________________
૧૦૪
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
जिनमतमश्रद्दधानाः दंभपराः परधनैकलुब्धमनसः
अंगारसूरिप्रमुखाः लभन्ते करभत्वं बहुशः ।।२०१।। ગાથાર્થ ઃ જિનમતની શ્રદ્ધા નહીં કરતા, દંભમાં તત્પર, પરધનમાં એક લુબ્ધ મનવાળા, અંગારસૂરિ વગેરે ઘણીવાર ઊંટના ભવને પામે છે. (૨૦૧)
इह केचिदभव्या दूरभव्या वा व्रते परिगृहीते आचार्यकेऽपि प्राप्ते जिनमतमश्रद्दधाना: दम्भमात्रप्रधानाः परधनैकलुब्धमनसः वस्त्रपात्रौषधमिष्टाहारादिद्वारेण परधनभक्षणपरा इत्यर्थः, किमित्याह-करभत्वमनेकशो लभन्ते, अंगारमईकाचार्यप्रमुखा इव, कः पुनरयमङ्गारमर्दकाचार्य इति ?, उच्यते -
ટીકાર્થ ? અહીં કેટલાક અભવ્યો અથવા દૂરભવ્યો વ્રત ગ્રહણ કરી આચાર્ય પદ પ્રાપ્ત કરે છે તે પણ જિનમતની શ્રદ્ધા નહીં કરતા માત્ર દંભને કરનારા પરધનમાં જ એક લુબ્ધ મનવાળા, વસ્ત્ર, પાત્ર, ઔષધિ, મિષ્ટ-આહાર વગેરે દ્વારા પરધનનું ભક્ષણ કરનારા અંગારમર્દક આચાર્યની જેમ અનેક વખત ઊંટના ભવને પામે છે. આ અંગારમક આચાર્ય કોણ છે ? તે કહેવાય છે.
અંગારમર્દક આચાર્યની કથા ગર્જનક નામનું સકુલીન (જેમાં ઉત્તમ પુરુષો વસે છે તેવું) નગર છે જે કુલીનોથી યુક્ત ઇન્દ્રપુરની સાથે હાથીની ગર્જનાના બાનાથી ગર્જારવ કરે છે. ગચ્છથી પરિવરેલા વિજયસેન નામના સૂરિ અનુક્રમે માસકલ્પથી* વિહાર કરતા પધાર્યા.
પછી તેમના શિષ્યોએ પ્રભાત સમયે સ્વપ્નમાં પાંચશો મદનીયાઓથી વીંટળાયેલો ડુક્કર જોયો. તેઓએ આ સ્વપ્નની વાત ગુરુને જણાવી. આચાર્યું પણ કહ્યું કે સુશિષ્યોથી પરિવરેલો કોઈ કુગુરુ આજે થોડા સમય પછી આવશે. (૪) પછી ચારે બાજુથી કલ્પવૃક્ષોથી અલંકૃત કરાયેલા એરંડ વૃક્ષની જેમ તથા સૌમ્યગ્રહોથી વીંટળાયેલા મહાદુષ્ટ શનિ ગ્રહની જેમ પાંચશો મહર્ષિઓથી પરિવરેલા રુદ્રદેવ આચાર્ય ત્યાં આવ્યા. ઉપાશ્રયમાં રહેલા સાધુઓએ અભ્યથાન આદિ પ્રતિપત્તિ કરી. સંધ્યા સમયે આગંતુક આચાર્યની પરીક્ષા માટે કાયિકભૂમિમાં કોલસા પથરાવવામાં આવ્યા. સાધુઓ કાયિક ભૂમિએ (માત્રુદિ પરઠવવા) નીકળ્યા. કચડાતી કોલસીના કચકચ થતા અવાજને સાંભળીને આગંતુક મુનિઓ જીવવિરાધનાની શંકાથી તે પ્રદેશમાં નિશાની કરીને મિચ્છામિ દુક્કડ આપે છે. પછી રુદ્રદેવ આચાર્ય ઊભા થયા. કાયિક ભૂમિએ જતા કોલસા ચગદે છે કચકચ અવાજ સાંભળી ઉપહાસપૂર્વક બોલે છે કે અહો ! અરિહંતે આને પણ જીવો કહ્યા છે. (૧૦) ઉપાશ્રયમાં સ્થિત સાધુઓ પ્રચ્છન્ન રીતે સમગ્ર વૃત્તાંતને જોઈને પોતાના ગુરુને જણાવ્યું. પછી તે કૃતનિધિ આચાર્ય પણ આગંતુક મુનિઓને દેશનાથી પ્રતિબોધે છે અને કહે છે કે આકૃતિથી તથા આવી ચેષ્ટાથી ખરેખર આ અભવ્ય હોવો જોઈએ તેથી તમે આનો ત્યાગ કરો કેમકે આ તમને ક્યાંક અનર્થમાં નાખશે. પછી તે સાધુઓએ ઉપાયથી ક્રમે કરી તેનો ત્યાગ કર્યો. પછી આ બધા અન્યગુરુની ઉપસંપદા* સ્વીકારીને અકલંક ચારિત્ર આરાધીને દેવલોકમાં ગયા. માસકલ્પ એટલે ચોમાસા સિવાયના આઠમાસમાં કોઈપણ ગામ કે નગરમાં એકેક મહિનો રહેવું તે. એક નગરમાં એક માસ પૂર્ણ થયા પછી બીજા નગરમાં વિહાર કરી બીજો માસ રહેવું. ચંદ્ર, બુધ, ગુરુ અને શુક્ર સૌમ્ય ગ્રહો છે. સૂર્ય, મંગળ, શનિ, રાહુ અને કેતુ દુષ્ટ (ફુર) ગ્રહો છે. કુરગ્રહોમાં શનિ મહદુષ્ટ છે. ઉપસંપદા એટલે જ્ઞાનાદિ શીખવા માટે કેટલોક વખત અન્ય ગચ્છના આચાર્ય વિગેરેની જે સેવા કરવી તે ઉપસંપદા કહેવાય છે.