________________
ભવ ભાવના પ્રકરણ ભાગ- ૨
૯૯ નીકળેલી છે જીભ જેઓની, આંસુ ઝરતી આંખવાળા, પહોળી થઈ છે આંખ અને ડોક જેઓની એવા વહન કરાતા પાડા અહો ! જુઓ કેવી દીનતાને જોઈ રહ્યા છે. (૧૯૪-૧૯૫)
सुगमे ।। केन पुनः कर्मणा एवंभूतं महिषत्वमवाप्नुवंति जीवा इत्याह - કયા કર્મથી જીવો આવા પ્રકારના પાડાના ભવને પામે છે તેને કહે છે.
विहियपमाया केवलसुहेसिणो चिन्नपरधणा विगुणा । वाहिजंते महिसत्तणम्मि जह खुड्डओ विवसो ।।१९६।। विहितप्रमादाः केवलसुखैषिणः विलुप्तपरधना विगुणाः
वाह्यन्ते महिषत्वे यथा क्षुल्लको विवशः ।।१९६।। ગાથાર્થ કરાયો છે પ્રમાદ જેઓ વડે, કેવલ સુખના ઇચ્છુક, પરધન હરનારા, ચાલી ગયા છે
ગુણો જેઓના એવા જીવો પાડાના ભાવમાં પરવશ ક્ષુલ્લકની જેમ વહન કરાય છે. इहानन्तरभवे दुःखदारुसंदोहदावानलकल्पां जिनदीक्षां गृहीत्वा केचिद् वराकाः विहितप्रमादाः सदनुष्ठानपरिहतादराः क्षुत्पिपासाशीतोष्णादिपरीषहभीरवः केवलं मृष्टानेषणीयरसशुद्धाप्कायपरिभोगोत्कृष्टधौतोपधिकोमलशैव्याचित्रशालिकानिवासस्नानाभ्यङ्गादिजनितं सुखमेवेच्छन्तः -प्रार्थयमाना विगुणा-निर्गुणा एव सन्तो हृदयवासनाशून्या दम्भादिमात्रेण केनापि चीर्णपरधना महिषादिभावमाप्नुवन्ति, तत्र च प्राप्ते वाह्यन्ते जलभृततडंगादीनि, यथा શ્રેચકો વિવિશ-પરવશ | - : : પુનરવિતિ, ૩
ટીકાર્થ : અહીંથી અનંતર પૂર્વના ભવમાં દુ:ખરૂપી લાકડાના સમૂહને બાળવા માટે દાવાનળ સમાન જિનદીક્ષાને સ્વીકારીને કેટલાક વરાકડા, સદ્-અનુષ્ઠાન પ્રત્યે ભાંગી ગયો છે આદર જેઓનો, ભુખ-તરસશીતોષ્ણાદિ પરીષહ સહન કરવામાં કાયર, ફક્ત મિષ્ટાન ભોજનથી, અનેષણીય રસથી, અચિત્ત પાણીના ઉપભોગથી, બગલાની પાંખ જેવી ધોયેલી ઉપધિથી, કોમળ શૈય્યાથી, ચિત્રશાળાદિ વસતિમાં નિવાસ કરવાથી, સ્નાન-અભંગનાદિથી મળતા સુખને ઇચ્છતા, નિર્ગુણ અર્થાત્ ભાવોલ્લાસથી રહિત, દંભાદિ માત્રથી ક્રિયા કરનારા પરધન હરનારા મહિષાદિ ભાવને પામે છે અને તે ભવમાં પરવશ ક્ષુલ્લકની જેમ પાણીના પખાલ વહન કરાવાય છે. દા.ત. પરવશ થયેલો ક્ષુલ્લક. આ ક્ષુલ્લક કોણ છે ? કહેવાય છે –
ક્ષુલ્લકનું કથાનક વસંતપુર નામનું નગર છે જેમાં દેવસમૂહની જેમ સારા વેશવાળો, શક્તિ અનુસાર કરાયેલ છે સુત જેઓ વિડે એવો જનસમૂહ વસે છે તેમાં દેવપ્રિય નામનો શ્રાવક વસે છે તેનો પુત્ર આઠ વરસનો થયો ત્યારે તેની સ્ત્રી ભર યૌવનમાં મરણ પામી. પછી દેવપ્રિયે કહ્યું કે હે પુત્ર ! ઘણાં દ્રવ્યથી સંપન્ન એવા તને સ્વજનોને સોંપીને હું હમણાં દિક્ષા લઈશ. હે તાત ! હું પણ તમારા વિના રહેવા શક્તિમાન નથી તેથી હું પણ તમારી સાથે દીક્ષાને ગ્રહણ કરીશ એમ પુત્ર પિતાને કહે છે. પછી અનેક યુક્તિઓથી પિતાએ પુત્રને દીક્ષા લેવા નિષેધ કર્યો. એટલામાં પુત્ર આગ્રહને મૂકતો નથી તેટલામાં ધર્મમાં વિભવનો વ્યય કરીને પુત્રની સાથે જ દીક્ષાને ગ્રહણ કરે છે. પછી પુત્ર પણ કંઈક પ્રૌઢ થયેલો કહે છે કે તાત ! મોજડી વિના વિહાર કરવા સમર્થ નથી