________________
ઉનાળાના ધોમધખતા તાપમાં આગ જેવા બળતા જેસલમેરના રણમાં ચાલીને બિચારો ઊંટ થાકી ગયો હોવા છતાં માલિક તેને દોરડાથી ૨ ખેંચીને પરાણે ચલાવે છે. હે જીવ ! તે પરાધીનપણે આવાં જે દુ:ખો સહન કર્યા છે તેનું કેટલું વર્ણન થઈ શકે ! હવે જો ભવિષ્યમાં આવાં દુ:ખો સહન ન કરવાં હોય તો ધર્મ કરવા માંડ. (વિશેષ વર્ણન માટે ૧૦૩મા પેજમાં વાંચો.)
8 ઓગળથી દોડીને આવેલા
શિકારીના કૂતરાએ મુંડને કાનથી ' પકડી લીધો. પછી તુરત શિકારીએ આવીને તેને ભાલાથી વિંધી નાખ્યો. આથી તે કરુણ આક્રંદન કરે છે. પણ તેના આ કરુણ આક્રંદનને સાંભળનાર કોણછે? (વિશેષ વર્ણન માટે ૧૨૭મા પેજમાં વાંચો.)