________________
૧૦૨
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
ત્રાડો દેતી, ફોડતી જતી, ઘરના મમત્વથી પાપ કરતી, મનમાં ક્યારેય પણ ધર્મને ધારણ નહીં કરતી, આવી ઘરમાંથી નીકળતી ભૂતિ ઘરના દરવાજા પર બેઠેલી રહે છે. (૧૬-૧૭)
હવે પૂર્વના સ્વામીભાવને યાદ કરતી, પરભવને જોતી (અર્થાતું મરણની નજીક જતી) આર્તધ્યાનને પામેલી મરીને તે પણ ઘરના દરવાજા પાસે ઉકરડામાં કૂતરી થઈ. તેથી ગંગિલાનું સ્વામીત્વ નિષ્કટક થયું. પિતાના વિભવથી વિસ્તરિત થયું છે મહાભ્ય જેનું એવો અતિ મોટો સાર્થવાહ મહદ્ધિક મહેશ્વરદત્ત ઘણાં જનમાં વિખ્યાત થયો.
હવે મંગિલા પણ ત્યાં સ્વચ્છંદપણે વિચરતી, વડીલ જનની છત્રછાયાથી રહિત, નિરંકુશ દુષ્ટમતિવાળી, કુસંગમાં રત, પોતાના રૂપ અને યૌવનના ઉન્માદથી અન્યમાં આસક્ત થઈ. પરપુરુષની સાથે તેનો સંગ મર્યાદાને ઓળંગી ગયો. પછી મંગિલા પરપુરુષને પોતાને ઘરે લાવે છે. કોઈક દિવસે તે પુરુષ બંગિલાને ભોગવીને વાતચીત કરતો ત્યાં જ રહે છે તેટલામાં દરવાજામાં પ્રવેશ કરતા મહેશ્વરદત્તે તેને જોયો. પછી ભયથી ભાગતા એવા જાર પુરુષને મહેશ્વરદત્તે છૂરીથી હણ્યો અને તે થોડા દૂર પ્રદેશમાં જઈને પડ્યો અને વિચારે છે કે મને ધિક્કાર થાઓ જે મેં આ પાપ આચર્યું. તેથી પોતાના દુચરિત્રોથી દુષ્ટ એવો હું આનાવડે હણાયો છું. એમ ભદ્રકભાવને પામેલો મરીને ગંગિલાના ઉદરમાં પોતાએ નાખેલા વીર્યથી પુત્રપણે ઉત્પન્ન થયો. (૨૦) પછી કપટમાં કુશળ એવી ગંગિલાએ મુખની વાચાળતાથી ખોટું બોલીને પતિને મનાવી લીધો. પછી તે ગર્ભ પ્રતિદિન જ વૃદ્ધિ પામે છે અને ક્રમથી તે જન્મ્યો. પછી મહેશ્વરદત્ત માને છે કે આ મારા બીજથી ઉત્પન્ન થયો છે તેથી ખુશ થયેલો વર્ધાનિક કરાવે છે અને મોટો થતો એક વરસનો થયો ત્યારે કોઈક દિવસે સમુદ્રવિજય વણિકની મરણ તિથિના દિવસે પુત્રવડે માંસમાટે ખરીદાયો. હવે વિરસને રડતો તે પાડો મારીને લોકને ભોજનમાં પીરસાયો, પછી પીરસીને વધેલ તે માંસને થાળીમાં લઈને મહેશ્વરદત્ત જેટલામાં ભોજન કરવા બેસે છે તેટલામાં પુત્ર પણ તેના ખોળામાં બેસે છે અને મહેશ્વરદત્તવડે પુત્રખોળામાં બેસાડાયો. કૂતરી થયેલી બહુલાનો જીવ ક્યારેય પણ તેના દરવાજાને છોડતી નથી. પછી મહેશ્વરદત્ત પણ માંસમાંથી માંસચોંટેલા બધા હાડકાંઓ વીણીને કૂતરીને ખાવા નાખે છે. ખુશ થયેલી કૂતરી પણ હાડકાંઓ ખાય છે. (૩૪).
એટલામાં આ બાજુ માસખમણના પારણે અતિશય જ્ઞાની એવા મુનિ ભિક્ષા માટે આવ્યા. જ્ઞાનના ઉપયોગથી મુનિએ તે સર્વ હકીકતને જાણી તેથી સંવેગને વહન કરતા સાધુ તે ઘરમાંથી જલદીથી નીકળી ગયા. સંભ્રાત થયેલો મહેશ્વરદત્ત પાછળ દોડીને કહે છે કે હે ભગવન્! તમે ભિક્ષા કેમ ગ્રહણ ન કરી ? પછી સાધુ કહે છે કે હે ભદ્ર ! તારા ઘરમાં અણઘટતું જોઈને સંવિગ્ન થયેલો હું નીકળી ગયો. પછી મહેશ્વરદત્તે પુછ્યું કે હે ભગવનું ! તે અણઘટતું શું છે ? પછી સાધુ કહે છે કે આ તારા પિતાનું જ માંસ છે અને આ કૂતરી તારી માતા છે અને વૈરી તારા ખોળામાં રહેલો છે. હે ભગવનું ! તે કેવી રીતે ? એમ પુછાયેલ સાધુએ યુક્તિપૂર્વક સર્વ હકીકત જણાવી. તે સાંભળી મહેશ્વરદત્ત સંવેગ પામ્યો અને તેની પાસે જ દીક્ષા લે છે. સમ્યવ્રતને આરાધીને મહેશ્વરદત્ત દેવલોકમાં ગયો. બહુલા અને સમુદ્રદત્ત કર્મોથી સંસારમાં ભમશે. (૪૧).
अथ उष्ट्रमधिकृत्याह - હવે ઊંટને આશ્રયીને તિર્યંચ ગતિનું દુઃખ કહેવાય છે.