતા વારે છતે રાજાએ પરસ્પરને પરણાવ્યા.તેથી ખેદ પામેલી દેવી દીક્ષા ગ્રહણ કરે છે અને રાજા મરણ પામે છતે પુષ્પચૂલ જ તે નગરનો રાજા થયો. વ્રતને આરાધીને દેવલોકમાં ઉત્પન્ન થયેલી દેવી જેટલામાં અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે છે તેટલામાં પુષ્પચુલાની સાથે વિષયસુખોને અનુભવતા પુષ્પચૂલને જુવે છે. પછી વિચારે છે કે વિષયસુખમાં આસક્ત થયેલા પોતાના સંતાનો નરકમાં ન જાઓ અને પુષ્પચૂલાને પુષ્પચૂલ ઉપર અધિક સ્નેહ છે તેથી પુષ્પચૂલાને જ સવિશેષ બોધ કરું એમ જઈને રાત્રીમાં તેને સ્વપ્નમાં પૂર્વે વર્ણવેલા સ્વરૂપવાળા નરકને બતાવે છે. હવે નરકના ભીષણ દુ:ખો જોઈને તે ભય પામી. એ પ્રમાણે નિત્ય રાત્રીમાં સ્વપ્નમાં તે ભીષણ સ્વરૂપવાળા નરકને જુવે છે. પછી રાજાને જણાવીને તર્થિકોને બોલાવાયા. પછી રાજાએ તેઓને પુછ્યું કે નારકો કેવા સ્વરૂપવાળા હોય છે ? તે કહો. તેઓમાં કેટલાક કહે છે કે હે રાજન્ !જે પરવશતા છે તે જ નરક છે. કારણ કે કૂતરો પણ સ્વચ્છંદતાથી ભમે છે જે કૂતરાથી પણ અધિક સદા પરાધીન છે સ્વેચ્છાથી ખાવા સૂવા કે બીજું કંઈ કરવા શક્તિમાન થતો નથી તે શું નરકથી કંઈ અન્ય છે? પુષ્યન્તો એટલે સૂર્ય અને ચંદ્ર તીર્થિકો એટલે અન્યદર્શનીઓ.