________________
જય ભાવના પ્રકરણ ભાગ- ૨
૧૦૯
ખાનપાન આપવામાં કમીના નથી રાખતા. (૧૩) હવે મોટી થયેલી તેને વિજન જાણીને (કોઈ ન દેખે તેમ) હાથથી સ્પર્શના કરે છે. ખુશ થયેલા તેઓ તેને ખોળામાં લે છે તથા રમાડે છે. તેઓનો સંબંધ ગાઢ થયે છતે તે ચાંડાલપુત્રી તેઓના ઘરમાં પણ પ્રવેશે છે અને ભાજનમાં પણ ભોજન કરે છે. પછી મધુવિપ્ર અને જાલિની પણ તે જ ભાજનમાં ભોજન કરે છે. બીજા બ્રાહ્મણો વડે પ્રાર્થના કરીને વારવા છતાં કેટલામાં કોઈપણ રીતે વિરામ પામતા નથી તેટલામાં તે બ્રાહ્મણો વડે પણ તે મધુપ્રિય અને જાલિની સર્વથા ત્યાગ કરાયા અર્થાત્ શાતિ બહાર કરાયા. પછી રાજાએ આ હકીકતને જાણી અને ગુસ્સે થયેલો મુખ્ય બ્રાહ્મણોને ભેગાં કરીને પુછ્યું કે અહીં મધુવિપ્રને શું પ્રાયશ્ચિત્ત છે ? હે રાજન્ ! ખદીરના અંગારાથી ભરેલ ખાડામાં નંખાયેલો આ શુદ્ધિને પ્રાપ્ત કરશે બીજી કોઈપણ રીતે આ શુદ્ધિને પામશે નહીં. (૧૮) રાજાએ તેમજ કરાવ્યું પછી તે મરીને પશુઘાતના પાપથી નરકમાં ગયો, તેની સ્ત્રી પણ તે જ ચિતામાં પ્રવેશીને મરે છે. તે પુરોહિતપદ બીજાને અપાયું. પછી જેટલામાં વસુદેવ ભણીને પાછો આવે છે તેટલામાં તેણે આ સર્વ વ્યતિકર સાંભળ્યો. પછી મોટા ખેદને વહન કરતો બીજા ઘરમાં રહ્યો અને દિવસો પસાર કરે છે.
હવે વસુ જેટલામાં તે બીજા પુરોહિતને વિલાસ કરતો જુવે છે તેટલામાં પોતે ભણેલા વેદનું ચિંતન કરે છે પછી કહે છે કે એક મારા પિતા વડે મારી આજીવિકા* ગ્રહણ કરાઈ અને પિતાવડે સર્વજનથી વિરુદ્ધ પણ પોતાને ચાંડાલમાં કેવી રીતે વટલાવાયો ? એ પ્રમાણે વિચારીને ફરી ફરી પણ પિતા પર દ્વેષી બને છે. (૨૩) પછી જેટલામાં વિચારે છે કે જો હું પિતાને ક્યાંય પણ જોઉં તો પોતાના હાથથી તેનું મસ્તક ગ્રહણ કરું એ પ્રમાણે મનમાં ગાઢ વૈરને વહન કરતો મરીને, સંસારમાં ભમીને પછી હસ્તિનાપુર નગરમાં તે ત્રિવિક્રમ નામે બ્રાહ્મણ થયો અને યજ્ઞો કરે છે. મધુવિપ્ર પણ નરકાદિમાં ભમીને ત્યાં જ બોકડો થયો જેને કોઈક રીતે ત્રિવિક્રમે જોયો. ઉત્પન્ન થયેલા પ્રશ્લેષથી બોકડાને પકડીને યજ્ઞમાં મારીને ભોજન કર્યું. પછી ફરી પણ મધુવિમ સંસારમાં પરિભ્રમણ કરતો પશુ જન્મને પામીને કોઈક ભવમાં વધ કરાયો અને કોઈક ભવમાં બીજાઓ વડે બલિમાં અપાયો તે જ રીતે અતિથિઓનું ભોજન કરાયો. ફરી પુષ્ટ કરાયેલો યજ્ઞોમાં હોમાયો. એ પ્રમાણે જ અનાર્યોવડે અનંતવાર મારીને ભોજન કરાયો તથા પોતાના પુત્રવડે પણ અનેકવાર મરાયો જ્યાં સુધી મધુનો
નંદિપુરમાં મહાક્રૂર, મિથ્યાદષ્ટિ રૂદ્રદેવ નામનો બ્રાહ્મણ થયો. (૩૦) અને તે કોઈ વખત પુત્રાદિ વર્ગની સાથે યાજ્ઞિક થયો ત્યારે યજ્ઞમાં વધ નિમિત્તે દૂરથી લાવીને એક પશુ બંધાયેલો છે તેટલામાં ઘણાં શિષ્યોના પરિવારથી યુક્ત કેવલી ભગવાન તે નગરની બહાર આવ્યા. (૩૨)
પછી ગોચરી સમયે શિખામણ આપીને ગીતાર્થ દક્ષ સાધુઓનો એક સંઘાટક ત્યાં મોકલાવ્યો. તે સંઘાટક ત્યાં જઈને મધુર વચનોથી બેં બેં કરતા પશુને દેશના આપે છે. પછી એક સાધુ તેને કહે છે કે “હે ભદ્ર ! તું બેિં કેમ કરે છે ? તારાવડે સ્વયં જ પૂર્વે મધુવિઝના ભાવમાં ઘણાં પશુઓ હણાયા છે અને આ યાજ્ઞિક પૂર્વભવમાં તારો વસુનામે પુત્ર હતો તથા આ કારણથી (પૂર્વે કહેવાયેલ) વેરથી પ્રતિબદ્ધ થયેલો સંસારમાં ભમીને તે હમણાં રુદ્રદેવ નામનો યાજ્ઞિક બ્રાહ્મણ થયો છે. તે પણ નરકાદિ સ્થાનોમાં અનંત દુ:ખોને અનુભવીને યજ્ઞોમાં હોમાતો, બીજાઓ વડે પણ વિવિધ પ્રકારોથી પશુના ભવમાં અનંતભવો સુધી હોમાતો એવો તું પોતાના પુત્ર વડે પણ અનેકવાર યજ્ઞોમાં હણાયો છે. અને આનાથી આગલા છઠ્ઠાભવમાં પશુ એવો તું માંસમાં લુબ્ધ એવા આ આહીરથી હણાયો છે. અમુકથી પાંચમાં ભવમાં, અમુકથી ચોથા ભવમાં, અમુકથી
અહીં ટીપ્પણી માં અમદા માં મમ શબ્દને બદલે વિકલ્પ મ શબ્દ આપેલ છે તે આધારે અર્થ કરેલ છે. સંઘાટકઃ ગોચરી વગેરે લેવા બે સાધુઓ સાથે જાય તેને સંઘાટક કહે છે.